Last Update : 29-April-2012, Sunday

 
અડાજણમાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીનો આપઘાત
પ્રેમિકાને કહેલું, ફ્રેન્ડશીપ નહીં રાખે તો તારા ઘરે આવી આપઘાત કરીશ

ઇચ્છાપોરમાં રહેતા વડોદરા ભણતા નિલેશ રાજપૂતે આનંદમહેલ રોડના સનલાઇટ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી મોતની છલાંગ મારી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
અડાજણના આનંદમહેલ રોડ પર ગઇકાલે વહેલી સવારે એપાર્ટમેન્ટમાંથી રહસ્યમય સંજોગોમાં પટકાયેલા એન્જીનીયરીંગના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે, ''મારી સાથે ફ્રેન્ડશીપ નહી રાખે તો હું તારા ઘરે આવી આપઘાત કરી લઇશ'' એવું ફોન પર કહ્યા બાદ ઇચ્છાપોરના આ વિદ્યાર્થીઓ એકતરફી પ્રેમમાં પ્રેમિકાના એપાર્ટમેન્ટમાંથી કૂદીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા ક્રિષ્નાનગરમાં રહેતો પુશપેસકુમાર સીંગ રાજપૂતનો ૧૭ વર્ષીય પુત્ર નિલેશ વડોદરાની કોલેજમાં ડિપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે વહેલી સવારે નિલેશ તેની માતા મનોજ દેવીને ક્રિકેટ રમવા જાઉં છું, કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં અડાજણના આનંદમહેલ રોડ પર સનલાઇટ કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં નિલેશ ભેદી સંજોગોમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. તેના પર વોચમેનની નજર પડતાં અડાજણ પોલીસને જાણ કરી હતી. નલેશને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેે અડાજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ગત રાત્રે તે મોતને ભેટયો હતો.
નિલેશના પરિવારે જણાવ્યું કે, નિલેશની છેલ્લા ઘણા સમયથી અડાજણના સનલાઇટ કોમ્પ્લેક્ષમાં રહેતી કવિતા ચૌધરી સાથે ફ્રેન્ડશીપ હતી. જેથી કવિતાના પરિવારે નિલેશને મારીને એપાર્ટમેન્ટમાંથી ફેંકી દીધો હોવાના આક્ષેપ કર્યો હતો.
અડાજણ પોલીસના તપાસ કરનાર એ.એસ.આઇ. અર્જુનભાઇએ કહ્યું કે, નિલેશની છેલ્લા કેટલાક સમયથી કવિતા સાથે ફ્રેન્ડશીપ હતી. પણ થોડા સમયથી કવિતાએ નિલેશ સાથે વાતચીત કરવાનું બંધ કર્યું હતું. જેથી ગઇ તા.૨૩મીએ સાંજે નિલેશે કવિતાને ફોન કરીને કહ્યું કે ''તું મારી સાથે મિત્રતા કેમ રાખતી નથી ? મારી સાથે ફ્રેન્ડશીપ નહીં રાખશે તો હું તારા ઘરે આવીને આપઘાત કરી લઇશ.'' જેથી નિલેશે એક તરફી પ્રેમમાં આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
નિલેશે સનલાઇટ કોમ્પ્લેક્ષના નેવીલ બિલ્ડીંગના ચોથા માળેથી નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા છે.
સિવિલમાં પોસ્ટમોર્ટમ કરનાર ડૉકટરે જણાવ્યું કે, તે ચોથા માળેથી કૂદી પડવાથી થયેલી ઇજાના લીધે નિલેશ મોતને ભેટયો હોવની શક્યતા છે. તેને માર માર્યો હોય એવા ઇજાના કોઇ ચિન્હ નથી.
નિલેશ મૂળ વિહારના બેગુસરાનો વતની હતો. તેનો ભાઇ મયંક વડોદરામાં એન્જીનીયરીંગમાં અભ્યાસ કરે છે, તેના પિતા કચ્છના ગાંધીધામ ખાતે કંપનીમાં નોકરી કરે છે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved