Last Update : 29-April-2012, Sunday

 
વલસાડ હાલર રોડની એચડીએફસી બેંકના
ATM પર ત્રાહિતની મદદ લેતી યુવતિએ રૃ।.૪૦ હજાર ગુમાવ્યા

વીઝા-પાસપોર્ટ ઓફિસમાં કામ કરતી તૃપ્તિ ૧૦ હજાર ઉપાડવા ગઇ ત્યાં યુવાને મદદના બ્હાને કાર્ડ ચોરી ૫ મિનિટમાં ૩ સ્થળેથી નાણાં ઉપાડી લીધા

સીસીટીવી ફુટેજ આધારે પોલીસે સંદીપ પટેલને મોટાબજારમાંથી ઝડપી લીધો
વલસાડ, શનિવાર
બેંક એટીએમનો ઉપયોગ નહી આવડતાં ત્રાહિત વ્યક્તિની મદદ લેવામાં યુવતિએ રૃ।. ૪૦,૦૦૦ ગુમાવ્યા છે. મદદ કરનારા યુવાને એચડીએફસી બેંકનો એટીએમ કાર્ડ ચોરી લીધા બાદ અલગ-અલગ ૩ એટીએમ મશીન પરથી ૫ જ મિનિટમાં રૃ।. ૪૦,૦૦૦ ઉપાડી લીધા હતા.
હાલર રોડ પર આવેલી દિપ કોર્નર નામની કોલ્ડ્રીંક્સની દુકાનમાંથી ગઠિયો માલિકને બેવકૂફ બનાવીને રૃ।. ૩૯,૫૦૦ સેરવી જવાના બનાવની ૧૦ જ મિનિટ બાદ આ બનાવ બન્યો હતો. દિપ કોર્નરથી માત્ર ૧૦૦ મીટરને અંતરે હાલમાં જ શરૃ થયેલી એચડીએફસી બેંકા એટીએમ કેબીનમાં આ બનાવ બન્યો હતો.
કલ્યાણબાગની સામે આવેલા ટ્રેડ સેન્ટરમાં તાજ એન્ટરપ્રાઇઝના નામે વીઝા પાસપોર્ટની ઓફિસ ચલાવતા અકબરભાઇ શેખે ઓફિસમાં કામ કરતી તૃપ્તિને એટીએમ કાર્ડ આપી રૃ।. ૧૦,૦૦૦ ઉપાડવા મોકલી હતી. તૃપ્તિને એટીએમ મશીન બરાબર ઓપરેટ કરતાં ન આવડતું હોવા છતાં તેણે રૃ।. ૧૦,૦૦૦ મશીનમાંથી કાઢ્યા હતા. બાદમાં અકબરભાઇએ ફરીથી ફોન કરી વધુ રૃ।. ૩૦૦૦ કાઢવાનું કહેતાં તૃપ્તિએ કાર્ડ મશીનમાં નાખતાં કાર્ડ ફસાઇ ગયો હતો. તૃપ્તિએ કાર્ડ કાઢવા માટે પ્રારંભમાં સિક્યુરિટી કર્મચારીને આજીજી કર્યા બાદ એકટીવા લઇને આવેલા યુવાનની મદદ લીધી હતી.
રૃ।. ૩૦૦૦ ઉપાડવા માટે તૃપ્તિએ યુવાનને પીનનંબર પણ આપી દીધો હતો. બાદમાં રૃ।. ૩૦૦૦ ઉપાડી તૃપ્તિને આ યુવાન એટીએમ કાર્ડ ગજવે ઘાલી એકટીવા પર નીકળી ગયો હતો. આ યુવાને ૧૦ જ મિનિટમાં આ જ એટીએમ ઉપરાંત આઝાદ ચોક અને એમ.જી. રોડના એટીએમ મશીન પરથી રૃ।. ૪૦,૦૦૦ ઉપાડી લીધા હતા. અકબરભાઇને કાર્ડ ચોરાયો હોવાની જાણ થતાં તેમણે નેટબેકીંગ પર બેલેન્સ ચેક કરતાં રૃ।. ૪૦ હજાર વધુ ઉપડી ગયા હોવાનું જણાતાં તેમણે તાત્કાલિક બેંકને જાણ કરી હતી. બાદમાં બેંક મેનેજરે સતર્કતા દાખવી તાત્કાલિક અકબરભાઇ પાસે ચેક મંગાવી ખાતામાંથી રૃ।. ૩,૯૦,૦૦૦ની જમા રકમ ઉપાડી લેતાં રૃ।. ૩.૯૦ લાખ બચી ગયા હતા.
વલસાડ સીટી પોલીસે સીસી ટીવી કેમેરાના ફુટેજ મેળવતા એટીએમ કાર્ડની ચોરી કરનારો શખ્સ સફેદ કલરની એકટીવા પર બ્લ્યુ રંગનું ટી-શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તરત જ તપાસ હાથ ધરતા મોટાબજારમાંથી સંદીપ નારણદાસ પટેલ (ઉ.વ.૩૦ રહે. ગંજખાના, વલસાડ)ને દબોચી લીધો હતો પોલીસે તેની પાસેથી એટીએમમાંથી ઉપાડેલા રૃા.૪૦ હજાર પણ કબ્જે કર્યા છે. સંદીપ છુટક મજુરી કામ કરે છે. અને એક્ટીવા તેની પોતાની છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved