Last Update : 29-April-2012, Sunday

 

કડોદરાના ત્રણ પોલીસ કર્મચારી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ

છકડા રીક્ષામાંથી લૂંટ કેસનો આરોપી ભાગી ગયો હતો ઃ કેદી પાર્ટીમાં ગેરહાજર જમાદાર સામે કોઇ કાર્યવાહી નહીં ઃ પોલીસબેડામાં ચકચાર
બારડોલી, શનિવાર
પલસાણા તાલુકાના કડોદરા ખાતે લૂંટ કેસના ૪ આરોપીને બારડોલી કોર્ટમાં રજૂ કરી પરત ફરતા છકડા રીક્ષામાંથી આરોપીઓએ ભાગી જવાનું કાવતરૃ રચીને ૨ જમાદાર અને એક પો.કો.ની આંખમાં મરચાની ભુકી નાંખીને મુખ્ય સૂત્રધાર મનાતો આરોપી ભાગી જવાના મામલે ડીએસપીએ ત્રણેય પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. કામરેજ બાદ કડોદરામાંથી પણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ચકચાર મચી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકની હદમાં લૂંટ કરવાના ઇરાદે હથિયારો સાથે ફરતી ટોળકી એલસીબી ટીમે ઝડપી પાડી હતી. જેમાં ફુલબાબુ ઉર્ફે રાજેશ જ્ઞાાનબચ્ચ વિશ્વકર્મા (મૂળ રહે. જગદીશપુર, રોગરી થાણા કિશનપુર તા. ખાગા જિ. ફતેપૂર, ઉત્તરપ્રદેશ), સર્વેશરામ દિલાવન વિશ્વકર્મા (મૂળ રહે.- રીકોરા થાણા- પચ્ચીસગાઉ જિ. ફતેપુર), રાજસીંગ સંજયસીંગ ઠાકુર અનએ સુરપતસીંગ ઉર્ફે રીંકુ જામસીંગ યાદવ (ચારેય હાલ રહે. શાંતિનગર, વરેલી, તા. પલસાણા)ને ઘાતક હથિયાર સાથે ઝડપાતા કડોદરા પોલીસ મથકના ગુનામાં પલસાણા સબજેલમાં હતા. ગત તા. ૯-૪-૧૨ના રોજ કડોદરાના જમાદાર ખંડુભાઇ મગનભાઇ મહેતા, પ્રેમચંદ્ર રૃપાભાઇ અને પો.કો. જગદીશ ઠાકોરભાઇનાઓ બારડોલી કોર્ટમાં મુદતમાં રજૂ કરવા છકડો રીક્ષામાં બેસાડીને ગયા હતા. કોર્ટ મુદતમાં રજૂ કરી પરત ફરતી વખતે પલસાણા નજીક ભૂતપોર ગામની સીમમાં ફુલબાબુ અને સુરપતસીંગે હાથકડી તોડી પોલીસ પર હુમલો કરી ભાગી જવાનું કાવતરૃ રચીને પોલીસની આંખમાં મરચાની ભુકી નાંખી ફુલબાબુ ભાગી ગયો હતો. પોલીસે શોધખોળ માટે એડીચોટીનું જોર લગાવી દેવા છતાં આજદિન સુધી ફુલબાબુને શોધવામાં નિષ્ફળ ગઇ છે.
દરમિયાન નવનિયુક્ત ડીએસપી પ્રદીપ સેજુલએ ખાતાકીય તપાસમાં ફરજમાં ગંભીર બેદરકારી દાખવનારા જમાદારો ખંડુભાઇ અને પ્રેમચંદ્રભાઇ તથા પો.કો. જગદીશને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. જો કે, કેદીપાર્ટીની વર્દી માટે અન્ય એક જમાદારને પણ જાણ કરી હતી પરંતુ જમાદાર કેદીપાર્ટીમાં નહીં જવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી ન થતાં ફરજમાં બેદરકારી અંગે ખાતાકીય તપાસ કરનારા અધિકારીઓની તપાસ સામે પણ શંકા ઉભી થવા પામી છે. કામરેજ પોલીસ મથકના એક જમાદાર અને પો.કો.ને સસ્પેન્ડ કર્યા બાદ કડોદરાના ૨ જમાદાર અને એક પો.કો.ને ફરજમાં બેદરકારી અંગે ડીએસપીએ સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved