Last Update : 29-April-2012, Sunday

 
પોરબંદરના રાણાબોરડી ગામે
થાંભલા સાથે બાંધી લાકડીના ઘા ઝીંકી યુવાનની હત્યા

 

પોરબંદર, તા. ૨૮
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતાં પ્રજાપતિ યુવાનને તેની જ જ્ઞાાતિના ૩ સહિત કુલ ૪ શખ્સોએ રાણાબોરડી ગામે થાંભલા સાથે બાંધીને એક કલાક સુધી ગંભીર રીતે માર મારી તેની ઘાતકી હત્યા કરી નાસી છૂટતા ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે છાંયાની કેનાલ પાસે રહેતો અને મીસ્ત્રી કામ કરતો ભરત છગન રાઠોડ (ઉ.વ.૩૨)ની સગાઇની વાતચીત રાણાબોરડી ગામે રહેતા તેની જ જ્ઞાાતિના મોહન શિંગડીયા નામના શખ્સની પુત્રી અસ્મિતા સાથે ચાલતી હતી. ભરતને આ યુવતી ગમતી હોવાથી અને જ્ઞાાતિ પણ એક જ હોવાથી તે અંગેની વાતચીત આગળ વધારાઇ હતી પરંતુ યુવતીના પિતા અને પરિવારજનોને આ સંબંધ કોઇ કારણોસર પસંદ હતો નહીં.
દરમિયાનમાં શુક્રવારે રાત્રે મોહન શિંગડીયાના પુત્ર રસીકે પોતાની રાણાબોરડી ખાતે આવેલી વાડીએ વાતચીત માટે આવવા ભરત રાઠોડને ફોન કર્યો હતો આથી ભરત એકલો જ પોતાનું મોટર સાયકલ લઇને રાત્રે ત્યાં પહોંચી ગયો હતો પરંતુ વાડીએ પહોંચ્યો અને હજુ તો તે કાંઇ સમજે વિચારે તે પહેલાં જ અસ્મિતાના પિતા મોહન શિંગડીયા તથા અસ્મિતાનો મોટો ભાઇ રસિક અને નાનો ભાઇ તેમજ અજાણ્યા એક મુસ્લિમ યુવકે એમ ચારેક શખ્સોએ દોરડા લઇને ભરતને સીધો જ વાડીમાં થાંભલા સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ 'અમારી અસ્મિતાની સગાઇ તારી સાથે નથી કરવી, તું શું કામ પાછળ પડયો છે?' કહીને યુવાન ઉપર ચારે શખ્સો લાકડી વડે તૂટી પડયા અને સતત એક કલાક સુધી માર માર્યા પછી બેહોશ જેવી હાલતમાં યુવાન જણાયો એટલે આ ચાર શખ્સોમાંથી કોઇએ ભરતના છાંયા કેનાલ સામે રહેતાં તેના મામા મુકેશભાઇ વાલજીભાઇ ટાંકને ફોન કરીને 'તમારા ભરતને અહીંથી લઇ જાઓ, રાણાબોરડીની વાડીએ તે છે' તેમ જણાવ્યું હતું.
આથી ભરતના મામા મુકેશભાઇ ટાંક બે મોટર સાયકલ લઇને તેના અન્ય સંબંધીઓને સાથે રાખી તાત્કાલીક રાણાબોરડી જવા રવાના થયા હતાં, તેઓએ ભરતની પૂછપરછ કરતા ચારેય શખ્સોએ તેને બેફામ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. થોડે સુધી મોટર સાયકલમાં લઇ ગયા બાદ ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી અને તેના દ્વારા યુવાનને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લવાયો હતો. કમલા બાગ પોલીસ મથકના એએસઆઇ તથા સ્ટાફ ત્વરીત પહોંચી ગયા હતા અને તે સમયે ભરત રાઠોડ હોંશમાં હોવાથી તેણે પોતાના ઉપર હુમલો કરનારાઓ વિશેનું નિવેદન આપી દીધું હતું.
ત્યારબાદ દોઢેક કલાક પછી આ યુવાનની સ્થિતિ ગંભીર બનતા સરકારી હોસ્પિટલેથી સીધો જ જામનગર લઇ જવાયો હતો અને ત્યાં સવારે નવેક વાગ્યે તેણે દમ તોડી દેતાં પોસ્ટમોર્ટમની વિધિ કરાવ્યા બાદ સાંજે પાંચેક વાગ્યે તેના મૃતદેહને ટ્રક મારફતે પોરબંદરના છાંયા ખાતેના નિવાસસ્થાને લવાયો હતો. યુવાન તેની માતા સાથ એકલો જ રહેતો હતો અને તેના બે ભાઇઓ અલગ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાનમાં રાણાવાવ પોલીસે આ ચારેય આરોપીઓને પકડી પાડવા જુદા જુદા વિસ્તારોમાં દરોડોઓનો દોર શરૃ કરી દીધો છે, તેમજ આરોપીઓ સામે હત્યાનો ગુન્હો પણ નોંધી દેવાયો છે.

 

મરણ ચીસોથી આજુબાજુની વાડીવાળા એકઠા થયા
પોરબંદર નજીકના રાણાબોરડી ગામે છાંયાના યુવાન ભરત રાઠોડને થાંભલા સાથે બાંધીને સતત એક કલાક સુધી આડેધડ લાકડીઓ વડે ચાર શખ્સોએ ગંભીર રીતે માર માર્યો હતો ત્યારે તેની મરણ ચીસોથી આજુબાજુની વાડી ગુંજી ઉઠી હતી. નજીકમાં જ વાડી ધરાવતા રબારી પ્રૌઢ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને 'આ યુવાન મરી જશે, તો તમે કયાંયના નહીં રહો, આને છોડી દો' તેમ કહીને તેણે પણ દરમિયાનગીરી કરી હતી પરંતુ ચાર શખ્સો ઉપર જાણે કે ખુન્નસ સવાર થયું હોય તેમ તેઓ આડેધડ લાકડીઓ મારતા હતા અને ગાળો દઇને ચીસો પાડતા હતા.

મરવા પડયો ત્યારે શા માટે ફોન કર્યો?
પોરબંદરના છાંયામાં રહેતાં યુવાનને ઘાતકી રીતે મારવાનું પૂર્વઆયોજીત કાવતરૃ ઘડનારા રાણાબોરડીના ચાર શખ્સોએ એક કલાક સુધી સતત યુવાનને ઢોર માર્યો હતો પરંતુ જયારે તે અંતિમ શ્વાસ લેતો હોય તેવું જણાયુ ત્યારે એ જ ચાર શખ્સોમાંથી કોઇ એક વ્યકિતએ ઘવાયેલા યુવાનના સગા સંબંધીઓને શા માટે ફોન કર્યો? એવો સવાલ પોલીસને પણ મુંઝવી રહ્યો છે. કેમ કે જો તેઓનો ખૂનનો ઇરાદો હોય તો આ રીતે ફોન કરીને જાણ કરે એ વાત ગળે ઉતરતી નથી, વળી એ યુવાનને એવી કઇ લાલચ આપી કે તે એકલો જ રાતોરાત પોતાનું બાઇક લઇને રાણાબોરડીની વાડીએ પહોંચી ગયો? એવો સવાલ પણ ઉભો થયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved