Last Update : 29-April-2012, Sunday

 
બનાવ આપઘાતનો હોવાનો ખજીન્નો અભિપ્રાય
રાજકોટમાં બિહારી દંપતિ માસુમ પુત્રી સાથે ભડથું

મૃતક યુવાન સાથે તેની પ્રેમિકા કમ બીજી પત્ની અને આગલા ઘરની પુત્રીનો ભોગ લેવાયો

અટીકામાં સ્થિત બેરીંગ બનાવવાના કારખાનામાં બનેલી ઘટનાથી અરેરાટી

રાજકોટ, શનિવાર
શહેરના ઢેબર રોડ પર વિરાણી અઘાટમાં ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ એમ્પ્લાય એન્જિનીયરીંગ નામના બેરીંગ બનાવવાના કારખાનાની ઉપર આવેલી ઓરડીમાં મધરાત્રે લાગેલી ભીષણ આગમાં ઓરડીમાં રહેતો બિહારી મજૂર રાજેશ કાલજી (૨૪) તેની પત્ની લક્ષ્મી (૨૧) અને દોઢ વર્ષની માસુમ પુત્રી મુન્ની સળગીને ભડથું થઇ ગયા હતાં. સાયન્ટિફીક ઓફિસરે બનાવ આપઘાતનો હોવાનો અભિપ્રાય આપ્યો છે. ભકિતનગર પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે.
પતિ-પત્નીમાંથી એક આપઘાતના ઇરાદે સળગતાં બાકીના બે નિંદ્રાધીન સભ્યો સળગી ગયાની સંભાવના
વિગત એવી છે કે સહકારનગરમાં રહેતા કલ્પેશ હુંબલના એમ્પ્લાય એન્જિનીયરીંગ નામના કારખાનામાં દોઢેક માસ પહેલાં બિહારના આરા જીલ્લાના દાઠા ગામનો રાજેશ હેલ્પર તરીકે નોકરીએ રહ્યો હતો. રાજેશને કારખાનામાં ધાબા ઉપર બનાવાયેલી ઓરડી આપવામાં આવી હતી જયાં તે તેની પત્ની લક્ષ્મી અને દોઢ માસની પુત્રી મુન્ની સાથે રહેતો હતો.
મધરાત્રે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ ઓરડીમાંથી આગના લબકારા, ધુમાડાના ગોટા જોઇ અને ચિસો સાંભળી બાજુમાં સ્થિત કારખાનાનો ચોકીદાર લીજો જયોર્જ વર્ગીસ દોડી આવ્યો હતો. તત્કાળ તેણે તેના કારખાના માલીકને અને તેના કારખાનાના માલીકે કલ્પેશ હુંબલને જાણ કરતા તે ત્યાં દોડી આવ્યા હતાં.
તત્કાળ તેણે સ્થાનિક માણસોની મદદથી મોટર ચાલુ કરી પાણી છાંટવાનું શરૃ કરી દીધુ હતું. ફાયરબ્રિગેડ આવે તે પહેલાં તો સ્થાનિક લોકોએ આગ બુઝાવી નાખી હતી, આ પછી ઓરડીનો દરવાજો તોડીને જોતાં અંદરથી રાજેશ, તેની પત્ની લક્ષ્મીના ભડથું થઇ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતાં. મુન્નીમાં જીવ લાગતો હોવાથી તત્કાળ તેને ૧૦૮માં સિવિલમાં લઇ જવાઇ હતી જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ થતાં ભકિતનગરના એએસઆઇ વાલજીભાઇ મકવાણા, જમાદાર વાલજીભાઇ ડાંગર સ્થળ પર પહોંચી ગયા હતાં. જો કે તત્કાળ પોલીસને ખરેખર બનાવ કઇ રીતે બન્યો તેની માહિતી નહીં મળતાં સાયન્ટીફીક ઓફિસર શ્રી વ્યાસને બોલાવી તપાસ કરાવી હતી જેમણે તપાસ બાદ બનાવ આપઘાતનો જ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
કેમ કે જયારે આ ઘટના બની ત્યારે દરવાજો અંદરથી બંધ હતો ઉપરાંત પાવર સપ્લાય ચેક કરાવતા તે ચાલુ હોવાનું અને કયાંયથી ટ્રીપીંગ નહીં થઇ રહ્યાનું જાણવા મળ્યું હતું. કારખાનામાં રોબોટ પણ લગાડેલો હોવાથી શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની સંભાવનાનો છેદ ઉડી ગયો હતો. ઓરડીમાંથી ૧૦૦ એમએલ જેટલું જવલનશીલ પ્રવાહી મળી આવ્યું છે જે સંભવતઃ પેટ્રોલ હોવાનું અનુમાન છે.
આ સંજોગોમાં પેટ્રોલથી સળગ્યાનું તારણ નીકળ્યુ છે. પોલીસ એવું અનુમાન પણ કરી રહી છે કે મધરાત્રે રાજેશ અગર તો તેની પત્ની લક્ષ્મી આપઘાતના ઇરાદે સળગી હોય અને તેના કારણે મકાનમાં લાગેલી આગમાં બાકીના બે નિંદ્રાધીન સભ્યો ભડથું થઇ ગયા હોય તેવી શકયતા પણ નકારી શકાય તેમ નથી. સાયન્ટીફીક ઓફિસરે સ્થળ પરથી કેટલાક નમુના લઇ પૃથકરણ અર્થે મોકલી દીધા છે તેના અભિપ્રાય પછી બનાવ અંગે ઘણી સ્પષ્ટ માહિતી બહાર આવવાની સંભાવના છે.
પોલીસને વધુ તપાસમાં એવું જાણવા મળ્યું કે રાજેશ હાલ જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં અગાઉ તેનો ભાઇ અવધ કામ કરી ચૂકયો છે. રાજેશ પરિણીત હતો. આમ છતાં છ માસ પહેલાં તેણે તેની પ્રેમિકા લક્ષ્મીને ઘરમાં બેસાડી હતી. મુન્ની તેની આગલા ઘરની પુત્રી છે. બાદમાં દોઢેક માસ પહેલાં તે લક્ષ્મી અને મુન્નીને લઇ રાજકોટ આવ્યો હતો અને એમ્પ્લાય એન્જિનીયરીંગમાં નોકરીએ રહી ગયો હતો.
પોલીસે સવારે રાજેશના ભાઇનો મહામુસીબતે સંપર્ક કરી ઘટનાથી અવગત કરાવતા શરૃઆતમાં તો તેણે લાશ બિહાર મોકલી આપો તેમ કહ્યું હતું, આ પછી રાજકોટ આવવા તૈયાર થયો હતો. પોલીસે હાલ ત્રણેય મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં રખાવ્યા છે. જો બિહારથી મૃતદેહોનો કબ્જો લેવા કોઇ નહીં આવે તો પછી પોલીસ જ અંતિમ સંસ્કાર કરી નાખશે. મૃત્યુ પામેલી બાળકીનું નામ જાણવા નહીં મળતાં પોલીસે જ તેનું નામ મુન્ની રાખી દીધુ હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved