Last Update : 29-April-2012, Sunday

 
ગોધરાના નાના રોકાણકારોના
પોસ્ટમાં લાખો ડૂબ્યા ભેજા બાજ એજન્ટ ફરાર

હેડપોસ્ટ ઓફિસે રોકાણકારો ઉમટી પડતા ઉત્તેજના ઃ એજન્ટ પોસ્ટની નકલી પાસબુક અને સિક્કો ધરાવતો હતો

ગોધરા,તા.૨૮
ગોધરા શહેરનાં પોસ્ટ ખાતાનાં એક એજન્ટ લોકોના મહામૂલી બચતનાં નાણાંનું રૃપિયા ૨૫ થી ૩૦ કરોડનું ઉઠમણું કરી નવ દો ગ્યારહ થઇ જતા શનીવારે રોકાણકર્તાઓનાં ધાડેધાડા ગોધરાની હેડપોસ્ટ ઓફીસમાં તપાસ કરવાં ઉતરી આવ્યા હતાં અને હેડપોસ્ટ ઓફીસમાં પોતાનાં નાણાં મૂક્યાની ચકાસણી બાદ નાણાં નહી હોવાનું જાણવા મળતાં પોસ્ટ માસ્ટરને લેખિત અરજીઓ આપતા શનીવારનાં રોજ અગીયાર જેટલી અરજીઓ મળી હોવાનું હેડપોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર એમ.જે. ડામોરે જણાવ્યું હતું.
ગોધરા ખાતે છેલ્લા પચ્ચીસ વર્ષથી વધુ સમયથી પોસ્ટ ખાતાની વિવિધ બચત યોજનાઓમાં રોકાણ કરાવનારા એક એજન્ટ દ્વારા લોકોની મહામૂલી બચતનાં નાણાં અંદાજે ૨૫ થી ૩૦ કરોડ જેટલી રકમનું ઉઠમણું કરી ફરાર થઇ જતાં આ એજન્ટ વિશે તરેહ તરેહની ચર્ચાઓ જોર પકડી હતી. લોકોએ તેને બજત કરવાં આપેલાં નાણાંનો કોઇ પુરાવો કે પાસબુક પરત આ એજન્ટ આપતો નહોતો અને પાકતી મૂદતે ઉપાડેલા લાખ્ખો રૃપિયા પરત નહી આપી વ્યાજનાં ધંધામાં ફેરવતો હોવાનું ગોધરામાં ચર્ચાઇ રહ્યું છે. જે રોકાણકારો આ એજન્ટનાં હાથે કમનસીબે ભોગ બની ચુક્યા તેવાઓ આજે ગોધરાની જુના બસસ્ટેન્ડ પાસે આવેલી હેડપોસ્ટ ઓફિસમાં પોતાના નાણા પોસ્ટમાં મુકેલા છેકે નહી તેની તપાસ કરવા દોડી જતા લોકોના ધાડેધાડા ઉમટી પડયા હતા. શનીવારે હેડપોસ્ટ ઓફિસમાં ઉમટેલુ રોકાણકર્તાઓના ટોળા પૈકીના ઘણાખરાની મસમોટી રકમની નોંધ પોસ્ટ ખાતાના ચોપડે નહી બોલતા અને પોતે તેનો ભોગ બન્યાનો અહેસાસ થતા અંતે પોસ્ટ માસ્ટર એમ.જે. ડામોરને પોતાના નાણા બાબતે લેખિતમાં અરજી આપી હતી. આ પ્રકારની અગિયાર અરજી આવી હોવાનું પોસ્ટ માસ્ટર એમ.જે. ડામોરે જણાવ્યું હતું.
જો કે ૨૫ થી ૩૦ કરોડનું ઉઠમણુ કરીને નવ દો ગ્યારહ થઇ ગયેલો આ ભેજાબાજ એજન્ટ પોતે પોસ્ટ ખાતાની આબેહુબ પાસબુક તથા પોસ્ટ ખાતાનો સીક્કો મારી મોટી રકમ પોસ્ટ ખાતામાં જમા હોવાનું તરકટ રચી લોકોને નાણાં સલામત હોવાનું હાઉ ઉભો કરતા હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved