Last Update : 29-April-2012, Sunday

 

જૈન યુવતી અને મુસ્લિમ યુવકના પ્રકરણમાં
સાધલીના બજારો સતત બીજા દિવસે બંધ ઃ અજંપાભરી સ્થિતિ

પોલીસ બજારો ખોલાવવા નીકળી પરંતુ નગરજનોએ મક્કમતાથી બજારો બંધ રાખ્યા ઃ ઉશ્કેરણી જનક નિવેદનો અંગે પણ રોષ

શિનોર,તા.૨૮
શિનોર તાલુકાના સાધલી ગામે મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ જૈન યુવતીને ભગાડી જવાના બનાવમાં મુસ્લિમ યુવકોના ઉશ્કેરણીજનક ઉચ્ચારણોને લીધે સાધલીના બજારો આજે પણ બંધ રહ્યા છે. જિલ્લા પોલીસે સાધલી દોડી આવી બજારો ખુલ્લા કરવા પ્રયત્નો હાથ ધર્યા પરંતુ કોઇ અસર જોવા મળી ન હતી. સાધલી બજાર બીજે દિવસે પણ જડબેસલાક બંધ રહ્યા છે. જ્યારે બપોરના સમયે યુવતીની માતા સાધલી આઉટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવતા બન્ને કોમના લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. હાલ સાધલીમાં અજંપાભરી શાંતિ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાધલી ગામની હિન્દુ જૈન શાહ પરિવારની દિકરી નેહલને તા.૨૬ની સવારે સોમરા હનિફ નિયામત ભગાડી ગયેલ અને તેના આ કૃત્યથી આઘાત લાગતા દિકરીના પિતા ધીરજલાલ શાહે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા અને આપઘાતના પ્રયાસ પહેલા લખેલી ચીઠ્ઠીની ઝેરોક્સ સાથે સાધલી બજારમાં બંધના એલાન સાથેનું બ્લેક બોર્ડ મુકાતા સાધલી બંધ રહ્યુ હતું.
જેના પગલે સાધલીમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શાંતિ સમિતિઓની બેઠકોનો દોર શરૃ થયો હતો. સોમરા હનિફ નિયામત અને નેહલ શાહે તા.૫-૩-૧૨ના રોજ રજીસ્ટર મેરેજ કરી દીધાના કાગળો શિનોર પોલીસ મથકે ભાગી જનાર યુવતીએ સ્વૈચ્છિક અને રાજીખુશીથી ઘરમાંથી કોઇપણ ચીજવસ્તુ લીધા વગર પહેરેલા કપડે ગયાની જાણ કરી હતી. અને તેના પરિવારજનો આ અંગે કોઇ ખોટી ફરિયાદ કરે તો તેની સામે કોઇ કાર્યવાહી નહી કરવાલેખિત જણાવેલ છે. તા.૨૭-૪-ના બંધ દરમિયાન પો.સ.ઇ. જે એમ.બારીયા દ્વારા બંને પક્ષોની આગેવાનોની મીટીંગ બોલાવી સમાધાનકરવા પ્રયત્ન કરેલ તેમાં સામ સામે આક્ષેપોથતાં વાતાવરણ બગડયું હતુ. જયારે સાંજના સાધલી શાક માર્કેટની પાસે એક યુવક દ્વારા સાધલીમાં બજારો વારંવાર બંધ રખાશે.
તો ઉગ્ર પરિણામ આવશે જેવા ઉચ્ચારણો કરાતા બીજા દિવસે આજે તેના વિરોધમાં સાધલી બજાર બંધનું એલાન થતાં ગ્રામજનોએ તેનો સજજડ પ્રતિસાદ આપી સાધલી બજાર સજજડ બંધ રહ્યું હતુ.
સાધલી ગામની પરિસ્થિતિનો ભાગ મેળવવા અને સાધલીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક ડીવાય એસપી પાંડે, ડભોઇના પી.આઇ.પટેલ તથા એલ.સીબી. પીએસઆઇ પટેલ સાધલી દોડી આવ્યા હતા. અનેગામના આગેવાનો સાથે બજારો ખોલી નાખવા ચર્ચા કરી અપિલ કરી હતી. પરંતુ હાજર આગેવાનો તેઓની અપિલનો સ્વીકાર કરેલ નથી. પરંતુ આવતીકાલની બજાર ખુલ્લા રહેશે તેવો સધિયારો આપ્યો હતો.
જો કે પોલીસે સાધલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. શાંતિ સમિતિની બેઠકમાં સામસામે આક્ષેપો થતાં સાધલીની હાલની પરિસ્તિતિમા કોઇ નિકાલ આવ્યો ન હતો. સાધલી ગામમાં હમેશા કોમી એખલાસનું વાતાવરણ રહેતુ હતુ. પરંતુ આ બનાવથી ગામમાં અંજપો ઉભો થયો છે. અને બંને કોમના લોકોમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જ્યુ છે. તેમાં બે દિવસથી બંધ રહેતા સાધલીના બજારોને લીધે લોકોની રોજીરોટી છીનવાઇ હોય હવે બજારો ખુલ્લા રાખવા જણાવેલ છે.
લગ્નસરાની મોસમ હોવાથી સાધલી બજાર બંધ રહેતા ગ્રાહકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. રવિવાર સવારથી સાધલી બજાર ખુલી જશે તેવી આશા નગરજનોને છે.

 

સોમરા અને અન્યએ ધમકી આપી હતી
લગ્ન નહી કરે તો મોઢા પર એસીડ નાંખી પિતાને મારી નાખીશ
તમારી છોકરીને ભગાડી જઇશું તેમ કહેતા હતા અને કોલેજ જાય ત્યારે નેહલને હેરાન કરતા હતા રોકડા અને સોનું પણ લઇ ગયાં

શિનોર,તા.૨૮
શિનોર તાલુકાનાં સાધલી ગામે જૈન પરિવારની મોટી પુત્રી નેહલ ઘરમાંથી ભાગી જવાનાં પ્રકરણમાં માતાની ફરિયાદના આધારે આખરે પોલીસે સોમરા હનીફ મહંમદ સહિત ચાર યુવાનો અને નેહલ સામે અપહરણ, ઘરમાંથી ચોરી અને ઘાક-ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બપોરે ત્રણ વાગ્યા બાદ નેહલની માતા સાધલી આઉટપોસ્ટમાં હાજર થઇ હતી અને લેખિત ફરિયાદમાં જણાવેલ છે કે મારી દિકરીને ધમકાવી બળજબરી પૂર્વક કાગળો પર સહીઓ કરાવીને સોમરા હનીફ મહંમદ નિયાનખા, રાઠોડ મોહસીન અનવર, નકુમ ઇરફાન સિકંદર તથા રાઠોડ રઇશખાન સલીમે મદદગારી કરી ભગાડી ગયેલ છે. ફરિયાદમાં જણાવેલ છે કે છેલ્લા બે-ત્રણ માસથી મારા ઘરના ઓટલા ઉપર બેસીને મારી દિકરીને હેરાન પરેશાન કરતાં હતા. જેથી અમોએ આ ઇસમોને હેરાન નહી કરવાનું જણાવતાં આ ઓટલો તારા બાપનો છે કહીને અમોને કંઇ કહેવું નહી નહીતો તારી છોકરીને ભગાડી જઇશું પણ સમાજમાં બદનામી થવાની બીકે અમોએ આવાત કોઇને જણાવી નહતી.
મારી દિકરી નેહલ સાધલી કોલેજમાં અભ્યાસ કરવા જતી ત્યારે પણ હેરાન કરતા હતા અને દિકરીને ધમકી આપી હતી કે મારી સાથે લગ્ન નહી કરે તો તારા મોઢાઉપર એસીડ નાખી તારા બાપને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ અમારા પતીની તબીયત સારી રહેતી નહી હોવાના લીધે અમોએ આ અંગે કોઇને જણાવેલ નહતું. અને ત્યાર બાદ ગઇકાલ તા.૨૬-૪ ના રોજ તેઓ મારી દીકરીને પટાવી ફોસલાવી ભગાડી ગયેલ છે. અને આઠ તોલા સોનું અને રૃા. ૫૦૦૦૦ પણ લઇ ગયેલ છે.

સ્વૈચ્છીક અને રાજી ખુશીથી ઘેરથી જતી રહી છુ ઃ નેહલ
શિનોર,તા.૨૮
સાધલીના વેપારી ધીરજલાલ શાહની પુત્રી નેહલ ઘેરથી ભાગી ગયા બાદ તા.૫ માર્ચના રોજ સોમરા હનિફ નિયામત સાથે પોતે લગ્ન કરી દિધાના કાગળો શિનોર પોલીસ મથકે ખુદ નેહલેજ મોકલ્યા હતા.
નેહલે પોલીસને જણાવ્યું હતું કે સ્વૈચ્છીક અને રાજીખુશીથી ઘરમાંથી કોઇ પણ ચીજવસ્તુ લીધા વગર પહેરેલે કપડે જતી રહ્યાની જાણ કરી હતી. અને પરિવારજનો આ અંગે કોઇ ખોટી ફરિયાદ કરે તો તેની સામે કોઇ કાર્યવાહિ નહીં કરવા જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved