Last Update : 29-April-2012, Sunday

 

વડોદરા : રણજીતસિંહ ગાયકવાડની તબિયત નાજુક

- લાખો શુભેચ્છકોની પ્રાર્થના

 

 

- તબીયત ક્રિટીકલ છેઃસમરજીત

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
વડોદરાના રાજવી અને ગાયકવાડ પરિવારના મોભી એવા શ્રીમેત રણજીતસિંહ ગાયકવાડને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમની હાલત અત્યંત ગંભીર હોવાનુ જાણવા મળતા જ તેમના માટે સમગ્ર વડોદરા શહેરમાં દુઆ,પ્રાર્થનાનો સીલસીલો શરુ થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે જાન્યુઆરી માસમાં તેમને કિડનીને લગતી ગંભીર બિમારીનુ નિદાન થયુ હતુ.તેમને એ બાદ ફેબુ્રઆરી મહિનામાં સારવાર માટે મુંબઈ લઈ જવાયા હતા.જ્યાં લગભગ એક મહિના સુધી તેમની સારવાર કરવામાં આવી હતી.એ બાદ તેમને વડોદરા પાછા લવાયા હતા અને પંદર દિવસ પહેલા કરમસદ ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે નડીયાદ ખાતેથી તેમને બે દિવસ પહેલા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલમાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.જ્યાં તેમની ખબર ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.
૮ મે,૧૯૩૮ના રોજ ઉટી ખાતે જન્મેલા અને મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના બીજા પુત્ર રણજીતસિંહ ગાયકવાડે એમ.એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી છે.
એ બાદ ૧૯૫૯ - ૬૦ દરમિયાન તેમને લંડનની પ્રતિષ્ઠીત રોયલ એકેડેમી ઓફ આર્ટ્સમાં એક વર્ષ અભ્યાસ કર્યો છેે. ૧૯૮૦થી ૧૯૮૮ એમ સતત બે ટર્મ સુધી વડોદરાના સંસદસભ્ય પણ રહી ચુકયા છે.૧૯૬૪ના ૧૫ ડીસેમ્બરે તેમના લગ્ન મહારાણી શુભાંગીની રાજે સાથે થયા હતા.તેમના ત્રણ સંતાનોમાં મહારાજકુમારી અલૌકિકા રાજે,મહારાજ કુમારી અંજના રાજે અને યુવરાજ સમરજીતસિંહ ગાયકવાનો સમાવેશ થાય છે.રણજીતસિંહનો તેમના મોટાભાઈના અવસાન બાદ ૧ સપ્ટેમ્બર,૧૯૮૮ના રોજ વડોદરાના મહારાજા તરીકે રાજ્યાભિષેક કરાયો હતો.
દરમ્યાનમાં રણજીતસિંહ ગાયકવાડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની જાણ થતા જ સંખ્યાબંધ લોકો તેમના ખબર અંતર પૂછવા માટે ઉમટી પડયા હતા.
બીજી તરફ યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યુ હતુ કે મહારાજાને હાલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને હાલના તબક્કે તેઓની સ્થિતિ ગંભીર છે એટલુ જ હું કહી શકુ તેમ છું.

 

વિદ્યાર્થીઓએ રાજવી માટે પ્રાર્થના શરુ કરી
રણજીતસિંહ ખ્યાતનામ ચિત્રકાર અને અચ્છા શાસ્ત્રીય ગાયક

રાજવી કરતા કલાકાર તરીકે ઓળખાવાનુ ગૌરવ અનુભવતા રણજીતસિંહ ફાઈન આર્ટસમાં પેઈન્ટીંગના શીખવાડે છ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
પોતાની જાતને રાજવી કરતા કોમનમેન તરીકે ઓળખાવાનુ વધારે પસંદ કરતા રણજીતસિંહ ગાયકવાડનો અનોખો ઋણાનુબંધ રહ્યો છે.જેના કારણે આજે તેમની તબીયત નાજુક બની હોવાનુ ખબર પડતા જ વડોદરામાં ઠેર ઠેર દુઆ અને પ્રાર્થનાનો સીલસીલો શરુ થઈ ગયો હતો.
રણજીતસિંહ ગાયકવાડ ભલે રાજવી હોય પરંતુ તેમની અંદર રહેલા કલાકારના કારણે તેઓ કલારસિકોમાં આગવો ચાહક વર્ગ ધરાવે છે.
તેઓ શાસ્ત્રીય સંગીતના કીરાના ઘરાનાના અચ્છા ગાયક તો છે જ પરંતુ તેની સાથે સાથે ફાઈન આર્ટસ ફેકલ્ટી અને બાદમાં ૧૯૫૯-૬૦માં લંડનની રોયલ સ્કૂલ ઓફ આર્ટસમાં પેઈન્ટીંગનો તેમણે પેઈન્ટીંગનો અભ્યાસ પણ કર્યો હતો.સારા પેઈન્ટર તરીકે નામના મેળવી ચુકેલા રણજીતસિંહ ગાયકવાડના પેઈન્ટીંગ્સના ભારત સહિત અન્ય દેશોમાં એક્ઝીબીશન પણ યોજાઈ ચુક્યા છે.
પેઈન્ટર હોવા ઉપરાંત તેઓ શિલ્પકાર પણ છે.
રણજીતસિંહ ગાયકવાડ ૨૦ વર્ષથી ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પણ પેઈન્ટીંગના વિદ્યાર્થીઓને ભણાવતા હોવાથી ત્યાંના વિદ્યાર્થીઓ પણ તેમની તબીયતને લઈને ચિંતાતુર બની ગયા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved