Last Update : 29-April-2012, Sunday

 

અમદાવાદીઓ ‘મિસ કોલ’નો જવાબ આપવાનું ટાળો
યુવતીએ કહ્યું, જો તમે મારી નજીક હોવ તો ઘણું થઇ શકે..

મિસ કોલનો જવાબ આપનારી વ્યક્તિ સાથે ગલગલિયાં કરાવતી વાતો કરે છેઃ માત્ર ૩ મિનિટમાં મોબાઇલ ફોનનું બિલ ૧૩૫ રૂપિયા

અમદાવાદ, શનિવાર
અમદાવાદને ચીટરો માટેનું સ્વર્ગ ગણવામાં આવે છે. સમયાંતરે અવારનવાર નવા નવા નુસ્ખાઓ કરીને ભોળી ગણાતી ગુજરાતી પ્રજાને છેતરવામાં આવે છે. હાલમાં ઠગાઇની એક અજીબોગરીબ પદ્ધતિ ઘ્યાન પર આવી છે. જેમાં યુવતીઓ ગમે તે મોબાઇલ પર મિસ કોલ કરે છે જેનો જવાબ આપનારી વ્યક્તિનો મોબાઇલ ફોનમાંથી માત્ર ત્રણ મિનિટમાં જ ૧૩૫ કટ થઇ રહ્યા છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા હિતેશ શાહ (નામ બદલ્યુ છે)ને પણ આવો જ અનુભવ થયો છે. હિતેશ કહે છે કે મારા મોબાઇલ પર ૯૬૦૯૦૦૧૮૪૬ નંબરના ફોન પરથી મિસ કોલ આવ્યો હતો. આથી મેં તે નંબર પર કરતા સામેથી યુવતીનો અવાજ સંભળાતો હતો. આથી મેં તેને પૂછ્‌યું કે તમે મને કેમ મિસ કોલ કર્યો, તમારે કોનું કામ છે? જેથી જવાબમાં યુવતીએ કહ્યું કે મારે તમારી જોડે વાત કરવી છે. ત્યારબાદ યુવતીએ મને મારં નામ- સરનામું વગેરે પૂછવાનું ચાલુ કર્યું.
યુવતી અજાણી હોવાથી મેં કહ્યં કે તમારી વાત પૂર્ણ થઇ ગઇ હોય તો ફોન મુકો. તો તેમણે કહ્યું કે મારે તમારું બીજું કામ છે. મેં પૂછ્‌યું કે બીજું શું કામ છે? જેના જવાબમાં યુવતીએ કહ્યું કે તમે મારાથી દૂર બેઠા છો જેથી કંઇ થઇ શકે તેમ નથી. જો તમે મારી બાજુમાં કે નજીક બેઠા હોત તો ઘણું થઇ શક્યું હોત. આવું બોલ્યા બાદ યુવતી મારા ઘરનું સરનામું માગવા લાગી તેમજ કહ્યું કે મને તમને મળવામાં ઘણો રસ છે. હું તમને જલ્સા કરાવી દઇશ. તમારે બીજી કોઇ ચંિતા કરવાની જરૂર નથી.
યુવતીની આ વાતો પરથી તે શંકાસ્પદ લાગતા મેં તેને કહ્યું કે હું પરણેલો છું અને મારા ઘરે બે યુવાન પુત્રી તથા એક પુત્ર છે. અને મારી ઉંમર ૫૫ વર્ષની છે. આ સાંભળીને યુવતીએ તુરંત ફોન કટ કરી નાખ્યો હતો. ફોન પૂર્ણ થયા બાદ મારું ત્રણ મિનિટમાં જ ૧૩૫ રૂપિયાનું બેલેન્સ ઓછું થઇ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા કે વિદેશ ત્રણ મિનિટ વાત થાય તો પણ ૨૫ થી ૩૦ રૂપિયાનું બિલ થતું હોય છે જ્યારે અહીં તો ૧૩૫ રૂપિયા કેવી રીતે કપાયા તે બાબત આશ્ચર્ય સર્જનારી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved