Last Update : 29-April-2012, Sunday

 

પૈસાની લેતીદેતી માટે આવ્યા હોવાથી ખોટી ઓળખ આપ્યાની શંકા
‘ગોડમધર’ના પુત્ર કરણ જાડેજા સામે ફરિયાદઃ ૩ની ધરપકડ

બે યુવતી અને રૂા. ૪૦૦માં જામીન થયેલા શખ્સની ધરપકડ
કરણ જાડેજા અને વિશાલ ચંદારાણા ભૂગર્ભમાં ઉતરી ગયા

અમદાવાદ, શનિવાર
અમદાવાદની હોટલમાં ગત રવિવારે બે યુવતી સાથે મહેફીલ યોજતા પકડાયેલા કરણ જાડેજા, તેના મિત્ર વિશાલ ચંદારાણા સહીત પાંચ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. ‘ગોડમધર’ સંતોકબેન જાડેજાનો પુત્ર કરણ જાડેજા ખોટી ઓળખ આપી, પોલીસને છેતરીને જામીન ઉપર છૂટી ગયાના કિસ્સામાં પોલીસે કાર્યવાહી શરૂ કર્યાનું જાણી કરણ જાડેજા અને તેનો મિત્ર વિશાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વસ્ત્રાપુર પોલીસે મહેફીલમાંથી પકડાયેલી અમદાવાદની બે યુવતી અને ‘ભાડૂતી’ જામીન હારૂન સિપાઈની ધરપકડ કરી છે. પૈસાની લેતીદેતી માટે આવ્યા હોવાથી કરણે ખોટી ઓળખ આપી હોવાની પોલીસને શંકા છે.
એસ.જી. હાઈવેની ઈડન હોટલમાંથી ગત તા. ૨૩ને રવિવારે મધરાતે દરોડો પાડી પોલીસે બે યુવક અને બે યુવતીને પકડી પાડયા હતા. સોમવારે તમામને અદાલતમાં રજૂ કરાતા જામીનમુક્ત કરાયા હતા. દરમ્યાન, વસ્ત્રાપુર પોલીસને એવી વિગત મળી હતી કે, એક આરોપી કમલ સુમનભાઈ પટેલે ખોટું નામ અને ઓળખ આપ્યા હતા. એ આરોપી કમલ નહીં પણ કરણ જાડેજા હોવાની વિગતો મળી હતી. વસ્ત્રાપુરના રાજેન્દ્રસંિહે રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જઈ તપાસ કરતાં ખરેખર કરણ સરમણભાઈ જાડેજા જ હોટલમાંથી પકડાયો હતો. કરણ પોલીસમાં ખોટું સરનામું લખાવ્યું હતું.
રાજકોટ પોલીસના રિપોર્ટના પગલે વસ્ત્રાપુર પોલીસે શુક્રવારે સાંજે રાજકોટના કરણ સરમણભાઈ જાડેજા, વિશાલ જગદીશભાઈ ચંદારાણા ઉપરાંત અમદાવાદની બે યુવતી બિજલ ખડકા અને સ્નેહલ ગોહીલ ઉપરાંત ચારેય આરોપીના જામીન પડેલા જમાલપુરના હારૂન ઉસ્માનભાઈ સિપાઈની સામે ફરિયાદ નોંધી હતી. પોલીસ તથા કોર્ટને ગેરમાર્ગે દોરવા અને તેમાં મદદગારી કરવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. આજે બે યુવતીઓ બિજલ, સ્નેહલ અને જામીન પડેલા હારૂન સિપાઈની ધરપકડ કરાયાનું એ.એસ.આઈ. નઈમખાન પઠાણે ઉમેર્યું હતું. પોલીસે ઉમેર્યું કે, હારૂન સિપાઈ માત્ર ૪૦૦ રૂપિયા મળે તે માટે જામીન થયો હતો. તેણે આરોપીઓને ઓળખતો હોવાની ખોટી ખાતરી અદાલતને આપી હોવાથી તેની સામે કાર્યવાહી કરાઈ છે. પોલીસને એવી શંકા છે કે- વિશાલ અને કરણ પૈસાની લેતીદેતી કે પૈસાના હવાલા માટે અમદાવાદ આવ્યા હોવા જોઈએ તેથી કરણે ઓળખ છૂપાવી હશે. તેમનું અમદાવાદ આવવાનું ખરૂ કારણ બન્ને પકડાયા પછી ખબર પડશે. હાલમાં તો કરણ અને વિશાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved