Last Update : 29-April-2012, Sunday

 
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો ‘ચાલતો આંબો’ ૨ કિ.મી. ચાલ્યો
 
દક્ષિણ ગુજરાતના અનેક વૃક્ષો ‘‘હેરીટેજ ટ્રી’’ની યાદીમાં

આંબાની ડાળીઓ વર્ષોથી આકાશ તરફ વધવાને બદલે જમીનથી સમાંતર વધતાં જ્યાં જમીનને અડે ત્યાંથી નવો રોપો ઉગી આવે છે
વલસાડ, તા.૧૧
ગુજરાતના ‘‘હેરીટેજ ટ્રી’’ના સર્વેમાં ઉમરગામના સંજાણમાં આવેલા ચાલતો આંબો, વલસાડ તાલુકાના કકવાડીમાં આવેલું ચોરઆમલાનું વૃક્ષ, વ્યારા તાલુકાના ઘટા ગામનું વડનું વૃક્ષ, કપરાડા તાલુકાનું મધપ્રિય શામરનું વૃક્ષ સહિત દક્ષિણ ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક વિશિષ્ટતા ધરાવતા અનેક વૃક્ષોએ સ્થાન મેળવ્યું છે. આ ‘‘હેરીટેજ ટ્રી’’ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ અને પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની રહેશે.
ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વનસંરક્ષક એચ.એસ. સંિહે સમગ્ર રાજ્યમાં ધાર્મિક, ઐતિહાસિક અને વનસંપદાની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતા વૃક્ષોને સર્વે કરાવવાનું કામ ઉપાડ્યું હતું. આ વૃક્ષોનું સર્વેક્ષણ કરાયા બાદ તેમને આરક્ષિત વૃક્ષો તરીકે જાહેર કરવાની દિશામાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વનસંપદાની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતાં વૃક્ષોમાં દક્ષિણ ગુજરાતના અનેક વૃક્ષોનો ‘‘હેરિટેજ ટ્રી’’ તરીકે સમાવેશ થયો છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં આવેલા ચાલતા આંબાએ સૌનું ઘ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ‘‘વોકંિગ મેંગો ટ્રી’’ વિશે કહેવાય છે કે તે ૧૨૦૦ વર્ષ કરતાં પણ વઘુ જુનો છે. જે પારસીઓએ વાવ્યા બાદ આજે મૂળ સ્થાનથી ૨ કિલોમીટર ઉપરાંતનું સ્થળાંતર કરી ચૂક્યો છે. આ આંબાની ડાળીઓ વર્ષોથી આકાશ તરફ વધવાને બદલે જમીનથી સમાંતર (આડો) વધતાં જ્યાં જમીનને અડે ત્યાંથી નવો રોપો ઉગી આવે છે. સામાન્ય રીતે દરેક વૃક્ષો આકાશ તરફ વધે છે પણ આ ચાલતો આંબો આડો વધે છે અને જ્યાં જમીનને અડે ત્યાંથી નવો રોપો ઉગે છે. સંજાણમાં આવેલા આ આંબાની વિશિષ્ટતા ભૂંસાઇ ન જાય તે માટે કોઇ તેને નુકસાન પહોંચાડતું નથી. જેની જમીનમાં આંબો જાય તે જમીન માલિક વિરોધ કરતા નથી. અગાઉ આ આંબો વલીઅહેમદની જમીનમાં હતો જ્યારે હાલમાં અહેમદભાઇની જમીનમાં છે.
આ ‘‘હેરિટેજ ટ્રી’’ની યાદીમાં કપરાડા તાલુકાના દિનબારી ગામે આવેલું શામરનું ઝાડ પણ સ્થાન પામ્યું છે. કહેવાય છે કે આ ઝાડ પર એક સાથે ૧૦૦ થી વઘુ મધપૂડા બેસે છે. વલસાડ જિલ્લાના અન્ય વૃક્ષોમાં વલસાડ તાલુકાના કકવાડી ગામે આવેલું ચોરઆમલાના વૃક્ષને સ્થાન મળ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved