Last Update : 29-April-2012, Sunday

 

ગુજરાતના શહેરી વિસ્તારોની ૭૦ઃ૨૦ઃ૧૦ ના ધોરણવાળી યોજના
સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

ખાનગી સોસાયટીઓ સ્કીમમાં જોડાયા બાદ ઝાંપા-ઝાંપલી મૂકી પ્રવેશ પ્રતિબંધો નહીં લાદી શકે

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,શનિવાર
ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી ઘ્યાને રાખીને શહેરી વિસ્તારોની ખાનગી સોસાયટીઓના આંતરિક રસ્તા, લાઈટ, પાણીની પાઈપ લાઈનના કામો કરી આપવા માટે આ વર્ષના બજેટમાં જે રૂા. ૫૦૦ કરોડની લોકભાગીદારીવાળી નવી સ્કીમ જાહેર કરી છે, તેનું સૌથી મોટું નબળું પાસું એ છે કે, આ યોજનાનો લાભ લેવા માગતી ખાનગી સોસાયટીએ, સદર કામો-સવલોતોનો ઉપયોગ જાહેર હેતુ માટે થશે, એવો લેખિત ઠરાવ સબમિટ કરવાનો રહેશે, મતલબ કે, આ કામો પાર પાડ્યા બાદ તે જાહેર પ્રોપર્ટી બની જશે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ આ સંદર્ભે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, અત્યારે ખાનગી સોસાયટીઓ પોતાના પ્રવેશ દ્વારે ઝાંપા-ઝાંપલી મૂકીને જે પ્રવેશ નિયંત્રણ રાખે છે કે બપોરના કે રાત્રીના સમયે ગેટ બંધ કરી અવરજવર રોકે છે તે સોસાયટી સ્કીમમાં જોડાયા બાદ આવા પ્રતિબંધો નહીં લાદી શકે, એટલે કે આંતરિક રસ્તાનો ઉપયોગ જાહેર બની જશે.
રાજ્ય સરકારે ખાનગી સોસાયટીઓના ઠરાવમાં, જાહેર ઉપયોગની બાબત ઉપર ભાર મૂક્યો છે, ત્યારે આ સ્કીમ ઇમ્પેક્ટ ફીની યોજનાની માફક ફલોપ તો નહીં જાય ને, એવી દહેશત સાથે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે નાણા ફાળવણી કરી છે, જેમાં ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનોને રૂા. ૩૧૩.૨૫ કરોડ તથા ૧૫૯ નગરપાલિકાઓ માટે રૂા. ૧૮૬.૭૫ કરોડ આપવામાં આવશે.
કુલ ખર્ચમાં રાજ્ય સરકારનો ૭૦ ટકા, ખાનગી સોસાયટીનો ૨૦ ટકા અને સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકાનો ૧૦ ટકા હિસ્સો ધરાવતી આ સ્કીમમાં ૫ ટકા જેટલી રકમ વહીવટી ખર્ચ તરીકે મંજૂર કરી શકાશે. સ્થાનિક ધારાસભ્ય-સંસદ સભ્યને મળતી ગ્રાન્ટ આ યોજનામાં વપરાશે. આ સ્કીમનો લાભ મેળવનાર ઇચ્છુક ખાનગી સોસાયટી, ગુજરાત હાઉસંિગ બોર્ડની વસાહત કે અન્ય રહેણાંક વસાહતએ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અગર નગરપાલિકામાં ઈન હાઉસ ટેકનિકલ મંજૂરીની વ્યવસ્થાનો ઉપયોગ કરીને એસઓઆર મુજબ અંદાજ-એસ્ટીમેટ તૈયાર કરાવ્યા બાદ સભ્યોની સહીઓ સાથે અથવા ઠરાવ સાથે અરજી સહિત ૨૦ ટકા ફાળો સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકામાં જમા કરવાનો રહેશે.
નગરપાલિકા હોય તો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના પ્રાદેશિક ઇજનેર મારફતે અથવા માર્ગ-મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજૂરી મેળવવી પડશે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર નક્કી કરે તેમની પાસેથી ટેકનિકલ મંજૂરી મેળવવી પડશે. આ સ્કીમમાં કામ યોગ્ય થયું છે કે કેમ તે અંગે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર પણ મેળવવાનું રહેશે. વહીવટી મંજૂરી બાદ ખર્ચ વધી જાય તો તે સોસાયટીએ ભોગવવાનો રહેશે.
આવી જટિલ શરતો આ સ્કીમમાં લાદવામાં આવી છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનોના મર્યાદિત વિસ્તારોમાં ૫૦ઃ૫૦ ટકાના ધોરણવાળી સ્કીમ અમલમાં હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી ઘ્યાને લઈ શહેરી મતદારોને ખુશ કરવા માટે સ્કીમનું ફલક વિસ્તારી તેને સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ આવરી લેવાઈ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved