Last Update : 29-April-2012, Sunday

 
ફ્રેન્ચ આર્કિટેક્ટ પીએર કાદોના મતે
અમદાવાદમાં વિશ્વની અજાયબી જેવાં ૩૦૦૦ કલાત્મક મકાનો
 

નવ વર્ષ પહેલાં શહેરના ૨૨ મકાનોનું પુનઃ સ્થાપન કરનારા આર્કિટેક્ટનું પોળવાસીઓએ અભિવાદન કર્યું

અમદાવાદ, શુક્રવાર
પોળમાંથી પોળ અને ગલીમાંથી ગલી, માણેક ચોકમાંથી નીકળીને માણેક ચોકમાં મલી ... આ પંક્તિઓ અમદાવાદી માટે નવી નથી પણ આજે એવા કેટલાં પોળીયોઓ બચ્યા છે કે જે આખા અમદાવાદની પોળમાંથી સોંસરવા નીકળીને આ શહેરને બતાવે? તમને નવાઈ લાગશે પણ ફ્રાન્સથી આવેલા પિએર કાદો તમને ઉપરોક્ત પંક્તિને સાર્થક કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. અમદાવાદના બાવીસ જેટલી જર્જરીત ઈમારતોને ૨૦૦૩ દરમ્યાન ડિઝાઈન કરીને રીસ્ચોર કરનાર પિએર કાદોએ પાંચ વર્ષ પછી ફરી અમદાવાદમાં પગ મૂકતાની સાથે જ હાજા પટેલની પોળથી લઈને કાળુપુરની વોરાવાડ સુધીના સ્થાનિક લોકોએ તેમને આવકાર્યા હતા.
આજથી વર્ષો પહેલા જ્યારે ફ્રાન્સ સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સમન્વયથી અમદાવાદના જૂના કલાત્મક ઘરોને રિસ્ટોર કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે પિએર કાદોના વડપણ હેઠળ ટંકશાળની હવેલી, ફતાસાની પોળ, વોરાવાડ અને દોશીવાડાની પોળના મકાનોને રિસ્ટોર કરવામાં આવ્યા હતા.
બે કરોડની ગ્રાન્ટ આપીને ફ્રાન્સ સરકારે પીએરની આવડત થકી અમદાવાદના હેરિટેજ રુટેને જીવંત બનાવ્યો હતો. આજે અમદાવાદની પોળોમાં આવેલા હેરિટેજ મકાનમાં રહેતા અનેક લોકોએ પિએરનો હૃદયથી આભાર માન્યો હતો.
પિએર એક સાવ સાદા વ્યક્તિ છે. મોઢામાં અમદાવાદી દેશી બીડી સાથે ઝીણી આંખો કરીને તે જૂના મકાનને બહુ જૂજ મિનિટોમાં તરાશી લે છે. પિએર કહે છે, વિશ્વમાં અમદાવાદ જેવું કોઈ નગર નથી. અમદાવાદના ઈતિહાસમાં જોવા મળતા વિવિધ સંસ્કૃતિની છાંટોને લીધે. આજે આપણી પાસે બહુ મોટી સંખ્યામાં ગોથિક શેલીના, બ્રિટિશ શૈલીના અને મૂળ ભારતીય શૈલીના ૩૦૦૦ જેટલા ઘરો અને હવેલીઓ છે. ઘણાં ઘરોને આર્થિક મુશ્કેલીઓને કારણે આજે પણ રિસ્ટોરેશન શક્ય નથી. આઠ વર્ષ પહેલાં આમાંથી ઘણાં મકાનો ઓછા થઈ ગયા છે.
પિએર કહે છે વિશ્વમાં અમદાવાદને એક વન્ડર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ પાસે કલાત્મક મકાનોની જે શેૈલીઓ છે તે બીજે ક્યાંય નથી. પણ અમદાવાદના હેરિટેજમાં રાજકીય ઈચ્છા જોડાય તે બહુ જરૃરી છે.
શુક્રવારે પિએરે પોળના પરિચિતો સાથે હેરિટેજના ઉજળા સંસ્મરણોને તાજા કર્યા હતા.
પિએર કહે છે, એ વખતે ટંકશાળની હવેલીને પુનર્જીવિત કરવા માટે ફ્રેંચ સરકારે ૭૪ લાખ ખર્ચ્યા હતા જેમાં કારીગરોએ આ હવેલી તૈયાર કરતી વખતે ત્રણ લાખની તો ચા પીધી હતી.
આ અંગે ટંકશાળની સામે રહેતા સ્નેહલત્તાબેન દરજી કહે છે કે પિએરે અમદાવાદને પોતાના ઘર જેવું બનાવીને માત્ર આર્કિટેકની જેમ જ નહીં પણ એક સાચા અમદાવાદી તરીકે કામ કર્યું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved