Last Update : 29-April-2012, Sunday

 
વાહન રજિસ્ટ્રેશન માટે આરટીઓમાં જવું નહીં પડે

- રાજ્ય સરકાર દ્વારા નિર્ણય

 

- ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે નવી વ્યવસ્થા

ગાંધીનગર,શુક્રવાર
રાજ્યમાં વાહનોના રજીસ્ટ્રેશન માટે આરટીઓ કચેરીમાં જઇને તેના એન્જીન અને ચેસીસ નંબરની છાપ આપવાની હાલની પદ્ધતિમાં ફેરફાર કરીને વાહન ચાલકોને રજીસ્ટ્રેશન માટે કચેરીમાં જવું જ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટેની આ નવી વ્યવસ્થામાં કંપનીના ડીલરો જ આરટીઓ કચેરીના નિયત ફોર્મમાં ચેસીસ અને એન્જીન નંબરોની છાપ લઇને આરટીઓ કચેરીમાં મોકલી આપશે. આ માટે સરકાર દ્વારા આગામી સપ્તાહમાં વિધિવત જાહેરનામુ બહાર પાડવામાં આવશે. આ નિર્ણયથી વર્ષે દસ લાખ વાહનચાલકોને સુવિધા મળશે.
નવા ખરીદવામાં આવેલા વાહનોના રજીસ્ટ્રેશન માટે હાલની વ્યવસ્થા પ્રમાણે કંપની દ્વારા આપવામાં આવેલા વાહનના સેલ લેટર અને અન્ય દસ્તાવેજો લઇને વાહનચાલકોને પોતાના વિસ્તારની આરટીઓ કચેરીમાં જવું પડે છે. જ્યાં ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીના દસ્તાવેજો અને રજૂ કરાયેલા વાહનના એન્જીન નંબર અને ચેસીસ નંબરની ચકાસણી કર્યા બાદ નિયત ફોર્મમાં પેન્સિલ વડે છાપ લેવામાં આવે છે. વાહનની નોંધણીના દસ્તાવેજોમાં આ છાપ કાયમ રહે છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે વાહન વેચનાર કંપનીના ડીલર દ્વારા જ આરટીઓના નિયત ફોર્મમાં તે વાહનના એન્જીન અને ચેસીસ નંબરની છાપ લઇ તમામ ડોક્યુમેન્ટ્‌સ આરટીઓ કચેરીમાં મોકલી આપવામાં આવશે. આ પ્રક્રિયા વાહનના વેચાણ વખતે જ પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી રજીસ્ટ્રેશન વખતે વાહનચાલકે પોતાનો સમય બગાડીને આરટીઓ કચેરીમાં જવાની કે વાહન મોકલવાની પણ જરૂર નહીં પડે. આ માટે વ્હીકલ કંપનીઓના ડીલરો સાથે પણ વાટાઘાટો કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા આગામી અઠવાડીયામાં આ માટેનું વિધિવત જાહેરનામુ બહાર પાડવામાં આવશે.
આ વ્યવસ્થા માત્ર ટુ વ્હીલર અને લાઇટ મોટર વ્હીકલ એટલે કે ફોર વ્હીલર માટે જ રહેશે. ટેક્ષી પાસીંગ અને ભારે તથા અન્ય વાહનો માટે હાલની જૂની વ્યવસ્થા યથાવત રખાશે. ગુજરાતમાં વર્ષ-૨૦૧૧માં ૮ લાખ ટુ વ્હીલરો અને ૧.૫ લાખ ફોર વ્હીલરો નોંધાયા હતા. આ નવી વ્યવસ્થાને કારણે અંદાજે વાર્ષિક દસ લાખ વાહન ચાલકોને સુવિધા મળશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved