Last Update : 29-April-2012, Sunday

 
કોટ વિસ્તારમાં ધમધમતો ‘તોડબાજીનો ગૃહ ઉદ્યોગ’
ગેરકાયદે બાંધકામો સામે અરજી કરો અને પછી તોડ કરી બેસી જાવ

નાની રૂમો તોડવા પહોંચી જતા અધિકારીઓને પાંચ માળની ઇમારત દેખાતી નથી ઃ મ્યુનિ. બોર્ડમાં ઉગ્ર રજૂઆત

અમદાવાદ, શુક્રવાર
મ્યુનિ. બોર્ડની આજે મળેલી બેઠકમાં ઇમ્પેક્ટ ફી પરત્વે લોકનું ઉદાસ વલણ અને શહેરમાં ઠેર- ઠેર ચાલી રહેલા ગેરકાયદે બાંધકામનો મુદ્દો બન્ને પક્ષ તરફથી ઉછળ્યો હતો. વિપક્ષના દરિયાપુરના કોર્પોરેટરે આક્રમક રીતે જણાવ્યું હતું કે, જ્યાં પણ બાંધકામ થતું હોય તેની વિરૂદ્ધ અરજીઓ કરીને પાછળથી તોડ કરી લેવાનો ‘ગૃહ ઉદ્યોગ’ કોટ વિસ્તારમાં ધમધમી રહ્યો છે. આવી અરજીઓ કરનારાઓની યાદી તૈયાર કરી તેમની સામે પગલા લેવાની માગણી ઉઠાવી હતી.
તેમણે ટી.ડી.ઓ. ખાતના અધિકારીઓની મીલીભગત તરફ આંગળી ચીંધીને જણાવ્યું હતું કે, એકલદોકલ તો ઠીક આવી અરજીઓ કરનારાઓની ગેંગો રચાઈ ગઈ છે જેમાં કાર્યકરો અને તેની પાછળ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એક્ટીવ હોય છે. ગેરકાયદે બાંધકામની વિરુદ્ધ અરજી કરે, ટીડીઓ તેને ઇન્વર્ડ નંબર ન આપે અને અરજી કરનારને બાંધકામ કરનારી પાર્ટીને મળી લેવાની સૂચના આપે, લેતીદેતી પતી ગયા પછી અરજી ફાટી જાય. આ પદ્ધતિ તરફ ઇશારો કરી તેમણે જણાવ્યું હતું કે, આવા લોકોના નામો જાહેર કરવા જોઈએ.
ટીડીઓ અધિકારીઓ નાનકડી રૂમ થતી હોય તો તોડવા દોડી જાય છે અને કટકિયા વાડમાં ભાજપ સાથે નાતો ધરાવતા બિલ્ડરની પાંચ માળની ઇમારત બની રહી છે તેને નોટિસ પણ આપી નથી. ખાડિયામાં સાત માળની ઇમારતમાં કેટલીય ગેરરીતિ છે. ટીડીઓની આ ભેદભાવભરી નીતિ સામે પણ હસનલાલાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
વિપક્ષના નેતાએ ચોમાસા પહેલા ડ્રેનેજનું બરાબર ડિલિસ્ટીંગ થાય તે જરૂરી હોવાની બાબત પર ભાર મૂકી નરોડા- નારોલની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સાથે ગેરકાયદે જોડાણ થઈ ગયા હોવાથી અને તેમાં કેમિકલયુક્ત પાણી જતું હોવાથી તેની કેપેસિટી ખત્મ થઈ ગઈ છે. આ સંજોગોમાં નવી પાઇપલાઇનની તેમણે હિમાયત કરી હતી. ઉપરાંત મ્યુનિ બે સમય પાણી આપવાની ગુલબાંગો પોકારે છે પણ કેટલાય એવા વિસ્તારો છે જ્યાં એક વખત પણ પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. પ્રદૂષિત પાણી વિતરણની ઠેર ઠેરથી ફરિયાદો ઉઠવા પામી છે. આ ઉપરાંત બંધ ફુવારા, મહિલા બાગમાં પુરુષોનો પ્રવેશ, માનસી ચાર રસ્તા સહિત ઠેર ઠેર ખોદકામના પડેલા રોડાં, ટ્રાફિકના બધા સિગ્નલો વગેરે મુદ્દાઓ પર પણ રજૂઆતો થઈ હતી. સતાધારી પક્ષના પાણી કમિટીના ચેરમેને ગટરના ચાલી રહેલા કામોની વિગતો આપી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved