Last Update : 29-April-2012, Sunday

 
બીજી મેએ અમદાવાદમાં તમામ જીઆઈડીસીના હોદ્દેદારોની બેઠક
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

જીઆઈડીસીની જમીનમાં ઉગી શકે તેવા વૃક્ષોના વાવેતર માટે સોઈલ ટેસ્ટ કરાવવા રૂા. ૫ લાખનો ચાર્જ માગ્યો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમ દ્વારા સિક્યોરિટીની કોઈ જ સેવાઓ ન આપવામાં આવતી હોવા છતાંય આ સેવાઓને નામે ગુજરાતની સંખ્યાબંધ ઔદ્યોગિક વસાહતોને માગણા નોટિસ પાઠવવામાં આવી છે. તેવી જ રીતે એબોરિ કલ્ચર (કઈ જમીન કયા વૃક્ષના વાવેતર માટે લાયક છે તે નક્કી) કરવાને નામે પણ સંખ્યાબંધ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૫-૫ લાખ જમા કરાવવાની નોટિસ આપી છે.
આ માગણા નોટિસ પર ૧૫ ટકાનો ઓવરહેડ ચાર્જ અને ૨૦૧૦-૧૧ના વર્ષના આ ચાર્જ ૨૦૧૨ સુધી ન ચુકવાયા હોવાથી એક વર્ષના વ્યાજના ૧૫ ટકા ચઢાવવામાં આવ્યા છે. આ નોટિસ મેળવનારી ઔદ્યોગિક વસાહતોનું કહેવું છે કે એક તરફ મહામહેનતે ઉગાડેલી લીલોતરી કાપી નાખીને ઔદ્યોગિક વસાહતની જમીનના ઊંચા દામ ઉપજાવવા જીઆઈડીસીના સત્તાવાળાઓ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ તેમને એબોરિકલ્ચને નામે રૂા. ૫ લાખનો ચાર્જ વસૂલ કરવાનો કોઈ જ અધિકાર નથી. ચોરસ મીટરદીઠ રૂા. ૧૨૫ના ભાવે આ ચાર્જ લગાડવામાં આવ્યો છે. રાજ્યની તમામ જીઆઈડીસીના અંદાજે ૪૫૦૦૦થી વઘુ ઔદ્યોગિક એકમોને આ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્ય છે.
આ નોટિસોને કારણે છંછેડાયેલા ઔદ્યોગિક વસાહતના હોદ્દેદારોએ જીઆઈડીસીના આ વલણનો પ્રતિકાર કરવા અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે બીજી મેએ અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિયેશનમાં એક તાકીદની બેઠક બોલાવી છે. રાજ્યની ૨૧૦થી વઘુ જીઆઈડીસીમાંથી ૫૦થી વઘુ જીઆઈડીસીના હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહે તેવી ધારણા છે. ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના રાજકોટના પ્રમુખ પ્રદીપ વોરાનું કહેવું છે કે આ વિવાદાસ્પદ મુદ્દાઓ સહિતના અપગ્રેડેશન ફંડના મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે અમે ૯મી એપ્રિલે એક બેઠક બોલાવી હતી અને આ મુદ્દાઓ અંગે જીઆઈડીસી સમક્ષ રજૂઆત કરી હતી.
૯મી એપ્રિલની બેઠક પછી જીઆઈડીસીએ સમાધાનકારી વલણ અપનાવી ૨૦ દિવસના ગાળામાં એટલે કે ૨૯મી એપ્રિલ સુધીમાં બિલ મોકલી આપવા જણાવ્યું હતું. આ બિલને બદલે માત્ર પત્રક મોકલી દેવા જીઆઈડીસીના સત્તાવાળાઓ સહમત થયા હતા. પરંતુ આજ દિન સુધીમાં થોડાગણા એકમોને માગણાની રકમની જાણકારી આપતા પત્રકો પાઠવવામાં આવ્યા છે. બિનસત્તાવાર માહિતી મુજબ જીઆઈડીસીએ કુલ મળીને રૂા. ૫૨૫ કરોડના લેણા નીકળતા હોવાનું કહેવાય છે. પરંતુ તેણે અત્યાર સુધીમાં અંદાજે રૂા. ૨૦૦ કરોડના લેણાની વસૂલી માટે નોટિસો પાઠવી હોવાનું જાણકારોનું કહેવું છે. જોકે જીઆઈડીસીના આ વલણ સામે લડી લેવા અથવા સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દેવા ઉદ્યોગો મક્કમ હોવાનું જાણકારોનું કહેવું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved