Last Update : 29-April-2012, Sunday

 

અમદાવાદ એરપોર્ટ પરથી ૫૧૭૭ કરોડની ૯૬૫ મેટ્રિકટન ચાંદીની આયાત!
અમદાવાદ એરપોર્ટ પર ચાંદીની આયાતમાં ૧૮૫ ટકાનો વધારો

ચાંદી પરની ડ્યૂટી વધવાની ગણતરીએ જાન્યુઆરી, ફેબુ્રઆરી ૨૦૧૨માં જંગી આયાત કરનારાઓ પાસે માલનો ભરાવો, લેવાલી વધતી નથી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ એરપોર્ટ પરથી આયાત કરવામાં આવતી ચાંદીની આયાતમાં ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષમાં એકાએક અંદાજે ૧૯૦ ટકાનો વધારો થયો છે. ચાંદી પરની આયાત ડ્યૂટીમાં બજેટમાં અંદાજે ત્રણથી ચાર ટકાનો વધારો થઈ જવાની ગણતરીએ જંગી પ્રમાણમાં ચાંદીની આયાત કરનારા અમદાવાદ-ગુજરાતના આયાતકારો પાસે માલનો ભરાવો થઈ ગયો છે. તેની સામે બજારમાં ઊંચા ભાવને કારણે લેવાલી પણ જોઈએ તેવી જોવા મળતી નથી. પરંતુ માર્ચ-એપ્રિલ ૨૦૧૨માં ચાંદીની કોઈ જ આયાત ન થતાં તેમણે તેમનો સ્ટોક ધીમે ધીમે બજારમાં ઠાલવવા માંડ્યો છે.
સોના ચાંદી બજારના જાણકારોનું કહેવું છે કે જાન્યુઆરી ૧૭, ૨૦૧૨ની દિને સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી વધારી દીધી હતી. પરિણામે બજેટમાં ચાંદી પરની આયાત ડ્યૂટીમાં ઑર વધારો થવાની શક્યતાઓ જણાઈ હતી. તેથી ચાંદીના ભાવ ઊછળી જવાની સંભાવનાએ અમદાવાદના આયાતકારોએ તથા સ્થાનિક પ્રજાએ ચાંદીની સીધી આયાત કરી હતી. જાન્યુઆરી અને ફેબુ્રઆરી ૨૦૧૨ના ગાળામાં જ ચાંદીની જંગી આયાત થઈ છે. આ આયાત ૪૦૦ ટનથી વઘુ થઈ હોવાનો અંદાજ છે. પરંતુ ત્યારબાદ બજેટમાં ચાંદી પરની ડ્યૂટીમાં કોઈ વધારો ન આવતા તેમની પાસે માલનો ભરાવો થઈ ગયો હતો.
બીજું, ૨૦૧૧ની સાલમાં ચાંદીના આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ટ્રોય ઔંશદીઠ ૪૯ ડૉલરથી તૂટીને ૨૪ ડૉલર આવી જતાં આગામી દિવસોમાં ચાંદીમાં કમાણી કરવાની તક મળી જવાની ગણતરીએ ચાંદીની આયાતમાં વધારો થયો હોવાનું જાણકારોનું કહેવું છે. આ તબક્કે રૂા. ૭૩૦૦૦ના મથાળે પહોંચેલી ચાંદી તૂટીને ૪૯,૦૦૦ના તળિયા સુધી પણ આવી હતી. હવે ચાંદીના ભાવ રૂા. ૫૦,૦૦૦થી નીચી સપાટીએ આવે તો જ તેમાં લેવાલીનો દોર જોવા મળી શકે છે. તેથી અત્યારે તેઓ ઔદ્યોગિક ડિમાન્ડને સંતોષીને તેમની પાસેનો સ્ટોક હળવો કરી રહ્યા છે. ચાંદીની કુલ ડિમાન્ડમાંથી ૫૦ ટકા ડિમાન્ડ ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે ૧૬ ટકા ચાંદી જ્વેલરી બનાવવામાં તથા ચારથી પાંચ ટકા ચાંદીનો ઉપયોગ વાસણો બનાવવામાં કરાય છે. ત્રીસ ટકા ચાંદીનું ઇન્વેસ્ટમેન્ટમાં ખપી જાય છે.
જોકે બજારના જાણકારોનું માનવું છે કે ચાંદી ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ની નાની રેન્જમાં અને ૪૫,૦૦૦થી ૬૫૦૦૦ની મોટી રેન્જમાં અથડાતી રહેશે. ગુજરાતના આયાતકારો પાસેનો સ્ટોક ઔદ્યોગિક વપરાશ માટેની ચાંદી તરીકે ખપી રહ્યો હોવાનું જાણકારોનું કહેવું છે.

વિદ્યાનગર

 ૩૯.૪

અમરેલી

 ૩૮.૯

વડોદરા

 ૩૯.૭

મહુવા

 ૩૮.૮

પોરબંદર

 ૩૮.૮

રાજકોટ

 ૩૮.૪

ઇડર

 ૩૭.૭

ગાંધીનગર

 ૩૭.૫

અમદાવાદ

 ૩૭.૪

ભાવનગર

 ૩૭.૨

સુરત

 ૩૭.૦

વલસાડ

 ૩૬.૪

ભુજ

 ૩૬.૩

ડીસા

 ૩૬.૧

વેરાવળ

 ૩૫.૦

નલિયા

 ૩૩.૪

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved