Last Update : 29-April-2012, Sunday

 
વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પહેલી જૂનથી ત્રણ મહિના સુધી
ગુજરાતમાં મતદારોના વલણ, વર્તન વિષે સેમ્પલ સર્વે થશે
ચૂંટણી પંચ દ્વારા યુપી-બિહારમાં આવા પ્રયોગ બાદ મતદાન મોટા પ્રમાણમાં વધતાં, ગુજરાતમાં પણ સ્વતંત્ર એજન્સી રોકી પ્રયોગ થશે

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર શુક્રવાર
ગુજરાતમાં ડિસેમ્બર પહેલા યોજાનારી વિધાનસભાની ચૂંટણી લક્ષમાં લઇ કેન્દ્રીય ચૂંટણી પંચ મતદારોનું જ્ઞાન, વલણ, વર્તન ઉપરાંત તેમની માન્યતા અને પદ્ધતિ જાણવા માટે સ્વતંત્ર સંસ્થા મારફતે સેમ્પલ સરવે હાથ ધરશે. મોટે ભાગે પહેલી જૂનથી શરૂ થનારો આ સરવે ત્રણ મહિના ચાલશે, ત્યા બાદ તેના તારણોના આધારે મતદાર જાગૃતિના પગલાં ભરાશે.
ચૂંટણી પંચના સૂત્રો એવો દાવો કરે છે કે, મતદારોના ‘નોલેજ, એટિટયૂડ, બીહેવિયર, બીલિફ અને પ્રેકિટસ’ જાણવાનો પ્રયોગ યુપી-બિહાર સહિતની છેલ્લી વિધાનસભા ચૂંટણીઓમાં સફળ થયો છે અને એને લીધે દરેકે દરેક ઠેકાણે મતદાન ખૂબ મોટા પ્રમાણમાં વઘ્યું છે.
રસપ્રદ એ છે કે આ સરવે દરમિયાન લોકશાહી વિષે મતદારોના વલણ અને માન્યતા જાણવામાં આવે છે અને અત્યાર સુધી બીજા રાજયોમાં થયેલા સરવેમાં ૨૦ ટકા જેટલા લોકોનો પ્રતિભાવ લોકશાહી વિષે નકારાત્મક મળ્યો હતો દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં તો ૨૩ ટકા મતદારોએ લોકશાહી પ્રથા નિષ્ફળ ગઇ હોવાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો.
આવા પ્રશ્ન સાથે તેઓનું (મતદારોનું) ભણતર કયાં સુધીનું છે, મતદાર યાદીમાં તેમણે નામ નોંધાવ્યું છે કે કેમ અને નથી નોંધાવ્યું તો કઇ બાબતો એમાં અડચણરૂપ છે, શું તેઓ નિયમિત મતદાન કરે છે અને નથી કરતાં તો શા માટે, મતદાન કરવા માટે તેઓ શા માટે આકર્ષાય છે, તેઓ ઉમદેવાર પસંદગી ઉપર ઝોક આપે છે કે રાજકીય પક્ષ ઉપર - જેવા મુદ્દાઓ આ સેમ્પલ સરવેમાં આવરી લેવાશે.
યુપીની ચૂંટણીમાં ૧૮ વિધાનસભા બેઠકો અને ૫૪૦૦ કુટુંબોને આવરી આવો સરવે થયો હતો. એ જ રીતે ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારો, મહિલાઓનું મતદાન જયાં ઓછું થતું હોય તેવા વિસ્તારો સહિત સાક્ષરતાનો દર સૌથી ઓછો અને વઘુ હોય ત્યાં, જયાં સૌથી વઘુ અને સૌથી ઓછું મતદાન નોંધાતું હોય ત્યાં આ સરવે થશે, જેનું કામ કોઇ શૈક્ષિક સંસ્થાને સોંપવામાં આવશે.
યુપી-બિહાર જેવા રાજયોમાં એવા વિધાનસભા ક્ષેત્રોમાં જયાં મહિલાઓ મતદાન કરવા માટે બહાર નીકળથાં ડરતી હોવાનું સરવેમાં બહાર આવ્યું હતું, ત્યાં આ જાણકારી બાદ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાતા, મહિલાઓએ મોટી સંખ્યામાં વોટંિગ કર્યું હતું, એવા પગલાં ગુજરાતમાં પણ ગ્રામીણ ેોક્ષેત્રોમાં સરવે પછી લઇ શકાશે, એમ આ ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.

ચૂંટણી પંચ મારફતે તમામ ક્ષેત્રોમાં મતદાર સ્લીપો વહેંચાશે
માણસામાં આ વખતે ૧૩ ટકા મતદાન વઘ્યું તે પાછળ આ બાબતે મોટો ભાગ ભજવ્યો !
(પ્રતિનિધિ દ્વારા) ગાંધનગર, શુક્રવાર
ગુજરાતમાં માણસા વિધાનસભા ક્ષેત્રની છેલ્લી પેટા ચૂંટણીમાં તમામ મતદારોને જે રીતે મતદાર-સ્લીપ કેન્દ્રીય ચૂંટણી પંચ મારફત આપવામાં આવી હતી તે રીતે વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં દરેક બેઠકમાં મતદાર સ્લીપો આપવામાં આવશે. માણસામાં ૨૦૦૭ની સરખામણીએ ૨૦૧૨માં વધેલા ૧૩ ટકા મતદાનમાં મતદાર સ્લીપોના વિતરણે મોટો ભાગ ભજવ્યો છે, એટલે આગામી સામાન્ય ચૂંટણીમાં તમામ વિસ્તારોમાં મતદાર સ્લીપો વિતરણ કરવાના ચૂંટણી પંચના નિર્ણયથી મતદાન મોટા પ્રમાણમાં વધવાની ચૂંટણી પંચને આશા છે. અત્યાર સુધી મતદાર સ્લીપોનું વિતરણ, રાજકીય પક્ષો પોતાના પસંદગીના વિસ્તારોમાં કરતા રહ્યાં છે, પણ હવે આ સ્લીપો ચૂંટણી પંચ મારફતે અપાવાથી મતદાનના દિવસે બૂથ નજીક રાજકીય પક્ષોના કાર્યકરો ટેબલ-ખુરશીઓ લગાવી બેસી રહે છે, તેમને બૂથ નજીક ફરકવા દેવામાં નહીં આવે !

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved