Last Update : 29-April-2012, Sunday

 

કોર્ટોને પણ ગેરમાર્ગે દોરી ખોટી રીતે હુકમો મેળવનાર
નિવૃત્ત પીઆઇ અને વકીલ ખંડણીનું મોટું રેકેટ ચલાવતા હતા

મેટ્રો.કોર્ટે જામીન ફગાવ્યા બાદ બંને આરોપીઓની સેશન્સ કોર્ટમાં જામીનઅરજી ઃ સીઆઇડી ક્રાઇમનું સોગદનામું

અમદાવાદ
રાજયની વિવિધ અદાલતોને ગેરમાર્ગે દોરી ખોટા સોગંદનામાઓ કરી યેનકેન પ્રકારે હુકમો મેળવી તેના આધારે લોકોને ડરાવી-ધમકાવી બ્લેકમેઇલ કરી જમીનો પચાવી પાડવાનું કૌભાંડ આચરનારા નિવૃત્ત પી.આઇ આઇ.જે.પઠાણ અને કહેવાતા એડવોકેટ આનંદ ગોસ્વામીને મેટ્રોપોલીટન કોર્ટમાંથી જામીન નહી મળતાં બંને આરોપીઓએ અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી છે.
જો કે, સીઆઇડી ક્રાઇમે આ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને વિગતવાર સોગંદનામું રજૂ કરી કેટલીક ચોંકાવનારી હકીકતોનો ખુલાસો કોર્ટના ધ્યાન પર મૂકયો હતો.
જે મુજબ, નિવૃત્ત પી.આઇ આઇ.જે.પઠાણ અને આનંદ ગોસ્વામી પૂર્વઆયોજન સાથે ખંડણીનું ખતરનાક રેકેટ ચલાવતા હતા. એટલું જ નહી, બંને આરોપીઓ તેઓની સામે હાજર થતાં કાયદાના અધિકારીઓ(સરકારી વકીલો), વકીલો અને ખુદ ન્યાયતંત્રના પદાધિકારીઓ વિરૃધ્ધ આરોપો અને ફરિયાદ કરવા ટવાયેલા છે. જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ગેરકાયદે મેળવેલા હુકમો અને કોર્ટના પ્રભાવનો પ્રયત્ન નિષ્ફળ જાય ત્યારે આરોપીઓ હિંસાનો માર્ગ અપનાવી જીવલેણ હુમલાઓ કરતાં પણ ખચકાતા નહી.
એડિશનલ સેશન્સ જજ એન.એમ.વ્યાસે સીઆઇડી ક્રાઇમના સોગંદનામાની હકીકતોની ગંભીર નોંધ લઇ તેને રેકર્ડ પર લીધું હતુ. કોર્ટ દ્વારા નિવૃત્ત પી.આઇ આઇ.જે.પઠાણની જામીનઅરજીમાં તા.૧લી મેના રોજ ચુકાદો અપાય તેવી શકયતા છે, જયારે આરોપી આનંદ ગોસ્વામીની જામીનઅરજીની તા.૩૦મીએ સુનાવણી મુકરર કરી છે. બીજીબાજુ, આ બંને આરોપીઆના રિમાન્ડ માટેની રાજય સરકારની રિવીઝન અરજી હજુ પડતર છે. જેની સુનાવણી પણ આગામી સપ્તાહમાં હાથ ધરાશે.
આ કેસમાં સીઆઇડી ક્રાઇમ તરફથી વિસ્તૃત સોગંદનામું રજૂ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટ અને એડિશનલ પબ્લીક પ્રોસીકયુટર વી.પી.અત્રે રજૂ કર્યુ હતું.

 

તોડબાજ આરોપીઓએ ૮૮ કાયદા અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી
અમદાવાદ
સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિક્ષક ભગોરાએ સોગંદનામાંમાં જણાવ્યું હતું કે, બંને આરોપીઓ તેમની સામે હાજર થતાં કાયદા અધિકારીઓ અને વકીલો અને ખુદ ન્યાયતંત્રના જયુડીશીયલ ઓફિસરો વિરુધ્ધ આરોપો અને ફરિયાદ કરતા હતા. આરોપીઓએ અલગ અલગ ૮૮ કાયદા અધિકારીઓ અને વકીલો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હાઇકોર્ટના સરકારી વકીલો વિરુદ્ધ પણ આરોપીઓએ આક્ષેપો કર્યા હતા. જેમાં ખુદ હાઇકોર્ટે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, આરોપીઓએ એપીપી વિરુદ્ધ જૂઠા આક્ષેપો કર્યા છે જે ઘણી ગંભીર બાબત ગણાય. આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા પોલીસ મથકોમાં ફરિયાદો દાખલ થયેલી છે અને વિવિધ કોર્ટોમાં તેઓની વિરુદ્ધ સંખ્યાબંધ કોર્ટ કેસો ચાલે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved