Last Update : 29-April-2012, Sunday

 
વિતેલા જમાનાની અભિનેત્રી વૈજયંતિમાલા કહે છે ઃ
હિંદી સંવાદો જાતે બોલનારી હું એક માત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી

'આંધી' માટે નામ સૂચવાયેલું પણ મારા આદર્શરૃપ ઇન્દિરાજીનું મેનરિઝમ લાવવાનું હોઇ પાત્ર ભજવવાની હિંમત ન ચાલી

અમદાવાદ
હિંદી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ અને ડાન્સર-હીરોઇનની પરંપરા શરૃ કરનાર વૈજયંતિમાલા બાલી ૭૮ વર્ષની વયે પણ એક નૃત્યાંગનાની ચુસ્તી અને સ્ટાર અભિનેત્રીની અદાઓ ધરાવે છે. 'દક્ષિણમાંથી આવનારી હું જ એકમાત્ર એવી અભિનેત્રી છું, જેને હિંદી સંવાદો માટે કદી બીજા કોઇનો અવાજ વાપરવાની જરૃર પડી નથી. મારી સમગ્ર કારકિર્દીમાં બધા હિંદી સંવાદ હું જાતે જ બોલી છું અને એ પણ દક્ષિણ ભારતીય છાંટ વગર.' આવું કહેનાર વૈજયંતીમાલા બાલીએ 'ગુજરાત સમાચાર' સાથેની ખાસ મુલાકાતમાં પોતાની કારકિર્દી વિશે ઓછી જાણીતી એવી ઘણી વાતો કરી.
'સૈંયા દિલમેં આના રે' જેવાં હિટ ગીતો ઉપરાંત નૃત્યોથી જાણીતી બનેલી 'બહાર' (૧૯૫૧) વૈજયંતિમાલાની પહેલી હિંદી ફિલ્મ હતી. ત્યાર પહેલાં 'બહાર'ની અસલ તમિલ અને તેલુગુ આવૃત્તિઓમાં તે કામ કરી ચૂક્યાં હતાં. એ વખતે એમની ઉંમર માંડ પંદર-સોળ વર્ષ. અમદાવાદની 'સુરાંગન ક્લબ'નાં મહેમાન બનેલાં વૈજંયતિમાલા કહે છે, 'મારા ઘરમાંથી કોઇ ભણ્યું ન હતું. મારી માતા વસુંધરાદેવી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રી હતાં. મારાં દાદી ઇચ્છતાં હતાં કે હું આગળ ભણું. પણ પ્રોડયુસર અમારા કૌટુંબિક મિત્ર હતા. તે મારા નૃત્યના કાર્યક્રમોથી અત્યંત પ્રભાવિત હતા. એટલે નવા ચહેરાની તલાશ વખતે તેમણે મને પસંદ કરી. તેેમના આગ્રહને કારણે મારાં નાનીએ મને ફિલ્મોમાં જવા દીધી.'
નિર્માણસંસ્થા એવીએમ સાથે વૈજયંતિમાલા પાંચ વર્ષના કરારથી બંધાયેલાં હતાં. તેમાં શરત એવી હતી કે એ ગાળામાં વૈજયંતિ દક્ષિણ ભારતના બીજા કોઇ નિર્માતા માટે કામ ન કરી શકે. મુંબઇના નિર્માતાઓને તેમાં મોકળું મેદાન મળી ગયું.'નાગિન' મુંબઇમાં વૈજયંતિમાલાની પહેલી સુપરહિટ ફિલ્મ હતી. તેના હીરો પ્રદીપકુમાર સાથે વૈજયંતિમાલાએ સૌથી વધુ- આઠ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછીના ક્રમે દિલીપકુમાર સાથે તેમણે સાત સફળ ફિલ્મો આપી. તેમાં 'દેવદાસ' અને 'ગંગાજમના' સૌથી યાદગાર ગણાય છે.
પોતે ગુમાવેલા કે ઠુકરાવેલા રોલ વિશે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે, 'દેવદાસથી હું 'ડાન્સિંગ સ્ટાર' મટીને ગંભીર અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ. તેને કારણે મેં 'મિસ્ટર એન્ડ મિસિસ ૫૫'માં કામ કરવાની ગુરૃદત્તની ઓફર નામંજૂર રાખી. એ હલ્કીફૂલ્કી ફિલ્મ હતી અને ગુરૃદત્ત ગંભીર પ્રકૃતિના માણસ. મને એમ કે એ કેવુંક જામશે? પણ પછી એ રોલ છોડી દીધાનો બહુ અફસોસ થયો. એવો જ અફસોસ બિમલ રોયનું 'બંદિની' હાથથી જતું રહ્યું એનો પણ થયો હતો. ટાઇટલ રોલ માટે મારું નામ નક્કી હતું, પણ છેલ્લી ઘડીએ શું થયું ખબર નથી, પણ એ રોલ નૂતનને મળી ગયો.' ગુલઝારની ફિલ્મ 'આંધી'માં સુચિત્રા સેને કરેલી ભૂમિકા માટે પહેલાં વૈજયંતિમાલાનું નામ વિચારાયું હતું, પણ 'ઇંદિરા ગાંધી અને તેમની પહેલાં નેહરુ મારા આદર્શ હતા. એટલે ઇંદિરા ગાંધીનું મેનરિઝમ લાવવાનું હોય, એવું પાત્ર ભજવવાની મારી હિંમત ન ચાલી.'
અફસોસ-કથા વિશે હવે ભવ્ય ભૂતકાળના યાદગાર ભાગ તરીકે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે,'એમ તો 'રામ ઔર શ્યામ'માં મારું આઠ-દસ દિવસનું શૂટિંગ થઇ ગયું હતું. પછી હું અને ફિલ્મના નિર્માતા વિમાનમાં જતા હતા ત્યારે એમણે કહ્યું કે ફિલ્મમાં હીરોઇન બદલાઇ ગઇ છે. એ સાંભળીને મને આંચકો લાગ્યો.' એ ફિલ્મમાં વૈજયંતિમાલાનો રોલે વહીદા રહેમાનને મળ્યો. 'નયા દૌર'માં જરા જુદું બન્યું. અસલ જોડી દિલીપકુમાર-મધુબાલાની હતી. શૂટિંગ શરૃ થઇ ચૂક્યું હતું, પણ મધુબાલાના પિતાએ કેટલાક વાંધા લેતાં મધુબાલા સાથેનો હિસાબ પૂરો કરીને બી.આર.ચોપ્રાએ વૈજયંતિમાલાને એ રોલ આપ્યો. રાજ કપુર સાથેના તેમના સંબંધોના ચઢાવઉતારની કથા ('બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં?') ફિલ્મી દંતકથાઓનો હિસ્સો છે.
'તમે કદી ગાયું છે ખરું?' એવા સવાલના જવાબમાં વૈજયંતિમાલા ચહેરા પર સુખદ આશ્ચર્યના હાવભાવ પાથરીને કહે છે, 'અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મમાં મેં ગીત ગાયું છે. એ ફિલ્મ હિંદી કે તમિલ-તેલુગુ નહીં, પણ બંગાળી હતી. તપન સિંહાની 'હાટે બાજારે' (૧૯૬૭) ગીતના શબ્દો અને સંગીત બધું તપન સિંહાનું હતું.' એ વાતનાં પિસ્તાળીસ વર્ષ પછી પણ નાની બાળકી જેવા ખિલખિલાટ ચહેરે ગીતના બંગાળી શબ્દો યાદ કરી બતાવે છે. 'ગીત તો પ્લેબેક સિંગર (મોટે ભાગે સંધ્યા મુખર્જી)ના અવાજમાં રેકોર્ડ થઇ ચૂક્યું હતું. પડદા પર હોઠ હલાવવા પૂરતી હું એ ગીત ગણગણી રહી હતી. પાછળ તપનદા ઉભા હતા. તેમણે મારું ગીત સાંભળ્યું. એટલે કહે, 'તું સરસ ગાય છે. તારું જ ગીત રેકોર્ડ કરીએ તો એ વધારે સ્વાભાવિક લાગશે.' હું ગભરાઇ. એમણે આશ્વાસન આપ્યું કે 'તારું ગીત સારું નહીં થાય, તો રેકોર્ડ થયેલું ગીત વાપરીશું.' પણ એ ગીત સરસ થયું અને મેં ગાયેલું એકમાત્ર ગીત બની રહ્યું.' એવી જ રીતે, પતિ ડો.બાલીનાં પહેલ અને પ્રોત્સાહન વૈજયંતિમાલાએ એક મરાઠી ફિલ્મ 'ઝેપ' (૧૯૭૧)નું નિર્માણ કર્યું હતું. જોકે, તેમણે એમાં અભિનય કર્યો નહીં.
ઓગસ્ટ ૧૩, ૧૯૩૪ (સ્કૂલની જન્મતારીખઃ ૧૯૩૩)ના રોજ જન્મેલા વૈજયંતિમાલાએ 'ગંવાર' (૧૯૭૦) પછી ફિલ્મકારકિર્દી છોડી. 'નિરૃપા રોયે 'દીવાર'માં જે રોલ કર્યો, તે પહેલાં મને ઓફર થયો હતો. એમ તો મનોજકુમારે 'ક્રાંતિ'માં કામ કરવા માટે આગ્રહ કર્યો હતો. પણ મારે ફિલ્મોમાં પાછા જવું ન હતું અને ચરિત્રભૂમિકાઓ પણ કરવી ન હતી.' એમ કહેતાં વૈજયંતિમાલા 'હજુ આજે પણ લોકો મને હીરોઇન અને ડાન્સર તરીકે યાદ કરે છે' તેનાથી સંતુષ્ટ જ નહીં, રાજી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved