Last Update : 29-April-2012, Sunday

 

ગુજરાતનું આ ગામ ઘીનું મોટું વેપારી મથક હતું

- વડાલીમાં મરાઠા-મોગલ કાળનાં અવશેષો

 

 

- પુરાતત્વ વિભાગે ખોદકામ કર્યુ

ગાંધીનગર,તા.26 એપ્રિલ, 2012

 

 

પાટણને અડીને આવેલ વડલી ગામમાં પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઉત્ખનન દરમિયાન મરાઠા - મોગલકાળના અવશેષો મળી આવ્યા છે. જમીનમાં માત્ર આઠથી દસ ફૂટ ઊંડે ઇંટ અને ચૂનાના ચણતરકામ કરાયેલું વિશાળ બિલ્ડીંગ મળ્યું છે. ગ્રામજનોના મત પ્રમાણે ત્રણસો વર્ષ અગાઉનું આ 'ઘી-કાંટા' એટલે કે ઘીના વ્યાપારનું મોટું મથક હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. પુરાતત્વ વિભાગ દ્વારા વડલી ગામ પાટણની સ્થાપના કરતા પણ જૂનું હોવાની શક્યતાના આધારે વધુ ઊંડાણમાં ઉત્ખનન શરૃ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પુરાતત્વીય વિવિધતા વધુ જોવા મળે છે. પુરાતત્વ વિભાગની સંખ્યાબંધ સાઇટો ઉત્તર ગુજરાતમાં આવેલી છે.

 

 

પાટણથી માત્ર છ કિલોમીટર દૂર આવેલા વડલી ગામમાં ૬૦ વર્ષ અગાઉ ખોદકામ દરમિયાન જૈન દેવી- દેવતાઓની અંદાજે ૧૫૦ જેટલી મૂર્તિઓ મળી આવી હતી. આથી આ સ્થવે પ્રાચિન જૈન તિર્થ હોવાના અનુમાનના આધારે રાજ્યના પુરાત્વ વિભાગ દ્વારા ઉત્ખનન શરૃ કરવામાં આવ્યું છે. ગત માર્ચ માસમાં વડલી ખાતે ખોદકામ ચાલુ કરાયું છે. દરમિયાનમાં માત્ર ૮ થી ૧૦ ફૂટ ઊંડે એક મોટું કોમ્પ્લેક્ષ મળી આવ્યું છે. રાજ્યના પુરાતત્વ નિયામક યદુવીરસિંહ રાવતે જણાવ્યું હતું કે, આ સ્થળેથી ઇંટ અને સૂચનાથી ચણતરકામ કરવામાં આવેલી વિશાળ ઇમારત મળી આવી છે.

 

 

આ સાથે માટીના કેટલાક મોટા વાસણો તથા શંખ અને છીપમાંથી બનેલા આભૂષણો પણ મળી આવ્યા છે. આ અવશેષો જોતા તે મરાઠા- મોગલ કાળ એટલે કે, અઢીસોથી ત્રણસો વર્ષ જૂના હોવાનું જણાયું છે. વડલીના ગ્રામજનો સાથેની વાતચીતમાં એવું જણાયું છે કે, આ સ્થળને 'ઘી-કાંટા' તરીકે ઓળખવામાં આવતું હતું. જેથી ઉત્ખનન દરમિયાન જે બિલ્ડીંગ મળી આવ્યું છે તે ઘીના વેપાર માટેનું મુખ્ય મથક હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ સ્થળે ઘીનો મોટાપાયે વેપાર થતો હોવાનું અને તેથી જ વડલીની આસપાસ વસવાટ શરૃ થયો હોવાનું મનાઇ રહ્યું છે.

 

 

ગ્રામજનોના કહેવા મુજબ વડલી પાટણ કરતાં પણ જુનું છે. જેથી વધુ પ્રાચિન અવશેષો શોધવા માટે વધુ નીચે ઉત્ખનન શરૃ કરવામાં આવ્યું છે. જેના આધારે સાચો કાળક્રમ જાણી શકાશે. વડલીમાં ૬૦ વર્ષ અગાઉ દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવતાં અહીં જૈન તિર્થ હોવાનું મનાતું હતું પરંતુ ઉત્ખનન દરમિયાન તિર્થના કોઇ અવશેષો મળ્યા નહીં હોવાથી મોગલોના આક્રમણ વખતે મૂર્તિઓ છૂપાવવા માટે અહીં દાટવામાં આવી હોવાની શક્યતા છે.

 

 

ગુજરાતના પુરાતત્વ વિભાગના ઉત્ખનન અને અભ્યાસમાં ઉત્તર ગુજરાતનું સૌથી પ્રાચિન ગામ મોઢેરા હોવાનું જણાયું છે. પુરાતત્વ નિયામક યદુવીરસિંહ રાવતના જણાવ્યા પ્રમાણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોના આધારે મોઢેરા સૌથી પ્રાચિન હોવાનું અને ઇસવીસનની પ્રથમ સદીમાં સ્થપાયું હોવાનું મનાય છે. જ્યારે વડનગર પાંચમી સદીમાં સ્થપાયું હોવાના અવશેષો મળ્યા છે. પાટણ આઠમી સદીમાં સ્થપાયું હતું. જે તે વખતે અણહીલવાડ તરીકે ઓળખાતું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved