Last Update : 29-April-2012, Sunday

 

રેમ્પેજ મોશન પિકચર્સના સીઈઓ રામ મિરચંદાની આરડીના જીવન પર ફિલ્મ બનાવશે

આ ફિલ્મ માટે આશીર્વાદ અને સૂઝાવ મેળવવા તેઓ આશા ભોંસલેને મળશે

મુંબઈ, તા. ૨૮
બોલીવુડના શ્રેષ્ઠ સંગીતકારોની યાદીમાં આર.ડી. બર્મનનું નામ છે. બધું સમુસૂતરું પાર પડશે તો છ મહિનાની અંદર દિવંગત આર. ડી. બર્મનના જીવન પર બનનારી એક ફિલ્મનું શૂટિંગ શરૃ થશે.
'વિકી ડોનર' ફિલ્મના સહ-નિર્માતાઓમાંનો ક રેમ્પેજ મોશન પિકચર્સ (આરએમપી)એ આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે.
''છેલ્લા એક વર્ષથી હું આ વિષય પર કામ કરી રહ્યો છું. આરએમપી એક સારી ફિલ્મ સાથે આવે પછી મારે આ વિષય પર વાતો કરવી હતી. 'વિકી ડોનર'ની સફળતા પછી મારી આ ફિલ્મ વિશે મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. હવે લોકોનો સંપર્ક સાધતા મને વાંધો આવશે નહીં, ''એમ આર.એમ.પી.ના સીઈઓ રામ મિરચંદાનીએ કહ્યું હતું.
આ તબક્કે રામને આર.ડી. બર્મનના પત્ની આશા ભોંસલેના આશીર્વાદ લેવા છે. ''ટૂંક સમયમાં જ હું આશાજીને મળવાનો છું. કદાચ તેમની પાસે આ ફિલ્મ અંગે સૂઝાવો હશે. તેમની મંજૂરી જરૃરી છે કારણ કે તેમના વિના વાત આગળ વધી શકે તેમ નથી. હું આર. ડી. બર્મનનો પ્રશંસક છું અને મને લાગે છે કે તેમના જીવન પર ફિલ્મ બનાવવાનો આ યોગ્ય સમય છે,'' એમ રામે ઉમેર્યું હતું.
જોકે આ તબક્કે તેઓ ફિલ્મના કલાકારો વિશે ફોડ પાડીને વાત કરવા તૈયાર નથી. પરંતુ, સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'વિકી ડોનર'ના મુખ્ય પાત્રો આયુષમાન ખુરાના અને યામી ગૌતમ આ ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે એવી શક્યતા છે. ''આશાજી અમને લીલી ઝંડી દેખાડે પછી જ અમે ફિલ્મના કલાકારો, દિગ્દર્શક જેવી બાબતો પર વિચાર કરીશું. આર. ડી. સાથે સંકળાયેલા, બીજા લોકોને પણ અમે મળવાના છીએ,'' એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
આ ફિલ્મ આર. ડી. ની યુવાવસ્થા તેમજ તેમના સંગીતની આસપાસ ચકરાવા લેશે. ''તેમની વાર્તા ઘણી રંગીન અને રસપ્રદ છે. દેશના શ્રેષ્ઠ સંગીતકારો યુવા પેઢીને મનોરંજક રીતે પરિચય આપવાનો અમારો ઇરાદો છે. આ વિષય પર એક યાદગાર ફિલ્મ બની શકે છે,'' એમ રામે કહ્યુ ંહતું.
આશા ભોંસલે સાથેની મુલાકાત માટે તેમણે ફિલ્મ વિશે તેમણે કરેલા સંશોધનનો એક ડ્રાફટ તેમજ વાર્તાના અંશ તૈયાર કર્યાં છે. અમે કયા પ્રકારની ફિલ્મની યોજના બનાવી રહ્યા છીએ એનો આ પરથી આશાજીને ખ્યાલ આવી શકશે. જોકે હજુ સુધી અમે ફાઈનલ વાર્તા નક્કી કરી નથી. અમારી પાસે કેટલાક વિકલ્પો છે. ઉદાહરણ સ્વરૃપે આઈઆઈટીના બે વિદ્યાર્થીઓએ આરડીવર્મન જીવન પર પુસ્તકો લખ્યા છે. અને આ પુસ્તકો વાર્તા માટેનું એક માધ્યમ બની શકે છે, એમ રામે કહ્યું હતું.
આ ઉપરાંત આરડીના ગીતોના હક્કો ધરાવતી મ્યુઝિક કંપનીઓ સાથે ભાગીદાર બનવાની ઇચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved