Last Update : 29-April-2012, Sunday

 

આમિર ખાનના પ્રથમ ટીવી શોનું શિર્ષક ગીત દેશભરનાં થિયેટરોમાં દેખાડાશે

રાષ્ટ્રગીત પછી તરત જ આ ગીત દેખાડવામાં આવશે

મુંબઈ, તા. ૨૮
આમિર ખાન પ્રમોશન માટે નવા અખતરા કરવા માટે જાણીતો છે. તેનો પ્રથમ ટીવી શો લોન્ચ થવાના એક સપ્તાહ પૂર્વે તેને એક નવતર કલ્પના સૂઝી છે સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારા તેના નવા ટીવી શો 'સત્યમેવ જયતે'નું શિર્ષક ગીત આ બુધવારથી એક સપ્તાહ માટે દેશભરના ૩૦૦ થિયેટરોમાં રાષ્ટ્રગીત પછી દેખાડવામાં આવશે. આ ઉપરાંત પીવીઆરના બે સિનેમા થિયેટરોમાં પણ આ શોનો પ્રચાર કરવામાં આવશે.
મુંબઈ અને નવી દિલ્હીના ચુનંદા મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ફિલ્મો જોતા દર્શકોને આમિરના આ પ્રથમ શો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમના ઉત્તરો વિડિયો પર રેકોર્ડ કરવામાં આવશે. બધા જવાબ સાચા આપનારા દર્શકોની વિડિયો કલીપ ફિલ્મના મધ્યાંતર દરિયાન દેખાડવામાં આવશે.
આમિર ખાન પ્રોડકશન્સના બીબી રાવે જણાવ્યા પ્રમાણે, ''અમે ભારતના થિયેટરોમાં શોનું શિર્ષક ગીત દેખાડવાના છીએ. સિનેમા હોલમાં કોઈ ટીવી શોનું પ્રમોશન થયું હોય એવો આ પ્રથમ અવસર છે.''
સ્ટાર ઇન્ડિયાના ઈવીપી, માર્કેટિંગ અને કમ્યુનિકેશનના ગાયત્રી યાદવે જણાવ્યા પ્રમાણે, '''સત્યમેવ જયતે'ના શિર્ષક ગીતને લોકોએ ઘણો સારો આવકાર આપ્યો છે. આમિર ખાને સર્જેલા આ ગીતને થિયેટરોમાં રાષ્ટ્રગીત પછી દેખાડવામાં આવશે આ વાત અમારે માટે ગૌરવની છે.''
''થિયેટરમાં પ્રવેશતા પહેલા દર્શકો કેમેરા સામે આ ગીત ગાશે અને એ પછી મધ્યાંતરમાં તેમની જાતને મોટા પડદા પર જોશે. અમારું માનવું છે કે પોતાના દેશ ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ એક નવતર માર્ગ છે.'' એમ ગાયત્રીએ ઉમેર્યું હતું.
થિયેટરમાં જતા દર્શકો માટે આ પગલું ઉત્સાહજનક સાબિત થશે અને પોતાનો આ શો દરેક ભારતીય સુધી પહોંચે એવી ઇચ્છા ધરાવતો આમિર 'સત્યમેવ જયતે' ને ટીવી પર પ્રમોટ કરે નહીં. એ શક્ય જ નથી. આ ઉપરાંત પોતાના આ શો માટે આમિર કોઈ પણ કચાશ રાખવા માગતો નથી. શોના પ્રોમો દ્વારા પોતાની જાતને દર્શકો સુધી પહોંચાડવાથી માંડીને શોના થીમ વિશે લોકોની ઉત્સુકતા જાળવી રાખવા જેવા ઘણા રસ્તા દ્વારા આમિરે લોકોને આ શો પ્રત્યે આકર્ષવામાં સફળતા મેળવી છે.
છઠ્ઠી મેથી સ્ટાર ચેનલની બધી ચેનલો ઉપરાંત 'સત્યમેવ જયતે' દૂર દર્શન પર પણ પ્રસારિત થશે. કોઈ ટીવી શો માટે આમ પહેલી વાર થશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved