Last Update : 29-April-2012, Sunday

 
સિંગતેલમાં આગેકૂચઃ સાઉથ અમેરીકામાં સોયાબીનનો પાક ઘટયોઃ ભાવો વધુ ઉંચા જવાની ભીતી

મુંબઈ બજારમાં સોયાખોળના ભાવો વધુ રૃ.૧૦૦૦ વધ્યાઃ જોકે એરંડામાં આવકો વ્યાપક રહેતાં વાયદામાં ઉછાળે વેંચવાનું માનસ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદામાં ભાવો આરંભમાં ઉંચા રહ્યા પછી ફરી તૂટયા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૬૬ વાળા રૃ.૩૪૭૦ ખુલ્યા પછી ઘટી રૃ.૩૪૩૫ના મથાળે બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો થયા હતા જે શુક્રવારે ૬૦ ટનના હતા અને મથાળે પાછળ આજે મુંબઈ વાયદામાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. મથકોએ આવકો સારી રહી હતી. મુંબઈમાં આજે હાજર એરંડાના ભાવો રૃ.૩૩૫૦ વાળા જોકે શાંત રહ્યા હતા. સામે મુંબઈ હાજર દિવેલમાં પણ હવામાન ટકેલું રહ્યું હતું. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૯૦થી ૯૨ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૭૦થી ૬૭૨ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૪૩૪ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૨૦૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૯૫૦ તથા દિવેલના રૃ.૬૬૦થી ૬૬૨ રહ્યા હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૯, ૨૨, ૨૩ પોઈન્ટ માઈન્સમાં રહ્યાના સમાચારો હતા. ઘરઆંગણે આજે ઈન્દોર સોયાતેલ વાયદો ૭૮૦ વાળો રૃ.૭૭૮.૪૦ રહ્યો હતો. ત્યાં સોયાતેલના હાજર ભાવો રૃ.૭૦૦ તથા રિફાઈન્ડના રૃ.૭૩૫ રહ્યા હતા. મથકોએ ત્યાં આજે સોયાબીનની આવકો ૪૦ હજાર ગુણી આવી હતી અને ત્યાં સોયાબીનના હાજર ભાવો રૃ.૩૪૦૦થી ૩૪૫૦ રહ્યા હતા. રાજકોટ બાજુ આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૫૫ વાળા વધી રૃ.૧૨૮૦થી ૧૩૦૦ તથા ૧૫ કિલોના ભાવો રૃ.૧૯૨૦ વાળા ઉછળી રૃ.૧૯૬૦થી ૧૯૭૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવો વધી છેલ્લે રૃ.૬૫૮થી ૬૬૦ રહ્યા હતા. મુંબઈમાં આજે પામતેલમાં ખાસ વેપારો ન હતા. મુંબઈમાં હાજર ભાવો છેલ્લે પામતેલના રૃ.૬૬૫, સીપીઓ (ક્રૂડ પામ ઓઈલ)ના રૃ.૬૨૨ રહ્યા હતા. સોયાતેલના ભાવો છેલ્લે ડિગમના રૃ.૬૯૫ તથા રિફાઈન્ડના રૃ.૭૨૫થી ૭૨૭ રહ્યા હતા. મુંબઈમાં આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૫૫ થઈ છેલ્લે રૃ.૧૨૫૦ રહ્યા હતા જ્યારે કપાસિયા તેલના ભાવો રૃ.૭૦૪ રહ્યા હતા. સનફલાવરના ભાવો રૃ.૬૭૦ તથા રિફાઈન્ડના રૃ.૭૪૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવો રૃ.૭૮૫ તથા કોપરેલના રૃ.૭૦૦ રહ્યા હતા. મુંબઈ ખોળબજારમાં આજે સોયાખોળના ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળી રૃ.૨૯૫૦૦ બોલાયા હતા જ્યારે અન્ય ખોળો ટકેલા રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો વધુ વધવાની શક્યતા તથા તેલીબિયાંના ઉંચા ભાવો જોતાં ખાદ્યતેલોના ભાવો આગામી સપ્તાહમાં ઉંચા રહેવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સાઉથ અમેરિકામા સોયાબીનનો પાક નબળો મનાઈ રહ્યો છે. આર્જેન્ટીમાં સોયાબીનનો પાક ઘટીને ૪૩૦ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. લેટીન અમેરિકામાં સોયાબીનનો પાક ઘટયો છે સામે ચીનની માંગ જળવાઈ રહી છે. સોયાતેલના ભાવો ઉંચા જશે તો પામતેલનાભાવો પણ ઉંચે જવાની ગણતરી જાણકારો બતાવતા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved