Last Update : 29-April-2012, Sunday

 

સોનાના બિસ્કીટ વધુ રૃ.૧૧૦૦ ઉછળ્યાઃ દિલ્હીમાં રૃ.૨૯૫૪૦ની ટોચે બજાર ફરી પહોંચી

અમેરીકામાં જીડીપી ગ્રોથ નીચો આવતાં તથા સ્પેનનું રેટીંગ ડાઉન ગ્રેડ થતાં વિશ્વબજારમાં સોનામાં હેજફંડોની ચાલુ રહેલી ખરીદી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૧૦ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવો કિલોના વધુ રૃ.૧૫ ઉંચા બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૦૪૫ વાળા આજે રૃ.૨૯૧૫૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૧૮૦ વાળા રૃ.૨૯૨૯૦ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો રૃ.૫૬૮૦૦ વાળા રૃ.૫૬૮૧૫ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ૧૬૫૬થી ૧૬૫૭ ડોલરવાળા ઉંચામાં ૧૬૬૫થી ૧૬૬૬ થઈ છેલ્લે ૧૬૬૨.૫૦થી ૧૬૬૩ ડોલર રહ્યાના સમાચારો હતા. ચાંદીના ભાવો ૩૧.૧૮ વાળા ઉંચામાં ૩૧.૩૮ થઈ છેલ્લે ૩૧.૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારની મજબુતાઈ તથા ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો ઉંચા રહેતાં હાજરમાં સોના-ચાંદીની ઉંચી ગયેલી આયાત પડતરો અને ટાંચી આવકો વચ્ચે હાજર બજારમાં બંને કિંમતી ધાતુઓમાં વેચનારા ઓછા અને લેનારા વધુ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૫૬૮૦૦થી ૫૬૮૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૬૬૫૦થી ૫૬૭૦૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો મોડી સાંજે ૯૯.૫૦ના રૃ.૨૯૧૫૦, ૯૯.૯૦ના રૃ.૨૯૩૦૦ તથા ૧૦ તોલાના બિસ્કીટના રૃ.૧૧૦૦ વધી રૃ.૩૪૨૦૦૦ રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ નીચા વ્યાજ દરોની નિતી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જેથી અર્થતંત્રને ઉંચું લાવવા મદદ થઈ શકે. અમેરિકામાં જીડીપીનો વૃધ્ધી દર માર્ચ ખાતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળમાં ૨.૨૦ ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ૩ ટકા રહ્યો હતો. આ ઉપરાંત યુરોપના દેશોમાં પણ સ્થિતિ હજી નબળી અને અનિશ્ચિત રહી છે. સ્પેનનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થયાનાસમાચારો હતા. આ કારણોસર સલામત રોકાણ માટે હેજફંડોની સોનામાં ખરીદી જળવાઈ રહ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૦૦ વધી ૯૯.૯૦ના રૃ.૨૯૫૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૪૦૦ બોલાતાં ત્યાં નવો રેકોર્ડ થયો હતો. મુંબઈમાં અગાઉ સોનાના ૯૯.૯૦ના ભાવો ઉંચામાં રૃ.૨૯૬૫૦થી ૨૯૭૦૦ બોલાયા હતા. એ રેકોર્ડ મુંબઈમાં અગાઉ થયો હતો અને આજે મુંબઈમાં એ રેકોર્ડ ભાવ કરતાં હાજર ભાવો નીચા જ રહ્યા હતા. દિલ્હીમાં આજે ચાંદીના ભાવો રૃ.૧૦૦ વધી હાજરમાં રૃ.૫૬૫૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૧૪૫ વધી રૃ.૫૫૮૭૫ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved