Last Update : 29-April-2012, Sunday

 

ટ્રાયની દરખાસ્ત સ્વીકારાશે તો મોબાઈલના દરમાં ૩૦ ટકા સુધીનો વધારો થવાની શકયતા

ટેલિકોમ નિયામકે કરેલા સૂચનો પડતા મૂકવા ઓપરેટરોની સરકાર સમક્ષ માગણી

ટેલિકોમ ક્ષેત્રની નિયામક ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાય) દ્વારા નક્કી કરાયેલી રિઝર્વ પ્રાઈસમાં ૮૦ ટકા જેટલો ઘટાડો કરવા ટેલિકોમ ક્ષેત્રના આગેવાનોએ ટેલિકોમ મિનિસ્ટર કપિલ સિબલને અનુરોધ કર્યો છે. પાંચ જેટલી ટેલિકોમ કંપનીના સીઈઓએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે જો નવા સૂચિત ભાવે ઓકશન થશે તો મોબાઈલ ફોનના દરમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થશે. જે પાંચ કંપનીઓએ કપિલ સિબલને પત્ર લખ્યો છે તેમાં યુનિનોર, વિડીયોકોન, એરટેલ, આઈડીઆ સેલ્યુલર અને વોડાફોનનો સમાવેશ થાય છે. ટ્રાય દ્વારા સૂચવાયેવા માત્ર પાંચ મેગા હર્ટઝને બદલે ઉપલબ્ધ દરેક સ્પેક્ટ્રમને ઓકશનમાં મૂકવા પણ આ કંપનીઓએ રજૂઆત કરી છે.
ટ્રાયની દરખાસ્તો સ્વીકારવામાં આવશે તો ગ્રાહકોના હિતો જોખમાવા ઉપરાંત આ ક્ષેત્ર માટે મૃત્યુઘંટ સમાન બની રહેશે અને ફરિયાદો તથા લિટિગેશન ઊભા થશે. બજાર દ્વારા જ સાચો ભાવ નક્કી થવા દેવો જોઈએ એમ સીઈઓ કડક શબ્દોમાં લખેલા પત્રમાં જણાવ્યું છે. ટુજી સ્પેક્ટ્રમના નવા ઓકશન માટે દરેક યુનિટ માટે રૃપિયા ૩૬૨૨.૧૮ કરોડની બેઝ પ્રાઈસ રાખવા ટ્રાયએ સૂચવ્યું છે. ૨૦૦૮માં થયેલા ઓકશન વખતે ટેલિકોમ કંપનીઓએ ચૂકવેલી કિંમત કરતાં નવી રકમ ૧૩ ગણી કરતા પણ વધુ હોવાનું એક ટેલિકોમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.
૮૦ ટકા સ્પેકટ્રમ રાખી મૂકવાનું એકદમ જ અવ્યવહારુ બની રહેશે. સ્પેકટ્રમની ઉપલબ્ધતા મર્યાદિત રાખીને ટ્રાય સંપૂર્ણ ઓકશન પ્રક્રિયાને ખોરવવી નાખવા માંગે છે એમ પણ પત્રમાં જોરદાર આક્ષેપ કરાયો છે. સ્પેક્ટ્રમના ઊંચા ભાવને કારણે ટેલિકોમ દરમાં ૨૫થી ૩૦ ટકા વધારો થશે.
ઊંચા ઓકશન ભાવન ેકારણે ટેલિકોમ કંપનીઓ પાસે અન્ય માળખા ઊભા કરવા પૂરતા સ્રોતો ઉપલબ્ધ નહીં રહે, એમ પણ પત્રમાં જણાવાયું છે. સુપ્રીમ કોર્ટે ૧૨૨ જેટલી ટેલિકોમ કંપનીઓના લાઈસન્સ રદ કર્યા બાદ સ્પેકટ્રમના નવેસરથી યોજાનારા ઓકશન માટે ટ્રાયની માર્ગદર્શિકા આવી પડી છે. જે કંપનીઓએ પોતાના લાઈસન્સ ગુમાવ્યા છે તેમને નવા ઓકશનમાં ભાગ લેવાની છુટ અપાઈ છે પરંતું ઊંચી બેઝ પ્રાઈસ સહિતની વિવિધ દરખાસ્તોથી આ કંપનીઓ માટે ઓકશનમાં ભાગ લેવાનું ખર્ચાળ બની રહેશે એમ ટેલિકોમ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved