Last Update : 29-April-2012, Sunday

 
એનએસઈએલ પર રૃ.૫,૪૬૪ કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોનામાં ૩,૮૩૭ કિલો અને ચાંદીમાં ૨,૫૭,૭૧૧ કિલોનું વોલ્યુમઃ હિન્દુસ્તાન ઝિંક દ્વારા ૧,૫૩૦ કિલો ચાંદીનાં લીલામ
એરંડા તેલમાં ૨,૨૪૦ ટન, કપાસિયા વોશ તેલમાં ૯,૮૦૦ ટન અને આરબીડી પામોલીન તેલમાં ૩,૭૦૦ ટનની નોંધપાત્ર ડિલિવરી

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સમીક્ષા હેઠળના (૨૦થી ૨૬ એપ્રિલ) સપ્તાહ દરમિયાન ૩૪,૧૧૫ સોદામાં રૃ.૫,૪૬૪.૭૮ કરોડનાં ૩૩,૩૨,૯૪,૩૩૨ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કિંમતી ધાતુઓમાં સોનાના વિવિધ કોન્ટ્રેક્ટસમાં ૧૨,૦૭૫ સોદામાં રૃ.૧,૧૦૫.૯૧ કરોડનાં ૩,૮૩૭.૪૪૯ કિલોનાં કામકાજ થયાં હતાં. સોનામાં કુલ ૩૫૫.૮૫૩ કિલોની ડિલિવરી થઈ હતી. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૪૨.૩૦ વધી રૃ.૨,૮૯૭.૫૦ બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં રૃ.૧,૦૪૨.૮૦ કરોડનાં ૩,૬૨૦ કિલોના વેપાર થયા હતા. સોનું આઈબીએમએ માન્ય ૯૯૫ શુદ્ધતા ૧ ગ્રામ ટ્રેડ-ટુ-ટ્રેડ- નવી દિલ્હી-૧ કોન્ટ્રેક્ટ રૃ.૨૮.૭૦ વધી રૃ.૨,૮૮૪.૪૦, સોનું ૧ કિલો આયાતી બાર બેંગ્લોર (કર્ણાટક) કોન્ટ્રેક્ટ રૃ.૪૩૯ના ઉછાળા સાથે રૃ.૨૯૯,૦૮૬, સોનું આયાતી બાર ૧ કિલો મુંબઈ કોન્ટ્રેક્ટ રૃ.૮૯ વધી રૃ.૨૮,૮૯૨ તથા હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)-૨ કોન્ટ્રેક્ટ રૃ.૩૯૦ વધી રૃ.૨૯,૩૩૯, સોનું આઈબીએમએ માન્ય સ્થાનિક ટ્રેડ-ટુ-ટ્રેડ મુંબઈ-૧ કોન્ટ્રેક્ટ રૃ.૨૩૫ વધી રૃ.૨૯,૦૩૮, સોનું આયાતી ૧ કિલો સુરાણા કોર્પેે અથવા અન્ય એક્સચેન્જ અધિકૃત વિક્રેતા ચેન્નાઈ-૧ કોન્ટ્રેક્ટ રૃ.૪૬.૬૦ વધી રૃ.૨,૯૦૫.૬૦, આઈબીએમએની માન્યતા ધરાવતા એમએમટીસી ૮ ગ્રામ સુવર્ણચંદ્રક ટ્રેડ-ટુ-ટ્રેડ દિલ્હી-૧ કોન્ટ્રેક્ટ રૃ.૧૪૫ ઘટી રૃ.૨૪,૧૦૦ અને સોનું-મિની આયાતી બાર ૧૦૦ ગ્રામ હૈદરાબાદ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૪૯૩ની વૃદ્ધિ સાથે રૃ.૨૯,૩૨૩ સપ્તાહના અંતે બંધ રહ્યા હતા.
ચાંદીમાં ૪,૯૮૯ સોદામાં રૃ.૧,૪૭૬.૨૩ કરોડનાં ૨,૫૭,૭૧૧.૯૦૦ કિલોના વેપાર સાથે ૪,૪૩૭.૩૦૦ કિલોની ડિલિવરી નોંધાઈ હતી. ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૪૭ વધી બંધમાં રૃ.૫,૭૪૨ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં રૃ.૧,૪૬૫.૬૩ કરોડનાં ૨,૫૫,૭૯૨ કિલોનાં કામ થયાં હતાં. ચાંદી આયાતી બાર ૩૦ કિલો હૈદરાબાદ-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૯૨૧ ઘટી રૃ.૫૫૫,૬૩૯ થયો હતો. ચાંદીનાં ફોરવર્ડ ઓક્શન ૯૯.૩ શુદ્ધતાના હિન્દુસ્તાન ઝિંક ૩૦ કિલો બાર કોન્ટ્રેક્ટમાં અમદાવાદ-૨ કોન્ટ્રેક્ટમાં રૃ.૩.૧૨ કરોડનાં ૫૭૦ કિલો અને જયપુર (રાજસ્થાન) કોન્ટ્રેક્ટમાં રૃ.૫.૨૮ કરોડનાં ૯૬૦ કિલોનાં મળીને કુલ ૧૮ સોદામાં રૃ.૮.૪૦ કરોડનાં ૧,૫૩૦ કિલો ચાંદીનાં લીલામ થયાં હતાં.
પ્લેટિનમમાં ૬૨૭ સોદામાં રૃ.૬૮ લાખનાં ૨,૩૭૫ ગ્રામનાં કામ સાથે ૨,૧૮૫ ગ્રામની ડિલિવરી થઈ હતી. ૧ ગ્રામદીઠ ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ રૃ.૧૪ વધી રૃ.૨,૮૫૨ થયો હતો, જ્યારે પ્લેટિનમ ૧૦૦ ગ્રામ (શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ) ટ્રેડ-ટુ-ટ્રેડ મુંબઈ-૫ કોન્ટ્રેક્ટ રૃ.૩૦ ઘટી રૃ.૨,૭૭૦ બંધ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૧૦.૮૦ વધી રૃ.૫૨૧.૫૦, ઈ-લેડ રૃ.૪.૪૫ વધી રૃ.૧૫૨.૪૫, ઈ-નિકલ રૃ.૨૬.૫૦ વધી રૃ.૧,૨૮૪ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ રૃ.૪.૭૦ના સુધારા સાથે રૃ.૧૪૫.૬૦ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૮૯૯.૬૧ કરોડનાં ૧૭,૪૮૭.૮૭૦ ટન, ઈ-લેડમાં રૃ.૩૬૦.૩૪ કરોડનાં ૨૩,૮૨૩.૪૧૫ ટન, ઈ-નિકલમાં રૃ.૫૨૩.૭૧ કરોડનાં ૪,૧૫૭.૩૨૧ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૩૧૧.૦૪ કરોડનાં ૨૧,૭૨૨.૫૦૬ ટનના વેપાર થયા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર ૧૦ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૩૨ સોદામાં રૃ.૧૬.૦૩ કરોડનાં ૨,૨૪૦ ટનની ડિલિવરી થઈ હતી. સપ્તાહના અંતે કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૪૭.૪૦ ઘટી રૃ.૬૮૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ રૃ.૫૧.૮૦ ઘટી રૃ.૬૯૩ બંધ રહ્યા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૩,૩૫૦ સોદામાં રૃ.૧૮૫.૦૬ કરોડનાં ૬,૯૨,૯૨૭ ગુણીનાં કામ સાથે ૬,૯૧,૦૬૩ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ ૧ ગુણી (૭૫ કિલો)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતા કોન્ટ્રેક્ટસમાં કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૬૦ ઘટી રૃ.૬૫૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૬૧.૯૦ ઘટી રૃ.૬૬૬.૬૦ બંધ રહ્યા હતા, જ્યારે એરંડા ટ્રેડર્સ ૧૧,૨૫૦ કિલો (૭૫ કિલોની ૧૫૦ ગુણી)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતો પાટણ-૭ કોન્ટ્રેક્ટ રૃ.૭ વધી રૃ.૬૮૩ થયો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે ૧ ગુણી (૭૫ કિલો) ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૧૪.૨૦ ઘટી રૃ.૬૮૩.૧૦, દીઓદર રૃ.૧૩.૯૦ ઘટી રૃ.૬૮૦, ડીસા રૃ.૮.૭૦ ઘટી રૃ.૬૮૧.૯૦, હિમ્મતનગર રૃ.૩.૮૦ ઘટી રૃ.૬૮૦.૬૦, ખેડબ્રહ્મા રૃ.૨.૩૦ ઘટી રૃ.૬૮૦.૪૦, લખણી રૃ.૧૯.૧૦ વધી રૃ.૬૮૭.૫૦, પાટણ રૃ.૧૪.૯૦ ઘટી રૃ.૬૭૫.૭૦, પાલનપુર રૃ.૮.૫૦ ઘટી રૃ.૬૭૯, પંથવાડા ૪૦ પૈસા સુધરી રૃ.૬૮૬.૪૦, થરા રૃ.૧૨.૧૦ ઘટી રૃ.૬૮૦, વડાલી ૭૦ પૈસા વધી રૃ.૬૮૯.૩૦ અને વિસનગર રૃ.૮.૯૦ ઘટી રૃ.૬૮૭.૪૦ના સ્તરે બંધ રહ્યા હતા.
ચણા-દેશી ૧૦ મે.ટન એક્સ-ગંજબસોદા (મધ્ય પ્રદેશ) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૩ વધી રૃ.૩,૪૭૫ થયો હતો, જ્યારે વિદિશા કોન્ટ્રેક્ટ રૃ.૨૯ વધી બંધમાં રૃ.૩,૪૮૨.૫૦ રહ્યો હતો. દેશી ચણામાં રૃ.૫૯ લાખનાં ૧૭૦ ટનનો ધંધો થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૨૦૫ સોદામાં રૃ.૬૩.૮૦ કરોડનાં ૯,૮૦૫ ટનનાં કામ સાથે ૯,૮૦૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ભાવ ૧૦ કિલોદીઠ ૫ મે.ટનના કડી-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૧૦ ઘટી રૃ.૬૫૦ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટનો રૃ.૯.૩૦ ઘટી રૃ.૬૬૨.૭૦ના સ્તરે બંધ રહ્યા હતા, જ્યારે ૧૦ મે.ટન શમશાબાદ (આંધ્રપ્રદેશ)-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૧૦ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧ ઘટી રૃ.૬૨૨.૫૦ બંધ રહ્યો હતો.
ક્રૂડ સોયાબીન તેલ (સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટેડ) ૫ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોટા-૨ (રાજસ્થાન) કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૭૦ અને કોટા-૨૫ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા ઘટી રૃ.૬૮૩.૬૦ રહ્યા હતા. ક્રૂડ સોયાબીન તેલમાં ૪ સોદામાં રૃ.૨૭ લાખનાં ૪૦ ટનનાં કામ થયાં હતાં.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી ૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કલમેશ્વર (જિ.નાગપુર-મહારાષ્ટ્ર) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૪૪ વધી રૃ.૩,૭૮૪ રહ્યો હતો. રૃમાં ૪૧૪ સોદામાં રૃ.૨.૬૩ કરોડની કિંમતનાં ૭,૦૧,૮૦૮ કિલોની ડિલિવરી થઈ હતી.
સરસવના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૧ સોદામાં રૃ.૮૫ લાખનાં ૨૧૮ ટનનો ધંધો થયો હતો. સરસવ ટ્રેડર્સ ૧ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ બારન-૭ (રાજસ્થાન) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩૫ વધી રૃ.૩,૯૨૫ થયો હતો, જ્યારે રાજસ્થાન સરસવ ફાર્મર્સ ૧ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨૦ વધી રૃ.૩,૯૨૦ તથા કોટા-૭ કોન્ટ્રેક્ટ રૃ.૪૫ ઘટી રૃ.૩,૯૧૦ના સ્તરે રહ્યા હતા.
ડાંગરના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૪,૦૭૯ સોદામાં રૃ.૨૭૧.૭૪ કરોડનાં ૨૦,૮૨,૬૦૦ ગુણીનાં કામ સાથે ૨૦,૮૨,૦૦૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ડાંગરનો વારંગલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૧,૧૭૩ રહ્યા હતા. બાસમતી ડાંગરના ટ્રેડ-ટુ-ટ્રેડ હરિયાણા, સિરસા અને પંજાબ ડિલિવરી કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૬૮.૭૬ કરોડનાં ૨૦,૪૬,૦૦૦ ગુણીની વોલ્યુમ થયું હતું.
રો વુલના ટ્રેડર્સ એક્સ-લુધિયાણા (પંજાબ) ૫૦૦ કિલો ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૧,૨૩૩ સોદામાં રૃ.૧૫૭.૨૪ કરોડનાં ૨૨,૧૨,૦૦૦ કિલોની ડિલિવરી નોંધાઈ હતી. કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા ઢીલો રહી રૃ.૭૧૭.૩૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૭૦૪ના સ્તરે બંધ થયા હતા.
વુલ ટોપ ટ્રેડર્સ ૨૦૦ કિલો - ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૧૨૮ સોદામાં રૃ.૨.૮૪ કરોડનાં ૩૩,૬૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ ભાવ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટનો રૃ.૧.૫૦ ઘટી રૃ.૮૫૩ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૮૩૮ બંધ રહ્યા હતા.
આરબીડી પામોલીન તેલના ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૬૮ સોદામાં રૃ.૨૩.૪૭ કરોડનાં ૩,૭૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી. આરબીડી પામોલીન તેલનો કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૨૮ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા સુધરી રૃ.૬૪૦.૨૦ રહ્યા હતા.
લાલ મરચાં ૫૦ ગુણી (૪૦ કિલોની ૧ ગુણી)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતા ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૩૦ સોદામાં રૃ.૩.૬૦ કરોડનાં ૧૨,૯૦૦ ગુણીનાં કામ સાથે કિલોદીઠ સહારનપુર-૨ કોન્ટ્રેક્ટ રૃ.૩.૭૦ વધી રૃ.૬૯ અને સહારનપુર-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૩.૬૯ વધી રૃ.૭૦.૩૯ બંધ રહ્યા હતા.
રિફાઈન્ડ સોયાબીન તેલ (સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટેડ) ૧૦ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૪ સોદામાં રૃ.૨૭ લાખનાં ૪૦ ટનનો ધંધો થયો હતો. ૧૦ કિલોદીઠ શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫ ઘટી રૃ.૬૬૫ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૭.૨૦ ઘટી રૃ.૬૭૮.૨૦ના સ્તરે રહ્યા હતા.
રિફાઈન્ડ સનફ્લાવર તેલ (સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટેડ) ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૨૮ સોદામાં રૃ.૧૦.૧૩ કરોડનાં ૧,૫૦૦ ટનના વેપાર થયા હતા. ૧૦ કિલોદીઠ ચેન્નાઈ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫ વધી રૃ.૬૭૫ અને ચેન્નાઈ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૪.૧૦ વધી રૃ.૬૮૭.૯૦ રહ્યા હતા, જ્યારે શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫ વધી રૃ.૬૭૫ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૪.૭૦ વધી રૃ.૬૮૮.૪૦ રહ્યા હતા.
ચોખા ૧૧૨૧ રો વેરાયટીના જ ડિલિવરીપાત્ર ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૩૬ સોદામાં રૃ.૬.૮૩ કરોડનાં ૨૨,૮૦૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ક્વિન્ટલદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૫૨.૯૦ વધી રૃ.૬,૦૬૪.૪૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૫૦ વધી રૃ.૫,૯૫૦ના સ્તરે રહ્યા હતા.
રાયડો ફાર્મર્સ ૧ ગુણી (૮૦ કિલો) ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૩ સોદામાં રૃ.૧૪ લાખનાં ૪૮૫ ગુણીનો ધંધો થયો હતો. રાયડાનો નર્નેેલ (હરિયાણા) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૫૦ ઘટી રૃ.૩,૫૫૦ અને રેવારી કોન્ટ્રેક્ટ રૃ.૧,૧૪૧ વધી રૃ.૩,૫૯૧ બંધ રહ્યા હતા.
સોયાબીન ટ્રેડર્સ ૧ મે.ટન કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩૦૪.૩૦ વધી રૃ.૩,૨૪૦.૫૦ રહ્યો હતો, જ્યારે સોયાબીન ડીઓસી ટ્રેડર્સ ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં કોટા-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૨૫ વધી રૃ.૨૩,૯૬૦ અને કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨૩,૫૦૦ના સ્તરે રહ્યા હતા.
સ્ટીલ ટીએમટી બાર એક્સ કુર્નુલ (આંધ્ર પ્રદેશ) ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ રૃ.૧૦ વધી રૃ.૫૧,૮૦૦ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બારમાં ૨૪૩ સોદામાં રૃ.૩૮.૭૯ કરોડનાં ૭,૪૨૦ ટનનાં કામકાજ થયાં હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved