Last Update : 29-April-2012, Sunday

 
એમસીએક્સ-એસએક્સ પર સપ્તાહ દરમિયાન વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૭૧,૨૬૭ કરોડનું ટર્નઓવર
રૃપિયો ડોલર, યુરો, પાઉન્ડ અને યેન સામે એકંદરે નરમ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૨૦થી ૨૬ એપ્રિલ) સપ્તાહ દરમિયાન ડોલર, યુરો, બ્રિટીશ પાઉન્ડ અને યેનના કરન્સી વાયદાઓમાં ૪,૦૨,૪૦૫ સોદામાં કુલ રૃ.૭૧,૨૬૭.૭૩ કરોડનું ૧,૩૩,૩૬,૯૦૩ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. રૃપિયો ડોલર, યુરો, પાઉન્ડ અને યેન સામે નરમ હતો.
ડોલરનો મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૫૨.૫૭૨૫ ખૂલી, ઊંચામાં રૃ.૫૩.૨૮૫૦ અને નીચામાં રૃ.૫૨.૩૮૦૦ના સ્તરે રહી સપ્તાહના અંતે રૃ.૫૨.૯૦૨૫ બંધ રહ્યો હતો. રૃપિયો ડોલરના મે વાયદામાં ૩૮ પૈસા જેટલો નરમ હતો. ડોલરના જાન્યુઆરી-૧૩ના વાયદાને બાદ કરતાં અન્ય વાયદામાં રૃપિયો ૪૨ પૈસાથી ૮૭ પૈસા જેટલો ઘટયો હતો. ડોલરનો જૂન વાયદો ૪૮ પૈસા ઘટી રૃ.૫૩.૨૪૦૦, જુલાઈ ૪૩ પૈસા ઘટી રૃ.૫૩.૫૩૫૦ અને ઓગસ્ટ ૪૫ પૈસા ઘટી રૃ.૫૩.૮૩૫૦ રહ્યા હતા. ડોલરના વાયદાઓમાં ૩,૨૦,૭૫૨ સોદામાં રૃ.૬૭,૪૪૨.૦૨ કરોડનાં ૧,૨૮,૧૩,૫૦૬ લોટનાં કામકાજ થયાં હતાં.
યુરોના વાયદાઓમાં ઓગસ્ટના વાયદાને અપવાદરૃપ ગણતાં અન્ય વાયદાઓમાં રૃપિયો ૮ પૈસાથી રૃ.૧.૨૬ ઘટયો હતો. મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૯.૦૫૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૯.૮૩૫૦ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૭૦.૨૦૦૦ અને નીચામાં રૃ.૬૮.૭૭૦૦ બોલાયો હતો. યુરોના મે વાયદામાં રૃ.૧.૦૬નો ઘટાડો રૃપિયામાં થયો હતો. જૂન વાયદો રૃ.૧.૧૫ ઘટી રૃ.૭૦.૨૫૦૦ અને જુલાઈ રૃ.૧.૧૪ ઘટી રૃ.૭૧.૯૨૦૦ સપ્તાહના અંતે બંધ રહ્યા હતા. યુરોના વાયદાઓમાં કામકાજ ૩૫,૪૪૫ સોદામાં રૃ.૧,૮૨૯.૫૮ કરોડનાં ૨,૬૩,૭૧૬ લોટનું થયું હતું.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં રૃપિયામાં ૬ પૈસાથી રૃ.૧.૫૧ની નરમાઈ રહી હતી. માત્ર જુલાઈ વાયદામાં ૯ પૈસાનો સુધારો હતો. પાઉન્ડનો મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૮૪.૧૨૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૬.૦૧૨૫ અને નીચામાં રૃ.૮૪.૦૨૨૫ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૮૫.૪૯૫૦ બંધમાં રહ્યો હતો. રૃપિયો પાઉન્ડના મે વાયદામાં રૃ.૧.૫૧ ઘટયો હતો. પાઉન્ડના વાયદાઓનું વોલ્યુમ ૨૬,૮૧૭ સોદામાં કુલ રૃ.૧,૩૨૧.૬૫ કરોડનું ૧,૫૫,૬૧૪ લોટનું નોંધાયું હતું.
યેનના વાયદાઓમાં ૨૦ પૈસાથી રૃ.૧.૧૮ જેટલો ઘટાડો રૃપિયામાં રહ્યો હતો. યેનનો મે વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૪.૩૦૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૫.૩૭૫૦ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૬૫.૭૯૨૫ અને નીચામાં રૃ.૬૨.૩૭૭૫ના સ્તરને સ્પર્શ્યેે હતો. યેનના મે વાયદામાં રૃપિયો ૧.૧૮ રૃ. જેટલો ઢીલો હતો. યેનના વાયદાઓમાં ૧૯,૩૯૧ સોદામાં રૃ.૬૭૪.૪૮ કરોડનાં ૧,૦૪,૦૬૭ લોટનાં કામ થયાં હતાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે તા.૨૦ એપ્રિલે રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૧.૯૯૯૫, યુરો સામે રૃ.૬૮.૩૯૮૦, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૩.૫૩૯૮ અને ૧૦૦ યેન સામે રૃ.૬૩.૭૦૦૦નો ઠરાવ્યો હતો, જે સપ્તાહના અંતે તા.૨૬ એપ્રિલે રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૨.૫૬૭૦, યુરો સામે રૃ.૬૯.૫૬૩૦, પાઉન્ડ સામે રૃ.૮૫.૦૨૭૧ અને ૧૦૦ યેન સામે રૃ.૬૪.૭૮૦૦નો નિશ્ચિત કરાયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved