Last Update : 29-April-2012, Sunday

 
એમસીએક્સ પર રૃ.૨,૪૦,૮૭૩ કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીમાં રૃ.૧,૩૨,૨૨૨ કરોડનાં કામકાજ સાથે બંને કીમતી ધાતુના વાયદાના ભાવમાં સામસામા રાહ
સોનું તેજ, ચાંદીમાં નરમાઈઃ બિનલોહ ધાતુઓમાં સુધારોઃ ક્રૂડ તેલ વધ્યુંઃ એલચી, બટેટા, મેન્થા તેલ અને કપાસ ઘટયા
એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના (૨૦થી ૨૬ એપ્રિલ) સપ્તાહ દરમિયાન ૪૩,૭૫,૯૧૦ સોદામાં રૃ.૨,૪૦,૮૭૩.૧૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીનાં કામકાજનો હિસ્સો રૃ.૧,૩૨,૨૨૨.૯૫ કરોડનો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓ ૧૦ ગ્રામદીઠ રૃ.૨૬૫થી રૃ.૪૬૧ની રેન્જમાં વધ્યા હતા. સોનું જૂન વાયદો સપ્તાહના અંતે રૃ.૩૮૩ વધી રૃ.૨૯,૦૩૦ બંધ રહ્યો હતો. સોનાનો દૂર ડિલિવરી ડિસેમ્બર વાયદો સૌથી ઓછો રૃ.૨૬૫ ઘટી રૃ.૩૦,૦૮૦ થયો હતો, જ્યારે સોનું-મિની મે વાયદો સૌથી વધુ રૃ.૪૬૧ વધી બંધમાં રૃ.૨૮,૯૦૪ના ભાવ રહ્યા હતા. ગોલ્ડ-ગિનીના ત્રણેય વાયદા ૮ ગ્રામદીઠ રૃ.૨૦૫થી રૃ.૩૨૯ની રેન્જમાં વધ્યા હતા. ગિની એપ્રિલ વાયદો રૃ.૩૨૯ વધી રૃ.૨૩,૨૭૬ અને જૂન રૃ.૨૦૫ વધી રૃ.૨૩,૨૩૯ રહ્યા હતા. ગોલ્ડ-પેટલના વાયદા ૧ ગ્રામદીઠ રૃ.૧૦થી રૃ.૩૩ સુધર્યા હતા. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો રૃ.૩૩ વધી રૃ.૨,૮૫૪ થયો હતો. ગોલ્ડ-પેટલ દિલ્હીનો એપ્રિલ વાયદો રૃ.૧૦૧ વધી બંધમાં રૃ.૩,૦૪૪ રહ્યો હતો. સોનાથી ઊલ્ટું ચાંદીના તમામ વાયદા કિલોદીઠ રૃ.૬૫૨થી રૃ.૧,૧૮૭ની રેન્જમાં ઘટયા હતા. ચાંદી મે વાયદો રૃ.૬૫૨ ઘટી રૃ.૫૫,૯૨૪ બંધ રહ્યો હતો. ચાંદીનો દૂર ડિલિવરી ડિસેમ્બર વાયદો સૌથી વધુ રૃ.૧,૧૮૭ના ભાવઘટાડા સાથે બંધમાં રૃ.૬૦,૪૯૦ રહ્યો હતો. સોનાના વાયદાઓમાં ૭,૫૭,૪૮૬ સોદામાં રૃ.૫૬,૦૧૧.૭૯ કરોડનાં ૧,૯૪,૫૭૩ કિલો અને ચાંદીના વાયદાઓમાં ૧૪,૨૨,૯૦૩ સોદામાં રૃ.૭૬,૨૧૧.૧૬ કરોડનાં ૧૩,૬૩૧.૦૫૦ ટનનાં કામકાજ થયાં હતાં.
બિનલોહ ધાતુઓની જાતેજાતમાં સાર્વત્રિક સુધારો હતો. કિલોદીઠ તાંબાના વાયદા રૃ.૧૭.૧૦થી રૃ.૧૭.૯૫, નિકલના રૃ.૨૨.૧૦થી રૃ.૩૧.૪૦, એલ્યુમિનિયમના ૯૦ પૈસાથી રૃ.૧.૨૫, સીસાના રૃ.૨.૧૦થી રૃ.૨.૮૫ અને જસતના વાયદા રૃ.૧.૭૫થી રૃ.૨.૨૦ની રેન્જમાં વધ્યા હતા. તાંબાનો એપ્રિલ વાયદો રૃ.૧૭.૯૫ વધી રૃ.૪૩૬.૨૦, નિકલ એપ્રિલ રૃ.૩૧.૩૦ વધી રૃ.૯૫૨.૯૦, એલ્યુમિનિયમ એપ્રિલ રૃ.૧.૧૫ વધી રૃ.૧૦૭.૬૫, સીસું એપ્રિલ રૃ.૨.૮૦ વધી રૃ.૧૧૦.૭૦ અને જસત એપ્રિલ રૃ.૨.૧૦ વધી રૃ.૧૦૬ બંધ રહ્યા હતા. તાંબામાં રૃ.૩૩,૦૧૬.૦૯ કરોડનાં ૭,૭૩,૫૪૧ ટન, નિકલમાં રૃ.૬,૩૩૨.૧૭ કરોડનાં ૬૭,૯૩૮ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૨,૨૭૮.૧૮ કરોડનાં ૨,૧૨,૨૨૦ ટન, સીસામાં રૃ.૭,૧૨૯.૭૪ કરોડનાં ૬,૫૧,૨૬૫ ટન અને જસતમાં રૃ.૩,૬૦૬.૭૨ કરોડનાં ૩,૪૩,૭૯૦ ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં બેરલદીઠ રૃ.૭૪થી રૃ.૧૦૮ની વૃદ્ધિ રહી હતી. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧૦૮ વધી બંધમાં રૃ.૫,૫૦૪ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદા બેરલદીઠ રૃ.૮૮થી રૃ.૧૧૦ અને નેચરલ ગેસના વાયદા એમએમબીટીયૂદીઠ રૃ.૧૦.૫૦થી રૃ.૧૦.૭૦ જેટલા સુધર્યા હતા. બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧૧૦ વધી રૃ.૬,૩૦૫ અને નેચરલ ગેસ મે વાયદો રૃ.૧૦.૭૦ વધી રૃ.૧૧૬.૮૦ બંધ રહ્યા હતા. ક્રૂડ તેલમાં ૩,૮૩,૯૭૧ સોદામાં રૃ.૩૫,૮૯૯.૯૫ કરોડનાં ૬,૫૭,૦૨,૬૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં ૭૭૨ સોદામાં રૃ.૧૩૦.૮૯ કરોડનાં ૨,૦૯,૪૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં ૨,૩૭,૩૮૬ સોદામાં રૃ.૭,૩૨૪.૧૦ કરોડનાં ૬૭,૧૧,૭૨,૫૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના વાયદા ૧૦ કિલોદીઠ રૃ.૩.૫૦થી રૃ.૧૧.૮૦ની રેન્જમાં વધ્યા હતા. સીપીઓ એપ્રિલ વાયદો રૃ.૩.૫૦ વધી રૃ.૬૧૯.૯૦ બંધ હતો, જ્યારે એલચીના ત્રણેય વાયદા કિલોદીઠ રૃ.૫૭.૪૦થી રૃ.૯૩.૪૦ જેટલા નરમ હતા. એલચી મે વાયદો રૃ.૫૭.૪૦ ઘટી બંધમાં રૃ.૧,૧૨૭.૩૦ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૩૪.૪૦થી રૃ.૯૮.૨૦ અને તારકેશ્વર વાયદા રૃ.૬.૫૦થી રૃ.૨૧.૯૦ની રેન્જમાં ઘટયા હતા. બટેટા-મે વાયદો રૃ.૩૪.૪૦ ઘટી રૃ.૧,૦૬૮ અને તારકેશ્વર મે વાયદો રૃ.૬.૫૦ ઘટી રૃ.૮૯૦.૯૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલના ચારેય વાયદા કિલોદીઠ રૃ.૨૫૦.૨૦થી રૃ.૪૬૯.૮૦ની રેન્જમાં ઘટયા હતા. મેન્થા તેલ એપ્રિલ વાયદો રૃ.૪૬૯.૮૦ ઘટી રૃ.૧,૬૯૩ બંધ રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૃ.૧૫.૭૦ ઘટી બંધમાં રૃ.૭૪૨.૮૦ રહ્યો હતો. કોટનના ચારેય વાયદા ગાંસડીદીઠ રૃ.૨૧૦થી રૃ.૫૯૦ની રેન્જમાં વધ્યા હતા. કોટન એપ્રિલ વાયદો સૌથી ઓછો રૃ.૨૧૦ વધી રૃ.૧૬,૯૮૦ અને દૂર ડિલિવરી જુલાઈ વાયદો સૌથી વધુ રૃ.૫૯૦ વધી રૃ.૧૮,૦૬૦ સપ્તાહના અંતે બંધ રહ્યા હતા. સીપીઓમાં ૧૯,૭૩૪ સોદામાં રૃ.૧,૮૨૧.૭૦ કરોડનાં ૨,૯૦,૦૪૦ ટન, એલચીમાં ૪૪,૭૨૩ સોદામાં રૃ.૬૨૫.૦૫ કરોડનાં ૫,૪૧૯ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં ૩૧ સોદામાં રૃ.૧.૪૦ કરોડનાં ૫૦૦ ટન, બટેટા-આગ્રામાં ૫,૫૯૧ સોદામાં રૃ.૨૨૧.૧૬ કરોડનાં ૧,૯૮,૨૪૦ ટન, બટેટા-તારકેશ્વરમાં ૭૮૨ સોદામાં રૃ.૨૪.૧૨ કરોડનાં ૨૫,૯૫૦ ટન, મેન્થા તેલમાં ૭,૩૪૩ સોદામાં રૃ.૫૬૮.૧૬ કરોડનાં ૩,૦૪૦ ટન, કપાસમાં ૧,૪૭૩ સોદામાં રૃ.૨૯.૬૨ કરોડનાં ૭,૮૮૮ ટન અને કોટનમાં ૬,૨૪૩ સોદામાં રૃ.૩૩૯.૭૧ કરોડનાં ૧,૯૭,૪૭૫ ગાંસડીના વેપાર થયા હતા.
એમસીએક્સ કોમડેક્સ સપ્તાહના પ્રારંભે ૩૯૨૩.૬૭ ખૂલી, ઊપરમાં ૩૯૮૬.૬૫ અને નીચામાં ૩૯૧૬.૦૬ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે ૬૦.૯૮ પોઈન્ટ વધી ૩૯૮૫.૦૮ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૧૧.૫૦ વધી ૫૦૪૦.૫૬, એનર્જી ઈન્ડેક્સ ૧૪૦.૩૦ પોઈન્ટ વધી ૩૫૯૦.૪૧ અને એગ્રી ઈન્ડેક્સ ૧૯૦.૩૪ પોઈન્ટ ઘટી ૩૪૫૮.૫૧ સપ્તાહના અંતે બંધ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved