Last Update : 29-April-2012, Sunday

 

બેંકોના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો ઃ સારા ચોમાસાની આગાહીએ
સ્પેશ્યલ ટ્રેડીંગ સત્રમાં મેટલ, ઓટો, બેંક શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ૫૩ પોઇન્ટ વધ્યો

 
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
મુંબઇ શેરબજારોમાં આજે બીએસઇએ તેની ડીઝાસ્ટર રીકવરી સાઇટના પરીક્ષણ માટે યોજેલા ખાસ દોઢ કલાકના ૧૧ઃ૧૫ વાગ્યાથી ૧૨ઃ૪૫ વાગ્યા સુધીના સ્પેશ્યલ ટ્રેડીંગ સત્રમાં નિરસતા ખંખેરીને ખેલંદાઓ, ફંડોએ પોઝિટીવ મૂડ બતાવ્યો હતો. કોર્પોરેટ ઇન્ડિયાના ચોથા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં ખાનગી બેંકો ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંક બાદ હવે આઇસીઆઇસીઆઇ બેંકે ગઇકાલે નેટ નફામાં ૩૧ ટકાનો મજબૂત ઉછાળો નોંધાવતા અને એક્સીસ બેંકની પણ પ્રોત્સાહક કામગીરી સાથે કેબીનેટ દ્વારા બેંકિંગ અમેન્ડમેન્ટ બિલને મંજૂર કરાયાના અહેવાલોની પોઝિટીવ અસરે બેંકિંગ, પીએસયુ શેરોમાં ઇન્વેસ્ટરો- ફંડો લેવાલ રહ્યા હતા. સારા ચોમાસાની વેધશાળાની આગાહીએ ફર્ટીલાઇઝર શેરોમાં આરંભથી જ તેજી જોવાઇ હતી.
ઓટો, મેટલ, બેંકિંગ શેરોની તેજીએ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે ૭૮ પોઇન્ટ વધ્યો
ટ્રેડીંગની શરૃઆતથી જ મેટલ ઓટો, બેંકિંગ ફ્રન્ટલાઇન શેરો આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી શેરો, મારૃતી સુઝુકી, હીરો મોટોકોર્પ, બજાજ-ઓટો, ટાટા મોટર્સ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, જિન્દાલ સ્ટીલ, ભેલ, ડીએલએફમાં આકર્ષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૭૧૩૪.૨૫ સામે ૧૭૧૩૪.૧૯ મથાળે ખુલીને ૧૭૧૨૫.૮૮ના નીચે મથાળેથી સુધારાની ચાલે એક સમયે ૭૮.૧૧ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૭૨૧૨.૩૬ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે આંશિક નફારૃપી વેચવાલીએ અંતે ૫૩.૦૯ પોઇન્ટ વધીને ૧૭૧૮૭.૩૪ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્ટરલાઇટ, એક્સીસ, રેનબેક્સી, મારૃતી, હીરો મોટોકોર્પના ટેકાએ વધીને ૫૨૦૯
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આજે સ્પેશ્યલ દોઢ કલાકના ટ્રેડીંગ સત્રમાં આગલા બંધ ૫૧૯૦.૬૦ સામે ૫૨૦૯.૬૦ મથાળે ખુલીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગ્રાસીમ, સિમેન્સ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીની નરમાઇએ નીચામાં ૫૧૯૬.૩૫ થયા બાદ મેટલ શેરો સેસાગોવા, સ્ટરલાઇટ, હિન્દાલ્કો, સેઇલ, જિન્દાલ સ્ટીલ સાથે બેંકિંગ શેરો સારા પરિણામે એક્સીસ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી શેરો તેમજ ઓટો શેરો મારૃતી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ અને રિલાયન્સ ઇન્ફ્રા, રેનબેક્ષી લેબ. સહિતમાં આકર્ષણે ઉપરમાં ૫૨૧૬.૪૦ સુધી જઇ અંતે ૧૮.૪૦ પોઇન્ટ વધીને ૫૨૦૯ બંધ રહ્યો હતો.
બન્ને શેરબજારોમાં સ્પેશ્યલ સત્રમાં કુલ રૃા. ૧૨૩૨૩ કરોડનું ટર્નઓવર નોંધાયું
સ્પેશ્યલ ટ્રેડીંગ સત્રમાં આજે એનએસઇમાં કેશ સેગ્મેન્ટમાં ૭.૭૯ કરોડ શેરોમાં રૃા. ૯૦૮.૭૩ કરોડ અને ડેરીવેટીવ્ઝમાં ૨૭૭૨૭૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૧૯૫.૬૭ કરોડના ટર્નઓવર સાથે બીએસઇમાં કેશ સેગ્મેન્ટમાં ૩.૯૮ કરોડ શેરોમાં રૃા. ૨૮૨.૨૨ કરોડનું અને ડેરીવેટીવ્ઝમાં ૧૫૦૬૨૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૩૯૩૬.૧૫ કરોડનું ટર્નઓવર મળીને બન્ને શેરબજારોમાં એકત્રીત ધોરણે રૃા. ૧૨૩૨૩ કરોડનું ટર્ન ઓવર થયું હતું.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૩૬.૫૫થી વધીને ૪૦.૫૦ ઃ ૬૭૦૦ના કોલમાં કોની રમત? તેજીમાં ફીટ કરાશે?
ડેરીવેટીવ્ઝમાં એનએસઇનો નિફ્ટી મે ફ્યુચર ૨૧૦૦૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૪૮.૮૧ કરોડના ટર્નઓવરે ૫૨૧૦.૮૦ સામે ૫૨૧૬ ખુલી નીચામાં ૫૨૧૫થી ઉપરમાં ૫૨૪૦ થઇ છેલ્લે ૫૨૩૭.૩૫ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૩૬.૫૫ સામે ૩૮.૪૫ ખુલી નીચામાં ૩૫.૪૫થી ઉપરમાં ૪૧.૩૦ થઇ છેલ્લે ૪૦.૫૦ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૬૮.૮૦ સામે ૭૨ ખુલી નીચામાં ૬૮થી ઉપરમાં ૭૭ થઇ છેલ્લે ૭૬.૫૦ હતો. નિફ્ટી ૬૭૦૦ના કોલમાં સતત સળવળાટ બતાવી ખેલંદાઓને તેજીમાં ફીટ કરવાના પ્રયાસની ચર્ચા વચ્ચે ૬૭૦૦નો કોલ ૬૧૦૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૦૪.૩૪ કરોડના ટર્નઓવરે ૦.૧૫ સામે ૦.૦૫ ખુલી નીચામાં ૦.૦૫થી ઉપરમાં ૦.૧૫ બતાવી અંતે ૦.૧૫ હતો. બેંક નિફ્ટી મે ફ્યુચર ૧૦૧૪૩.૯૦ સામે ૧૦૧૫૫ ખુલી નીચામાં ૧૦૧૫૨થી ઉપરમાં ૧૦૨૩૦ સુધી જઇ છેલ્લે ૧૦૨૨૭ હતો.
એક્સીસ બેંકનો નફો ૨૫ ટકા વધ્યો ઃ શેર રૃા. ૧૭ વધ્યો ઃ આઇસીઆઇસીઆઇ, કેનરા વધ્યા
સ્પેશ્યલ ટ્રેડીંગ સત્રમાં આઇસીઆઇસીઆઇ બેંકના નેટ નફામાં ગઇકાલે ૩૧ ટકાનો ઉછાળો જાહેર થતા આકર્ષણે શેર રૃા. ૮.૧૫ વધીને રૃા. ૮૬૮.૯૦, એકસીસ બેંકનો ચોથા ત્રિમાસિકનો રૃા. ૧૦૨૦.૧૧ કરોડથી ૨૫.૨૦ ટકા વધીને રૃા. ૧૨૭૭.૨૭ કરોડ અને કુલ આવક રૃા. ૫૮૧૭.૦૬ કરોડથી ૩૧.૪૭ ટકા વધીને રૃા. ૭૬૪૭.૯૪ કરોડ જાહેર થતાં અને શેરદીઠ રૃા. ૧૪ (૧૪૦ ટકા) ડિવિડન્ડ જાહેર થતા શેર રૃા. ૧૭.૪૦ વધીને રૃા. ૧૧૨૦.૬૫ રહ્યો હતો. જ્યારે કેનરા બેંક રૃા. ૮.૮૦ વધીને રૃા. ૪૩૪.૦૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૬.૧૫ વધીને રૃા. ૩૩૭.૩૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૨.૯૫ વધીને રૃા. ૩૨૪, પીએનબી રૃા. ૬.૧૦ વધીને રૃા. ૮૪૦.૬૦ રહ્યા હતાં.
સારા ચોમાસાની આગાહીએ ફર્ટીલાઇઝર શેરોમાં તેજી ઃ આરસીએફ, ચંબલ, યુનાઇટેડ ફોસ્ફરસ વધ્યા
ચાલુ વર્ષે સારા ચોમાસાની વેધશાળાની આગાહીને પગલે આજે ફર્ટીલાઇઝર શેરોમાં તેજી આવી હતી. રાષ્ટ્રીય કેમિકલ્સ (આરસીએફ) રૃા. ૫.૩૦ ઉછળીને રૃા. ૬૧.૧૫, ચંબલ ફર્ટીલાઇઝર રૃા. ૩.૮૦ વધીને રૃા. ૭૭.૯૫, યુનાઇટેડ ફોસ્ફરસ રૃા. ૪.૧૦ વધીને રૃા. ૧૧૩.૭૦, નેશનલ ફર્ટીલાઇઝર રૃા. ૧૦.૯૫ ઉછળીને રૃા. ૮૦.૮૦, જીએસએફસી રૃા. ૪.૭૫ વધીને રૃા. ૪૩૮.૪૦, ટાટા કેમિકલ્સ રૃા. ૩.૯૫ વધીને રૃા. ૩૩૬ રહ્યા હતાં.
હિન્દુસ્તાન કોપર રૃા. ૩૭, એમએમટીસી રૃા. ૬૭ ઉછળ્યા ઃ એક્સાઇડ, મારૃતી, ગોદરેજ પ્રોપર્ટી વધ્યા
સારા ચોમાસાની આગાહી સાથે એપ્રિલ મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર સારા નીવડવાની અપેક્ષાએ ઓટો, સિમેન્ટ શેરોમાં અને રીયાલ્ટી શેરોમાં પસંદગીની લેવાલી થઇ હતી. ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૭.૮૦ વધીને રૃા. ૬૦૩, શોભા ડેવલપર્સ રૃા. ૩.૭૦ વધીને રૃા. ૩૨૯.૯૫, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૦૫ વધીને રૃા. ૧૨૭.૬૫, મારૃતી રૃા. ૧૭.૮૦ વધીને રૃા. ૧૩૯૭.૧૦, બજાજ ઓટો રૃા. ૧૬.૫૦ વધીને રૃા. ૧૫૯૯.૦૫, બજાજ ફોર્જ રૃા. ૨.૮૫ વધીને રૃા. ૩૧૮, હીરો મોટોકોર્પ રૃા. ૧૫.૫૫ વધીને રૃા. ૨૧૯૦ રહ્યા હતા. મેટલમાં હિન્દુસ્તાન કોપર રૃા. ૩૭.૪૦ ઉછળીને રૃા. ૨૯૦.૮૫, એમએમટીસી રૃા. ૬૭.૫૫ ઉછળીને રૃા. ૭૪૩.૫૦, સેઇલ રૃા. ૧.૧૫ વધીને રૃા. ૯૫.૯૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૨૫ વધીને રૃા. ૧૦૬.૩૦ રહ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved