Last Update : 29-April-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૯-૦૪-૨૦૧૨, રવિવાર
વૈશાખ સુદ આઠમ - દુર્ગાષ્ટમી
રવિપુષ્યયોગ સાંજના ૫ ક. ૪૨ મિ. સુધી.
પારસી કદમી દએ મહિનાનું ત્રીજું જસન

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૦૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૮ મિ. (સૂ) ૬ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- પુષ્ય સાંજના ૫ ક. ૪૨ મિ. સુધી પછી આશ્વ્લેષા. આજે સાંજના ૫ ક. ૪૨ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્વ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મેષ, મંગળ- સંિહ, બુધ- મીન, ગુરૂ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- તુલા (વ.), રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.વૈ. ૯
માસ-તિથિ-વાર ઃ- વૈશાખ સુદ આઠમ ને રવિવાર.
દુર્ગાષ્ટમી. વિષ્ટી બપોરના ૩ ક. ૨૯ મિ. સુધી મહાપાત. વ્યતિપાત સવારના ૧૦ ક. ૩૮ મિ. સુધી. રવિપુષ્યયોગ સાંજના ૫ ક. ૪૨ મિ. સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૫ રોજ દએપમહેર
- કદમી દએ મહિનાનું ત્રીજું જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ઘરમાં હોવ કે બહાર હોવ પરંતુ ચંિતામાં, વિચારમાં અટવાયા કરો. કામ કરવા ખાતર કરી રહ્યા હોવ તેમ લાગ્યા કરે.

 

વૃષભ ઃ આપ પત્ની- સંતાન- પરિવાર સાથે બહાર જઇ શકો. વધારાનો ખર્ચ થાય. સગા સંબંધી-મિત્રવર્ગમાં મનદુઃખ થાય નહીં તેનું ઘ્યાન રાખવું.

 

મિથુન ઃ કૌટુંબીક કામકાજમાં વાણીની કર્કશતા, તમારો ઉશ્કેરાટ, જીદ્‌ મુમતમાં તમારી પીછેહઠ થાય. પુત્રપૌત્રાદિકના પ્રશ્ને સંભાળવું પડે.

 

કર્ક ઃ નોકરી-ધંધાના, કુટુંબ પરિવારના કામ અંગે ચંિતીત રહો. સાંસારીક પ્રશ્ને ચંિતા- બિમારીથી, મતભેદથી તમારું કામ વિલંબમાં પડે.

 

સંિહ ઃ બંધનયુક્ત પરિસ્થિતિ અન્યના કારણે અનુભવાય. પોતાની નાણાંભીડ હોય, મુશ્કેલી હોય છતાં અનિચ્છાએ ખર્ચ, કામ કરવું પડે.

 

કન્યા ઃ આકસ્મિક કોઇ ફાયદો- લાભ થાય, કોઇને મળવાનું થાય. સંતાનથી સાનુકૂળતા, રાહત રહે. અગત્યના કામમાં ઘ્યાન આપી શકો.

 

તુલા ઃ માનસિક પરિતાપ છતાં આપના આનંદ, ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય. સગા સંબંધી-મિત્રવર્ગ- સંતાનથી સાનુકૂળતા રહે.

 

વૃશ્ચિક ઃ આપના રોજીંદા કામમાં હળવાશ, રાહત અનુભવી શકો. શારિરીક- માનસિક સ્વસ્થતામાં સુધારો જણાય. બહાર જઇ શકો.

 

ધન ઃ આપના કૌટુંબીક પ્રશ્નમાં, સાંસારીક પ્રશ્નમાં, નોકરી-ધંધાના કામકાજમાં ચંિતા- વિવાદ- ઉચાટ- ઉદ્વેગના કારણે શાંતિ જણાય નહીં.

 

મકર ઃ પત્ની- મિત્ર- સાસરીપક્ષ- મોસાળપક્ષથી સાનુકૂળતા રહે. ચંિતા- વ્યથાથી મુક્ત રહી બહાર જઇ શકો, આનંદમાં રહો.

 

કુંભ ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, વધારાનું કામકાજ થઇ શકે. નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય. બહાર જઇ શકો.

 

મીન ઃ આપના દૂરના સગાસંબંધીવર્ગમાં બિમારી- ચંિતાનું આવરણ આવી જાય. વડીલવર્ગના આરોગ્યની ચંિતા રહે. પિતૃપક્ષથી ચંિતીત રહો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૯-૦૪-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારી પ્રતિકૂળતા, ચંિતા ઘટતી જાય. જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને વિશેષ સાનુકૂળતા રહે. વિશેષમાં * નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં સંઘર્ષ, ચંિતા પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ લાભદાયી રહે. * આ વર્ષમાં ધર્મકાર્ય, શુભકાર્ય તેમજ વ્યવહારિક, સામાજીક કામમાં, પરિવારના કામમાં સાનુકૂળતા રહે. * બી.પી., ડાયાબીટીસ કે અન્ય બિમારી વારસાગત હોય તેમણે આરોગ્યની બેકાળજી રાખવી નહીં. * સ્ત્રી વર્ગને જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પતિ- સંતાન પરિવારની પ્રગતિથી, આવકથી, સુખસંપત્તિથી, ધર્મકાર્ય, શુભકાર્ય થાય. * વિદ્યાર્થીવર્ગને ભણવા માટેની સારી તક પ્રાપ્ત થાય. પરંતુ મિત્રવર્ગના કારણે સમય, નાણાંનો વ્યય ને ભણવાનું બગડે નહીં તેનું ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન ચંિતાતુર બેઠો હતો એ જોઈને મિત્ર મગને પૂછ્‌યું, ‘કેમ આમ ઉદાસ બેઠો છે ?’
‘શું કરું યાર ?’ છગને જવાબમાં કહ્યું, ‘હું જેને પ્રેમ કરું છું એ લીલીએ મને અઠવાડિયામાં લગ્ન કરી નાખવાની ચેતવણી આપી છે...’
‘તો એમાં શું ?’ મગને કહ્યું, ‘એક કામ વહેલું કે મોડું કરવાનું તો છે ને ?’
‘બરોબર જ છે તારી વાત’ છગને કહ્યું, ‘પણ પછી હું કોની સાથે પ્રેમ કરીશ ?... એની મને ચંિતા થાય છે.’

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved