Last Update : 28-April-2012, Saturday

 
 

ભારતીય ક્રિકેટ વર્તુળમાં તેંડુલકરના નિર્ણયની પ્રસંશા કરતાં ટીકા વધુ થઇ
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો

ગાંગુલી ને નોમિનેશન આપવા માંગણી ઃ સેહવાગ અને ચોપરાએ તેંડુલકરના નિર્ણયને આવકાર્યો

તેંડુલકર ક્રિકેટને લગતા મુદ્દાઓ પર પણ ચોક્કસ સ્ટેન્ડ લઇ શકતો નથી ઃ માંજરેકર

તેંડુલકરે તેના ક્ષેત્રમાં જ કામ કરવાનું પસંદ કરવું જોઇએ ઃ આશા ભોંસલે
નવી દિલ્હી,તા.૨૭
ભારતના લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરે કેન્દ્રની યુપીએ સરકારની ઓફર સ્વીકારીને રાજ્ય સભાના સાંસદ બનવાનો નિર્ણય લેતાં સામાન્ય ક્રિકેટ ચાહકોથી માંડીને તેંડુલકરને નજીકથી ઓળખતાં ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ વર્તુળોઓએ આશ્ચર્ય સાથે આંચકો અનુભવ્યો હતો. તેંડુલકરે ક્રિકેટના તજજ્ઞા તરીકે રાજ્ય સભામાં પ્રવેશ આપવામાં આવ્યો છે પણ મીડિયા તેમજ સામાન્ય ચાહકો તો આ ઘટનાને તેંડુલકરના રાજકારણમાં પ્રવેશ તરીકે જ જોઇ રહ્યા છે. જો કે મોટાભાગના ભૂતપૂર્વ ક્રિકેટરો તેમજ ચાહકોએ તેંડુલકરના આ નિર્ણયની ટીકા કરી હતી.
તેંડુલકરના એક સમયના સાથી અને ક્રિકેટ વિવેચક માંજરેકરે તો આ નિર્ણય અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, હું તો સ્વપ્નમાં પણ વિચારી શકતો નથી કે તેંડુલકર તેની કારકિર્દી દરમિયાન કે નિવૃત્તિ પછી પણ સાંસદ તરીકેની કામગીરી સંભાળશે. તેને રાજ્ય સભા માટે નોમિનેશન મળતાં મને આશ્ચર્ય થયું હતુ પણ જ્યારે તેણે આ ઓફર સ્વીકારી લીધી છે તેવું જાણ્યું ત્યારે તો મને રીતસરનો આંચકો લાગ્યો હતો.
માંજરેકરે ઊમેર્યું કે,હવે તો તે ભારતની દરેક શ્રેણીમાં રમતો નથી એટલે જો તે ધારે તો રાજ્ય સભામાં હાજરી આપવાનો સમય કાઢી શકે છે. જો કે તેંડુલકરના સાંસદ બનવાના નિર્ણયને લીધે મને એટલા માટે આંચકો લાગ્યો કારણ કે એક તો તે ખુબ જ શાંત અને સૌમ્ય પ્રકૃતિનો વ્યક્તિ છે. વધુમાં તે ક્રિકેટ અંગેના મુદ્દાઓ પર પણ કોઇ સ્ટેન્ડ લઇ શકતો નથી ત્યારે તે આટલી મોટી જવાબદારી કેવી રીતે ઉપાડશે.
જાણીતિ ગાયિકા આશા ભોંસલેએ પણ આ પ્રકારની જ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, જે તે વ્યક્તિએ તેના જ ફિલ્ડમાં રહેવુ જોઇએ. જો હું ગાવાનું છોડીને રાજ્ય સભામાં જાઉં અને મારા સ્વભાવ પ્રમાણેં હું સાચુ બોલીં જાઉં તો મુશ્કેલી થઇ જાય ને . એટલે હું માનું છું કે તેમણે તેમના ફિલ્ડમાં જ રહેવું જોઇએ. દેશભરના મોટાભાગના ક્રિકેટ ચાહકોએ પણ આ પ્રકારની જ લાગણી વ્યક્ત કરી હતી. તેઓ માને છે કે તેંડુલકર જેવા મહાન ખેલાડીએ તેની રમત પર અને ક્રિકેટમાં ભારત વધુને વધુ આગળ વધે તે માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. રાજકારણ એ તેંડુલકર જેવા ખેલાડીઓ માટે નથી.
ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન સૈયદ કિરમાણી અને અંશુમાન ગાયકવાડે પણ તેંડુલકરની નવી ભુમિકા અંગે તેને સાવધ કરતી કોમેન્ટ કરી હતી. જ્યારે ડાબરી જુથ સીપીઆઇના નેતા ગુરદાસ દાસગુપ્તાએ તેંડુલકરને આવકાર્યો હતો પણ સાથે સાથે એવી પણ કોમેન્ટ કરી હતી કે, ગાંગુલી જ્યારે તેના ટોચના ફોર્મમાં હતો ત્યારે તેને આ સન્માન મળવું જોઇતું હતુ. અન્ય રમતોના ખેલાડીઓને પણ આ રીતે સન્માન આપવું જોઇએ. શિવસેનાએ આ અંગે પ્રતિભાવ આપતાં કહ્યું હતુ કે, તેંડુલકર એક સ્વસ્છ છબી ધરાવતો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેના પર હાથ મુકીને કેટલાક લોકો પોતાની છબી સુધારવા માંગે છે.
ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આશા વ્યક્ત કરી કે, તેંડુલકર રાજ્ય સભામાં સાંસદ તરીકે આખઆ દેશના રમત વિશ્વની પરિસ્થિતી બદલી શકે તેમ છે. રમત-વિશ્વના એવા ઘણા પ્રશ્નો છે, કે જેને એક રમતવીર જ સમજી શકે. તેંડુલકરના આગમન બાદ આ દિશામાં સુધારા થાય તેવી આશા હું રાખું છું. તેંડુલકરના સાથી સેહવાગે ટ્વીટર પર લખ્યું હતુ કે, આ તેનો વ્યક્તિગત નિર્ણય છે અને જો તેંડુલકર રાજકારણમાં જોડાય તો તેની હાજરીથી ઘણું પરિવર્તન આવી શકે છે. આ ઉપરાત ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર બાઇચૂંગ ભુટિયા, બેંગ્લોરની ફ્રેન્ચાઇઝીના માલિક વિજય માલ્યા, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ તેંડુલકરના રાજ્યસભાના સાસંદ બનવાના નિર્ણયને આવકાર્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved