Last Update : 28-April-2012, Saturday

 
સોયની અણીની કિંમત ?

મધપુડો - હરીશ નાયક

- હીરા મુખસે ના કહે, હીરાલાલે કહ્યું ઃ 'કિ લાખ હમારા મોલ ! લાખ હમારા મોલ તો પહેલે થા, અબ અજબ કહો યા અબજ કહો. અમૂલ્ય કહો યા અણમોલ કહો, અદ્ભૂત કહો યા કમાલ કહો, અતૂલ્ય કહો યા... યા...'

એક જ હીરો એવો હતો કે જેની કિંમત હજ્જારો હીરાઓથી પણ થાય નહિ. સોનું- રૃપું- ચાંદીના ઢગ કરો તોય એ હીરાની તોલે ન આવી શકે. એ હીરાનું નામ જ અભેદ્ય હીરો.
બીજા તમામ હીરાઓ કરતાં ઘણો મોટો અને ઘણાં રંગનો. આમ જુઓ તો ભૂરો, આમ આસમાની, આમ ગુલાબી, આમ વાદળિયો !
ખજાનાનો ખજાનો હતો. કુબેરનો કુબેર હતો. નિઝામનો નિઝામ હતો. એની પહેલ એના આકાર પ્રકાર બધું જ અવનવીન. એ હીરો સાચવવોય ભારે થઇ પડે.
દર વર્ષે એક દિવસે એ હીરો કાઢવામાં આવતો. લશ્કરની હાજરીમાં એની સાફસફાઇ થતી. એ કરામત માટે વિશેષ હીરા કલાકારને જ કામ સોંપાતું.
આ વખતે ન થવાનું થયું. કલાકારે ખૂબ કાળજી રાખી હતી. સિફત તો તેની જ. પણ હીરો કોને કહ્યો છે. લસર્યો, સરસર્યો, સરકી ગયો, પડયો.
ના, ટુકડા તો ન થયા. પણ 'બચી ગયો' એમે ય ન કહેવાય.
એક તિરાડ પડી. પડી જ. નાનો સરખો વાળ જોઇ લો. જરા સરખી રેખા. જાણે કોઇએ સોયથી કાપો પાડી દીધો.
અધધધ કિંમતનો હીરો ! અને તેના પર આવી રેખા ? રાજાનું તો ગર્વ જ હણાઇ ગયું. એ હીરાને લઇને જ તો તે સોલોમન કહેવાતો હતો.
હવે થાય શું ?
બોલાવો નિષ્ણાતોને, હાજર કરો રેણ કરનારને, પકડી લાવો પારંગતને, ખેંચી લાવો ખૂબીઓના ખૂફિયાને.
આવ્યા. ઘણાં આવ્યા. દેશ દેશાવરથી આવ્યા. હીરાઓ સાથે જિંદગી વીતાવનારા આવ્યા.
પણ ના. એ કાપાનો કોઇ બાપો થયો નહિ. એ લીટી કોઈ ભૂંસી શકયો નહિ. એ રેખા કોઇ છેકી શકયો નહિ. એ તો અભેદ્ય હીરાની અભેદ્ય રેખા હતી.
રાજા સોલોમનનો તો મ્હોં છૂપાવવાનો વારો આવ્યો. વગર યુધ્ધે લડાઇ હારી ગયા. ખુમારીને જાણે મહામારી લાગી ગઈ.
જાણકારોને આમંત્રણ ચાલુ જ હતા. જે રેખા છુપાવી આપે તેને લાખ્ખો લાખ્ખો આપવાની જાહેરાત થઇ.
નસીબ કહો. એક સામાન્ય માનવી આવ્યો. એને જોઇને જ કોઇ એને કામ સોંપે નહિ.
'કોણ છો ભાઈ ?'
'હીરાઘસુ છું. હીરાઓ ઘસવામાં, તરાશવામાં, પહેલ પાડવામાં જ જિંદગી પસાર થઇ ગઈ છે. હીરાઓ સાથે કામ કરીને હું જાતે જ હીરો બની ગયો છું.'
'તું... તું આ કાપો છુપાવી શકશે ?' રાજા સોલોમને પૂછયું, 'જો પાછો તિરાડ લંબાવી દેતો નહિ..'
'એ તિરાડ જ નથી સમ્રાટ,' હીરાભાઈએ કહ્યું ઃ 'એક પાતળી સોય જેવી રેખા છે, આપ જો રજા આપો...'
'રજા આપી, પણ જોજે હોં !' રાજાએ ગભરાટથી કંપતા કહ્યું ઃ 'જો આથી વધારે કંઇક થયું છે તો..'
રાજાની તલવાર તરફ ધ્યાન આપ્યા વગર હીરાભાઇ કહે ઃ 'હવે આપ સહુ જાવ. મને મારૃં કામ કરવા દો.'
'કેટલો સમય લાગશે ?'
'આપે તેને સનાતન બનાવવો છે કે કામચલાઉ ?'
'સનાતન'
'આપે એની કિંમત છે એનાથી અનેક ગણી વધારી દેવી છે કે ચાલશે ?'
'વધારવી છે.'
'બસ મહારાજ, તો પછી સમય ન પૂછો. હીરાને હીરાનું કામ કરવા દો...'
હીરો હતો અને હીરાઘસુ હતો. કળા હતી અને કળાકાર હતો. રતન હતું અને રતનો હતો. જિંદગીની આ પારની રમત હતી અને મોતની પેલે પારની પ્રવીણતા હતી.
સમય થયો જ હશે. થયો જ હશે. થાય જ ને ? કોઇ જેવી તેવી વાત હતી ? જીવનભરનું જ્ઞાાન હતું. ભવોભવનું ભાથું હતું. આંખે ખૂંપવેલો અનુભવ હતો.
રાજાની અધિરાઇની કસોટી થઇ ગઈ. કંઇક વખત પૂછયું ઃ 'આવું ?... આવું?... આવું ?'
છેવટે હીરાભાઈએ કહી દીધું ઃ 'આવો.'
ધસમસતા આવ્યા સમ્રાટ સોલોમન. જોયો હીરો.
જોઇ જ રહ્યા. કયાં ગઇ તિરાડ ? કાપો ગયો કયાં ? રેખા છૂપાઈ કયાં ? કેવી રીતે ?'
અરે, ત્યાં તો એવી જ રીતનું ગુલાબ હતું. હમણાં જ બોલી ઊઠશે તેવું પાતળું સુગંધીદાર ગુલાબ. કાપાની બની ગઇ હતી ડાળી, રેખાની ડાળી પર ઊગી નીકળ્યું હતું મઘમઘતું ફૂલ. હીરાનો જ રંગ. કાપાની જ કૂંપળ. રેખાની જ પાંખડીઓ.
ભૂલી જાવ કાપો. ભૂલી જાવ દોષ કે તિરાડ. ભૂલીજાવ ભંગાણ. ભૂલી જાવ રેખા !
કયાં રેખા છૂપાઇ ? કયાં ઇજાએ રજા લીધી ? કયાં લીટી અદ્રશ્ય થઇ ગઇ ?
કોઇક નવી જ રચનાએ હીરાની કિંમત હજ્જાર ગણી વધારી દીધી.
પહેલાં હીરો હતો, હવે તે હીરાનો બાપ બની ગયો, દાદો બની ગયો દાદો.
એની શોભા, એની નકશી, એની કારીગરી, એના રંગ એના ઢંગ, જોઇને થઇ જાવ દંગ !
રાજા સોલોમને પૂછયું, 'હીરાલાલ, હવે આ હીરાની કિંમત કેટલી થઇ હશે ?'
હીરા મુખસે ના કહે, હીરાલાલે કહ્યું ઃ 'કિ લાખ હમારા મોલ ! લાખ હમારા મોલ તો પહેલે થા, અબ અજબ કહો યા અબજ કહો. અમૂલ્ય કહો યા અણમોલ કહો, અદ્ભૂત કહો યા કમાલ કહો, અતૂલ્ય કહો યા... યા...'
અને હીરાલાલ તમારી કિંમત ?' રાજા સોલોમનના એ જવાબમાં હીરા નિપૂણ કલાકારે આંગળી બતાવી, આંગળીનો નખ બતાવ્યો, નખની અણી બતાવી, ઝીણી અતિ ઝીણી રેણી બતાવી !'
જાણે કે સોયની અણી રાજાને તાકતી હતી.
એ અણી રાજાની આંખમાં અણી કરતી હતી !
રાજા સોલોમન શી કિંમત કરે ?
એ ભલે સમ્રાટ રહ્યો, શાણો રહ્યો !
તમે તેને મદદ કરી શકશો ?

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved