ઇજિપ્તમાં પતિ તેની પત્નીના મૃતદેહ સાથે સેક્સ કરી શકશે

 

- મહિલાઓ નારાજ

 

- કન્યાના લગ્નની વય ૧૪ કરવા વિચારણા

 

કૈરો, તા. ૨૭

 

કટ્ટરવાદીઓના પ્રભુત્વવાળી ઇજિપ્તની નવી સંસદ એક નવો વિવાદાસ્પદ ખરડો લાવવા તૈયારી કરી રહી છે, જેના હેઠળ, પતિ તેની મૃત પત્નીનાં મોતના છ કલાક સુધીમાં પત્નીના મૃતદેહ સાથે સંભોગ કરી શકશે. 'અંતિમ સંભોગ'ના નામનો આ કાયદો સંસદ દ્વારા દાખલ કરાતા સુધારાના ભાગ રૃપ છે. આવા જ એક ખરડામાં કન્યાઓની લગ્નની લઘુતમ ઉંમર ઘટાડીને ૧૪ વર્ષ કરાઇ છે.

 

ઇજિપ્તની મહિલાઓ માટેની રાષ્ટ્રીય પરિષદ આ પરિવર્તનો સામે ઝુંબેશ ચલાવી રહી છે. તેમનું કહેવું છે કે સ્ત્રીઓને હાંસિયામાં ધકેલવા અને નબળો પાડવાથી દેશનો માનવ વિકાસ અટકી જશે.

 

પરિષદનાં અધ્યક્ષ ડૉ. મેરવત અલ તલવી એ ઇજિપ્ત સંસદના અધ્યક્ષ ડૉ. સાદ અલ કતનીને પત્ર લખીને તેમની ચિંતા વ્યક્ત કરી છે.

 

'અલ અહરામ' નામના વર્તમાનપત્રમાં ઇજિપ્તના પત્રકાર અમરો અબ્દુલ સમીઆએ જણાવ્યું છે કે તલવીએ ખરડાઓ અંગે ફરિયાદ કરી છે.

 

પોતાની મૃત પત્ની સાથે પતિ સેક્સ માણી શકે કે કેમ તે બાબત હકીકતે મે, ૨૦૧૧માં ઊઠી હતી ત્યારે મોરોક્કોના ધર્મગુરૃ ઝમઝમી અબ્દુલ બારીએ કહ્યું કે મૃત્યુ બાદ પણ લગ્ન તો કાયદેસર જ રહે છે.

 

અલ અરેબિયા ડોટ નેટના જણાવ્યા પ્રમાણે આ ધર્મગુરુએ એવું પણ કહ્યું હતું કે પત્ની પણ તેના મૃત પતિ સાથે સેક્સ કરી શકે છે.

 

ટીવી એન્કર જબર અલ કામૌતીએ આ પ્રસ્તાવને વખોડી નાખતા કહ્યું છે કે આ માની ન શકાય તેવું છે. પતિને આવો હક આપવો એ આફત છે. શું ઇસ્લામનું વલણ આટલે સુધી ગયું છે ?