ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૃપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસીએશન દ્વારા લાલ દરવાજા શહિદ સ્મારક સામેની દીવાલ પર વીરરસ આધારિત વોલ પેઇન્ટિંગ્સ દોરવાનું એક અનોખું અભિયાન શરુ કરાયું છે. આમાં ઝાંસીની રાણી, રાણાપ્રતાપ, શિવાજી, નાગદમન, સિંહના દાંત ગણતો ભરત, આઝાદીની લડતના દ્રશ્યોની થીમ પર પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પેઇન્ટિંગ્સથી આખી દીવાલ દીપી ઉઠે છે. આ પેઇન્ટિંગ્સ કાયમ માટે દીવાલ પર રહેશે. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)