એ.એમ.ટી.એસ.ની ૭૦ કોન્ટ્રાક્ટ બસોના ડ્રાઇવરો દ્વારા શરુ કરાયેલી હડતાળને કારણે પેસેન્જરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હડતાળના બીજા દિવસે પેસેન્જરો લાલ દરવાજા ખાતે રઝળી પડયા હતા. એટલું જ નહિ પરંતુ એ.એમ.ટી.એસ.ના અધિકારીઓએ પણ રઝળી પડેલ પેસેન્જરો સાથે યોગ્ય વર્તન કર્યું નહતું. બીજી તરફ હડતાળિયા ડ્રાઇવરોએ તમામ બસોને મેમનગર ખાતેના ડેપોમાં પાર્ક કરી દીધી છે. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)