૬૧ વરસના નસિરૂદીન શાહ હવે ૩૦ વર્ષના યુવકની ભૂમિકા ભજવશે

 

- ૩૦ કિલો જેટલું વજન ઘટાડવું પડશે

 

- જહોન ડે’ નામની ફિલ્મ

 

જો ૬૬ વર્ષીય અમિતાભ બચ્ચન ‘પા’ ફિલ્મમાં ૧૨ વરસના છોકરાની ભૂમિકા ભજવી શકે,અને ૪૪ વરસના આમિર ખાન કોલેજિયનની ભૂમકા ભજવે તો પછી નસિરૂદીન શાહ ૬૬ વર્ષે ૩૦ વરસના યુવકની ભૂમિકા ભજવે તો તેમાં નવાઇ પામવા જેવું કાંઇ નથી. અને તે પ્રમાણે નસિરૂદીન હવે ૩૦ વર્ષીય યુવકના રોલની તૈયારી કરી રહ્યા છે.

 

નસિરૂદીન અભિનીત ‘એ વેડન્સડે’ ના નિર્માતા અન્જુમ રિઝવી હવે ‘જહોન ડે’ નામની ફિલ્મનું નિર્માણ નિર્માતા કે. આસિફના સહયોગથી કરી રહ્યા છે. ા ફિલ્મમાં નસિરૂદીન શાહ એક બદલો લેવાની ભાવના ધરવાતા સામાન્ય યુવકની ભૂમિકા ભજવશે. આ પાત્ર માટે નસિરૂદીન શાહે સ્લિમર, ફિટર અને યુવાન દેખાવવું પડશે. નસિરૂદીનના આ નવા યુવાન અવતાર માટે, તેણે ફક્ત વજન જ ઘટાડવું નહીં પડે, પરંતુ સાથેસાથે પ્રોસ્ટેથિક્સની મદદ પણ લેવી પડશે. ફિલ્મ નિર્માતા એવો દાવો પણ કરી રહ્યા છે કે સ્પેશિય ઇફેક્ટ્‌સથી પણ ્‌તેના લુકને યુવાન બતાડવામાં આવશે.

 

જોકે આ ફિલ્મના દિગ્દર્શક સોલોમન અહિશોરેેને સ્પેશિયલ ઇફેક્ટ્‌સનો ઉપયોગ કરવામાં રસ નથી. તેમનો હીરો વઘુ કિલોગ્રામ વજન ઘટાડે તેવું ઇચ્છે છે. આ પ્રોજેક્ટ બાબત દિગ્દર્શકે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘‘ આ ફિલ્મમાં અમુક દ્રશ્યો એવા છે જેમાં નસિરૂદીને ૩૦ વરસના યુવક જેવું દેખાવવું જ પડશે. પ્રોફેસનલો પાસેથી તે જાણી રહ્યો છે કે વાસ્તવમાં તેનો રિયલ લુક’ લાગે તે કઇ રીતે કરી શકાય. અને થોડી ચર્ચાઓ બાદ તેને ખાતરી થઇ હતી. લુક ટેસ્ટ માટે, તેમણે વિશેષ વિગનો ઓર્ડર આપ્યો છે. મેક્અપ તેમજ સ્પેશિયલ ઇફેક્ટ્‌સ માટે અમને જેેની જરૂર પડશે તે મેળવી લઇશું. હાલ તો નસિરસાહેબ વજન ઘટાડવામાં વ્યસ્ત છે.’’