Last Update : 28-April-2012, Saturday

 
અમેરિકામાં વર્ષના પ્રથમ ત્રણ માસનો વિકાસ દર માત્ર ૨.૨ ટકા

બિઝનેસ ખર્ચમાં ઘટાડો કારણભૂત

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૨૭
અમેરિકાનું અર્થતંત્ર તેની અપેક્ષા કરતાં ઘણા ધીમા ૨.૨ ટકા દરે વિકસી રહ્યું છે. આ ટકાવારી ૨૦૧૨ના પ્રથમ ત્રિમાસિક ગાળાની છે અને તેની પાછળ મુખ્યપણે બિઝનેસ ખર્ચમાં ઘટાડાને કારણભૂત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન બ્રિટનનો વિકાસદર પણ ઘટીને ૦.૨ ટકા પર આવી ગયો હતો જે ઘણી ચિંતાજનક બાબત છે.
વિશ્વનું સૌથી મોટું અમેરિકી અર્થતંત્ર ૨૦૧૧ના ડિસેમ્બરમાં પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં ૩ ટકા વિસ્તર્યું હતું અને હવે તેના ફરીથી બેઠા થવાની પ્રક્રિયા ઘણી ધીમી છે. અમેરિકી ઈકોનોમિક એનાલિસિસ બ્યૂરો (બીઈએ)ના નિવેદનમાં જણાવ્યા મુજબ ૨૦૧૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો વાસ્તવિક જીડીપી વાર્ષિક ૨.૨ ટકાના દરે વધ્યો છે.
'એડવાન્સ ગ્રોથ'નો અંદાજ ૨.૫ ટકાના વ્યાપક અપેક્ષિત વિકાસદર કરતાં ઘણો ધીમો છે. નિવેદનમાં જણાવાયું હતું કે પહેલા ત્રિમાસિક ગાળામાં જાહેર થયેલો વાસ્તવિક જીડીપી પ્રાથમિક રીતે ખાનગી રોકાણકારોનું રોકાણ તેમજ બિન રહેણાકના નિશ્ચિત રોકાણમાં ઘટાડો દર્શાવે છે. સત્તાવાર આંકડા મુજબ સમીક્ષા અંતર્ગતના ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક 'નોન રેસિડેન્શિયલ ફિકસડ' રોકાણ ૨.૧ ટકા ઘટયું છે. જ્યારે ૨૦૧૧ના ડીસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આ ટકાવારીમાં ૫.૨ ટકાનો વધારો નોંધાયો હતો.
જોકે ૨૦૧૨ના માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક વ્યક્તિગત વપરાશ ખર્ચ ૨.૯ ટકા વધ્યો હતો. આ ટકાવારી અગાઉના ત્રણ મહિનામાં ૨.૧ ટકા હતી. માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અમેરિકી અર્થતંત્ર ૧૫.૪૬ ટ્રિલિયન ડોલરનું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved