Last Update : 28-April-2012, Saturday

 

રેટિંગ એજન્સીઓએ પણ આર્થિક સ્થિતિ ચિંતાજનક ગણાવેલી
ભારતનો વિકાસ દર ઘટીને ૬.૯ રહેવા આઇએમએફની આગાહી

સરકારમાં રહેલા પ્રશ્નોના કારણે દેશમાં ઉદ્યોગ-ધંધા નબળા પડયા છે

(પી.ટી.આઈ.) નવીદિલ્હી, તા. ૨૭
સરકારી વહીવટ નબળો હોવાને કારણે ઉદ્યોગ-ધંધા નબળા પડતા આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે (આઇએમએફ)એ ભારતના વિકાસના વિકાસદર અંગે અગાઉ જે આગાહી કરવામાં આવી હતી તેના સ્થાને વિકાસદર નીચો, ૬.૯ ટકા રહેવાની આગાહી કરી છે. આ અગાઉ S & P તથા મૂડીઝે પણ ભારતના આર્થિક ચિત્ર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આઇ.એમ.એફે. જાન્યુઆરીમાં ભારતનો વિકાસ દર ૭ ટકા રહેવાની ધારણા બાંધી હતી. તેમાં ઘટાડાની શક્યતા દર્શાવતા કહ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં દેશની ધીમી પડેલી વિકાસ પ્રક્રિયાને કારણે મૂડી રોકાણમાં પણ મંદી જણાઈ રહી છે જે હવે માળખાગત ઉદ્યોગોમાં જોવા મળી રહી છે.
આ સમસ્યાના ઉકેલ માટે માળખાગત ક્ષેત્રમાં આર્થિક સુધારાઓ અમલી બનાવવા તેણે માંગણી કરી હતી. તેમાં નોંધ કરવામાં આવી છે કે કેટલાંક આર્થિક સુધારાઓ ઉપરાંત વર્ષ ૨૦૧૨-૧૩ના ગાળા માટે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનશિપમાં કેટલાંક સુધારાને વ્યાપક બનાવવા પડશે. જે હાલમાં માળખાગત સુવિધા ક્ષેત્રે લાગુ કરાયા છે. પણ તેમા ખૂબ ધીમી ગતિએ કામ આગળ ધપી રહ્યું છે.
આઇ.એમ.એફ.નો એશિયા-પેસીફીક રીજીયોનલ ઇકોનોમીકનો અહેવાલ આજે રજૂ કરાયો હતો જેમાં વર્ષ ૨૦૧૧માં વર્ષાન્તે ભારતના ઘરઆંગણાની ઘણી સમસ્યાઓએ પણ વિકાસદર ધીમો પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં તેમણે ધીમા વહિવટ (ગવર્નન્સ) અને યોજનાઓને મંજુરીમાં વિલંબ જેવા કારણો ઉપરાંત વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાને જવાબદાર ઠરાવી છે. જોકે તેમણે વર્ષ ૨૦૧૩ દરમ્યાન વિકાસદર ૭.૩ ટકા રહેવાની આગાહી કરી છે.
આઈ.એમ.એફે. વિકાસ દર ઝડપી રહેવા અંગે કેટલાંક સૂચનો પણ કર્યા છે. જેનાથી દેશમાં મૂડી રોકાણ અંગેનું વાતાવરણ સુધારી શકાય. જેમાં માળખાગત સુવિધાઓમાં જે અંતરાયો (બોટલનેક) છે તે દૂર કરવા, શિક્ષણ માટેની તકો વધારવા તેમજ આર્થિક સુધારાઓ ઝડપી બનાવવાના સુચન કરવામાં આવ્યા છે.
ભાવ વધારા સંદર્ભે સંસ્થાએ જણાવ્યું હતું કે, ફુગાવાજનીત પરિબળોને કાબુમાં રાખવા માટે તેમજ પ્રાથમિક વિકાસની જરૃરીયાતને લક્ષમાં રાખીને નાણાંકીય ગાળા દરમ્યાન કેટલાંક આર્થિક સુધારા અપનાવવા પડશે. તેણે માર્ચ માસ દરમ્યાન ફુગાવાનો દર ૬.૮૯ ટકા રહેશે. ફેબુ્રઆરી માસ દરમ્યાન તે ૬.૯૫ ટકા રહેવા પામ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved