Last Update : 28-April-2012, Saturday

 

સ્કોટલેન્ડની પોલીસે માઇકલ ગ્રીનને પકડી લીધો
લંડનમાં માનસિક રોગીએ ચારને બાનમાં લીધા ઃ બોમ્બથી ઉડાવી દેવા ધમકી

શખ્સ પાસે ફલેમ થ્રોવર અને ગેસના નાના બાટલા ઃ ત્રણ કલાક સુધી લોકાના જીવ અદ્ધર

લંડન, તા. ૨૭
લંડનમાં પેટનો બળ્યો ગામ બાળે તેવી એક ઘટનામાં માઈકલ ગ્રીન નામની એક વ્યક્તિએ એક કાર્યાલયનો કબજો સંભાળીને ચાર વ્યક્તિઓને બાન પકડતા સનસનાટી મચી ગઈ હતી. જોકે મોડેથી આખી ઘટનાનો સુખાંત આવ્યો હતો અને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે માઇકલ ગ્રીનને ઝડપી લેતા સરવાળે તે પ્રકરણનો સુખાંત આવ્યો હતો. જોકે સાથે ફલેમ ગન અને ગેસના બાટલા ધરાવતી આ વ્યક્તિએ ત્રણ કલાક સુધી સમગ્ર વિસ્તારમાં બધાના જીવ ઉંચા કરી દીધા હતા.
લંડનમાં સ્થાનિક સમય અનુસાર ૧૨.૦૦ કલાકે માઇકલ ગ્રીન નામના એક વ્યક્તિએ લંડનના ટોટ્ટનહામ કોર્ટ રોડ પર આવેલા એક બિલ્ડીંગના પાંચમા માળે આવેલી એક ઓફીસનો કબજો લઈ લીધો હતો. તેના ખીસ્સામાંથી કેટલાક વાયરો નીકળીને તેના શરીર ફરતે વિંટળાયેલા હતા. તેણે ઓફીસમાં પ્રવેશીને તરત જ ઓફીસમાંથી કોમ્પ્યુટર, મોનિટર કાગળની ફાઈલો વગેરે ફેંકવાનું ચાલુ કર્યું હતું. તેની જાણ કરાતા સ્કોટલેન્ડ યાર્ડને (બ્રિટનની પોલીસ) જાણ કરાઈ હતી. પોલીસે આવીને તરત જ કોર્ટ રોર્ડ તેમજ ગોડેજ સ્ટ્રીટ ટયુબ સ્ટેશનના ટ્રાફીકને અટકાવી દીધો હતો.
વાહન વ્યવહારને અટકાવીને તરત જ બિલ્ડીંગને કોર્ડન કરી લેવાયું હતું. બિલ્ડીંગની અન્ય ઓફીસમાં કામ કરતા લોકોને શાંતિથી બિલ્ડીંગમાંથી નીકલી જવા જણાવવામાં આવ્યું હતું જેના પગલે બિલ્ડીંગના પાંચમા મજલે આવેલી ઘટનાગ્રસ્ત ઓફિસને બાદ કરતા તમામ ઓફીસ ખાલી કરી નાંખવામાં આવી હતી. પોલીસના શાર્પ શૂટરોએ મકાનના ધાબાઓ પર સ્થાન સંભાળી લીધું હતું.
જોકે ઓફિસ બાનમાં લેનાર વ્યક્તિ પાસે આગનો શેરડો ફેંકી શકાય તેવી ગન (ફલેમ થ્રોવર) તેમજ ગેસના નાના બાટલા (કેનીસ્ટર્સ) હોવાને કારણે લોકોએ તેને છેડવાનું ટાળ્યું હતું અને પોલીસે પણ વાટાઘાટનો માર્ગ પસંદ કર્યો હતો. આ કાર્યાલયમાં ફરજ બજાવતી એક ૨૭ વર્ષીય સગર્ભા યુવતિ એબી બફીને મુક્ત કરી દીધી હતી. તેણે વિગત આપતા જણાવ્યું હતું કે તે એક કોર્સમાં નિષ્ફળ જતા પોતાના નાણા પરત માંગી રહ્યો હતો. તે અમારો અગાઉનો ગ્રાહક હતો પણ ત્યારની તેની માનસીક સ્થિતિ અને અત્યારની માનસીક સ્થિતિમાં ઘણો તફાવત જણાતો હતો. અત્યારે તે હિંસક બની ગયેલો જણાતો હતો. જ્યારે બાજુની ઓફીસમાં કામ કરતા તમસીન કેલીએ માહિતી આપી હતી કે અમને બે વ્યક્તિ મળ્યા હતા જેમણે એવી માહિતી આપી હતી કે અમે માબાપ હોવાને કારણે જવા દેવાયા છે. તેમણે અમને બિલ્ડીંગ છોડી દેવાની સુચના આપતા અમે બિલ્ડીંગમાંથી નિકળી ગયા હતા. મોડેથી પોલીસે તેને ઝડપી લીધો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved