Last Update : 28-April-2012, Saturday

 

જમીન માલિકને પૂરતું વળતર મળવું જોઇએ ઃ સુપ્રીમનો ચુકાદો
સરકાર બજાર ભાવે જ જમીન સંપાદન કરી શકે

આસપાસના વિસ્તારમાં સૌથી ઊંચા ભાવે વેચાયેલ જમીનનો

ભાવ મળવો જોઇએ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
સરકાર દ્વારા જમીનધારકો પાસેથી જમીન સંપાદન કરવાના નિર્ણયો પર દુરોગામી અસર પાડે તેવા એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 'સરકાર દ્વારા જ્યારે ફરજીયાતપણે જમીનનો કબજો મેળવવામાં આવે ત્યારે નજીકમાં આવેલી જમીનની જે ઉંચામાં ઉંચી કિંમત ગણાઈ હોય તેટલી કિંમત જમીનના માલીકને મળવી જોઈએ.'
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ પી. સત્યશિવમ્ અને જે. ચેલમેશ્વરની બનેલી ખંડપીઠે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. પંજાબના ફરીદકોટ જીલ્લામાં વસતા રાજવી પરીવારના કોલોનેલ સર હરીન્દરસિંઘના મામલાનો ચુકાદો આપતા તેમણે આ નિર્ણય આપ્યો હતો. તેમની ૩૩ એકર જમીન માટે પ્રતિ એકરે ૧.૪૪ લાખ વળતર રૃપે ચુકવી આપવા પણ સરકારને હુકમ કર્યો હતો. જોકે સુપ્રીમે સાથોસાથ એ પણ સ્પષ્ટતા કરી હતી કે વળતર તરીકે આપવાની રકમ નક્કી કરવા માટે જે નજીકની જમીનની કિંમત માપદંડ તરીકે લેવામાં આવે તે વ્યવહાર 'માન્ય' રીતે થયેલો અને કાનૂનિ હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે સરકારને જ્યારે કોઈપણ જમીનનો ફરજીયાતપણે કબજો લેવાનો થાય ત્યારે તે જમીનનો માલીક નજીકના 'સ્વૈચ્છીક વેચાણ કરનાર અને સ્વૈચ્છીક વેચાણ લેનાર વ્યક્તિઓએ કરેલા વિશ્વસનીય સોદા જેટલી જ 'સર્વોચ્ચ' કિંમત મેળવવાનો હકદાર બને છે. તે સોદો સરકારે જ્યારે જમીન હાંસલ કરી ત્યારે થયેલો હોવો જોઈએ.'
અમારી દ્રષ્ટિએ સરકારે જ્યારે વળતર ચુકવવાનું થાય ત્યારે તે વિસ્તારમાં થયેલા સોદાઓમાં તેમની પાસેના દસ્તાવેજોમાં જે સૌથી ઉંચી કિંમત આકારવામાં આવી હોય તે વળતરરૃપે ચુકવવાનો પ્રયાસ વ્યાજબી ગણાશે. અન્યથા ત્યાં અણકલ્પેલા અલગ પ્રકારનાં જ સંજોગો ઉભા થવાની શક્યતા રહેશે તેમ સુપ્રીમે નોંધ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved