Last Update : 28-April-2012, Saturday

 
અમદાવાદના સતપંથ પ્રેરણાપીઠ પીરાણાનો કાર્યક્રમ રોકવા માગ
સતપંથ સમાજ હિન્દુ નહીં પરંતુ શીયા-મુસ્લિમોના સમુદાયનો છે

સુરતના વૈદિક સનાતન પ્રતિષ્ઠાનમ અને પરશુરામ સેનાનો કાર્યક્રમ સામે વિરોધઃ ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના આક્ષેપો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિમય ખાતે ૨૯ એપ્રિલના રોજ સતપંથ પીઠ પીરાણા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સામે વૈદિક સનાતન પ્રતિષ્ઠાનમ તથા પરશુરામ સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારાઓએ આક્ષેપ કર્યો હતો કે, આ સતપંથ સમાજ હિન્દુ નહીં પરંતુ શીયા મુસ્લીમના સમુદાયનો છે. જેથી લોકોને ભોળવી તેઓનું ધર્મપરિવર્તન કરાતું હોવાથી આ કાર્યક્રમ રોકવા માટે માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જો કાર્યક્રમ અટકાવવામાં ન આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.
સુરતના વૈદિક સનાતન પ્રતિષ્ઠાનમ તથા પરશુરામ સેના દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈકોર્ટના એડવોકેટ તથા સંસ્થાના પ્રમુખ અવિનાશ પંડયાએ જણાવ્યું હતુ કે, સતપંથ પ્રેરણાપીઠ પીરાણા, અમદાવાદના કેટલાક લોકો વિકૃત અંધશ્રધ્ધા ફેલાવી જેને સનાતન ધર્મમાં કોઈ સ્થાન નથી તેવી દંભી બનાવટી વાતો અને કાર્યક્રમો દ્વારા ભોળા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આગામી ૨૯ એપ્રિલા રોજ સ્નેહ મિલનના નામે જે કાર્યક્રમ થાય છે તે વટાળ પ્રવૃત્તિનો એક ભાગ જ છે. આ કાર્યક્રમ વર્ગવિગ્રહ કરાવે અને તોફાનો થાય અને જે સનાતન ધર્મ મુજબ દસમો અવતાર કલ્કી ભગવાનનો બાકી છે તે પહેલાં કેટલાક લુચ્ચા ધર્મચારીઓ અને રાજકીયના સંગઠનો પોતાના આર્થિક લાભ માટે સ્ટોરીઓ ધડી કાઢે છે. હિન્દુ ધર્મમાં જે નથી સનાતન ધર્મમાં નથી તેવો પ્રચાર અને અંધશ્રધ્ધા યુક્ત સાહિત્ય ઉભુ કરે છે. એક લૂંટારૃઓની જેમ નિર્દોષ પ્રજાજનોના નાણાં ખંખેરવાનું આખુ તરકત છે જેનો બ્રહ્મ સમાજ વિરોધ કરે છે. વૈદિક સનાતન પ્રતિષ્ઠાનમ દ્વારા વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી આ કાર્યક્રમ રોકવા માટે પ્રયાસ કરશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સતપંથ માનનારો વર્ગ એ મુસ્લીમોના રીત-રિવાજવાળો છે. અગાઉ નિર્દોષેને વટલાવેલા તેઓને હજી ગુમરાહ કરવાની કાર્યવાહી કરે છે. આ સતપંથીઓને ઐતિહાસિક સમર્થન નથી કે બ્રાહ્મણ સંસ્થાઓનું કે વેદનું પણ સમર્થન નથી અને ઈમામશાહ અને હજરત અલી વિગેરે આ સતપંથના કહેવાતા ગુરૃઓ છે અને સૈયદો છે. આ લોકોને સનાતન ધર્મને કોઈ સંબંધ નથી તે છતાં હિન્દુ ધર્મનો એક ભાગ છે તેમ ગણીને કેટલાક તત્વો પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તે તાત્કાલિક બંધ કરવા માટે માગણી કરવામાં આવે છે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved