Last Update : 28-April-2012, Saturday

 
ઘરગથ્થુ બિનખેતીના કેસોને પરવાનગી નહીં આપવાના મુદ્દે
વલસાડ નગરપાલિકાની સભામાં ભારે ચકમક ઝરી
ભાજપ સંગઠન ફંડમાં ચૂકવવાના થતાં ચો.ફૂ.ના રૃ. ૪ની ચૂકવણીમાં ચુક થતાં ફાઇલો મંજૂર કરાઇ ન હોવાનો વિપક્ષી નેતાનો આક્ષેપ
તમારી પાસે હાઇકોર્ટ ખુલાસા માંગશે એમ કહેતા સી.ઓ.ચૂપ થઇ ગયા
વલસાડ, શુક્રવાર
વલસાડ નગરપાલિકાની આજરોજ યોજાયેલી સાધારણ સભામાં ઘરગથ્થુ બિનખેતીનાં કેસોને પરવાનગી નહીં આપવાના મુદ્દે ભારે ચકમક ઝરી હતી. વિરોધપક્ષના નેતાએ ભાજપ સંગઠન ફંડમાં ચૂકવવાના થતા ચોરસફૂટના ૪ રૃપિયાની ચૂકવણીમાં કસૂર થતાં ફાઇલો મંજુર કરાઇ ન હોવાનો આક્ષેપ કરતા સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.
બપોરે ૩ વાગ્યે વલસાડ પાલિકાનાં સભાગૃહમાં યોજાયેલી સાધારણ સભામાં એજન્ડાના કામો બાજુએ જ રહી ગયા હતા. ઘરગથ્થુ રહેઠાણની પરવાનગી ન આપવાનો મુદ્દો કોંગ્રેસ સભ્ય ગિરીશ દેસાઇએ ઉઠાવ્યા બાદ લગભગ દોઢ કલાક સુધી આ મુદ્દે ધમાસાણ ચાલતી રહી હતી. તેમણે વાણિજય ઉપયોગ માટેના બિલ્ડીંગોને મંજુરી આપવામાં આવી રહી છે પરંતુ જેની સત્તા ચીફ ઓફિસરને આપવામાં આવી છે. તેવા ઘરગથ્થું ઉપયોગ માટેનાં એકલ-દોકલ મકાનોને કેમ મંજુરી અપાતી નથી એવા સવાલો કરતા ચીફ ઓફિસર કિરીટ પટેલે તા. ૨૩-૦૩-૧૨ના રોજ ગાંધીનગરના શહેરી વિકાસ વિભાગે ઘરગથ્થુ બિનખેતીનાં કેસો અંગે ચીફ ઓફિસરની સત્તા પર કાપ મુકી બોયલોઝ (ફાઇલ ટાઉન પ્લાનીંગ કમિટીમાં લઇ જવાનો આદેશ કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
આ ખુલાસા સામે વળતો પ્રહાર કરતાં વિરોધપક્ષના નેતા રાજુ દેસાઇએ ચીફ ઓફિસરને સાણસામાં લેતાં કહ્યું હતું કે, શહેરી વિકાસ વિભાગની સુચના બાદ બાયલોઝ (ફાઇલ) ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠકમાં લેવાની જવાબદારી કોની? ચીફ ઓફિસરની કે પછી ટી.પી. કમિટીના સભ્યોએ પાલિકાના કબાટ ખોલીને જાતે ફાઇલ કમિટીમાં મુકી દેવાની એવો કટાક્ષ કરતા સી.ઓ. કંઇ જવાબ આપી શકયા ન હતા.
આ ઉપરાંત તેમણે ઘરગથ્થુ એન.એ.ના કેસમાં એકલ-દોકલ ઘરો હોય કટકી નહીં મળવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પાલિકામાં સાંભળેલી વાતોનો ઉલ્લેખ ટાંકીને કહ્યું હતું કે, ચોરસ ફુટના ૪ રૃપિયા ભાજપ સંગઠન ફંડમાં જમા કરવામાં આવે તો જ બિનખેતીની ફાઇલો મંજુર કરવામાં આવે છે. તેમના આ આક્ષેપ સામે ચીફ ઓફિસર કિરીટ પટેલે આ બાબતે હું કંઇ જાણતો નથી એમ કહી હાથ ઉંચા કરી દીધા હતાં.
આજની આ સભામાં પાલિકા પ્રમુખ રાજુભાઇ પટેલ સામે ચાલતી તપાસની કામગીરીમાં ચીફ ઓફિસરે આપેલા બે જુદા જુદા રિપોર્ટના મામલે કોંગ્રેસ સભ્ય શૈલેષ પટેલ અને ગિરીશ દેસાઇએ ચીફ ઓફિસર કિરીટભાઇ પટેલને ભીંસમાં લીધા હતાં. તેમણે બબ્બે રીપોર્ટ કરવાનું કારણ શું? એવો ખુલાસો માંગતા ચીફ ઓફિસરે પાછળથી રેકર્ડ રજૂ થતાં મારે બીજા પત્રમાં માહિતી જણાવવી પડી એમ કહ્યું હતું. જો કે, સી.ઓ.પર સામો પ્રહાર કરતા ગિરીશભાઇએ કહ્યું કે, વધારે ખુલાસા કરવાની જરૃર નથી. તમારી પાસે નામદાર હાઇકોર્ટ ખુલાસા માંગશે એમ કહેતાં સી.ઓ. ચૂપ થઇ ગયા હતા.
વલસાડ નગરપાલિકામાં આરોગ્ય વિભાગના ૪૪૨ કર્મચારીઓ હોવા છતાં રૃ. ૧૬ લાખના ખર્ચે પ્રિમોન્સુર કામગીરી કરવાનો વર્કઓર્ડર આપી દેવાની કાર્યવાહીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત થઇ હતી. આ ઉપરાંત મેઘાવી કન્સ્ટ્રકશને કામ ન કરી રૃ।. ૨૫ લાખ ચાઉં કરી જવાના વર્ષો અગાઉના કિસ્સામાં વસુલાતની કાર્યવાહી કરવા રજૂઆત થઇ હતી.
આ સામાન્ય સભામાં એજન્ડા પર લેવાયેલા ૧૫ કામો એક જ ઝાટકે મંજુર કરી દેવાયા હતા. જયારે બેઠકમાં ગેરહાજર રહેલા ટી.પી. ચેરમેન બ્રિજેશ સોલંકી સામે તમામ સભ્યોએ ભારે પસ્તાળ પાડી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved