Last Update : 28-April-2012, Saturday

 

ગંદકીથી ખદબદતા જ્યુસ સેન્ટરો પર પાલિકા ટીમ ત્રાટકતાં અફડા-તફડી
મોડાસામાં અખાદ્ય પદાર્થોનો નાશ

 

મોડાસા,તા.૨૭
મોડાસામાં નગરપાલિકાની ટીમ દ્વારા શુક્રવારના રોજ જુદા-જુદા વિસ્તારોમાં સ્વચ્છતાના નીતિ-નિયમોને નેવે મૂકી અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા સેન્ટરો પર દરોડા પાડવામાં આવતાં અફડા-તફડી મચી જવા પામી હતી. પાલિકાની ટીમે કોઈની પણ શેહ કે શરમ રાખ્યા વિના કાયદેસર કાર્યવાહી હાથ ધરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આગામી દિવસોમાં આ તવાઈ જારી રહેશે તેવું પાલિકા સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
સ્વચ્છતાના નીતિ-નિયમોને નેવે મૂકી લોકોને વાસી પદાર્થો ખવડાવતા વેપારીઓ સાવે તવાઈથી દોડધામ
એક તરફ ઉનાળો તેની પરાકાષ્ટાએ પહોંચ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા તરફ વળે એ સ્વાભાવિક છે ત્યારે મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક શેરડીના અને કેરીના જ્યુસ સેન્ટરો ધમધમી રહ્યાં છે જ્યાં સ્વચ્છતાનું કોઈ પાલન કરવામાં આવતું નથી અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકો જ્યુસ પી રહ્યા છે જે અનેક રોગોને આમંત્રણ આપી રહ્યા છે. શહેરમાં કોલેરા જેવો ભયંકર રોગચાળો ફાટી ન નીકળે અને લોકોને સ્વચ્છ જ્યુસ મળી રહે તે દિશામાં નગરપાલિકાની ટીમે કમર કસી છે. જે અનુસંધાને શુક્રવારના રોજ સેનેટરી ઈન્સપેક્ટર ઉસ્માન મલેક, મુખ્ય અધિકારી મગનભાઈ સોલંકી, ચેરમેન નીતિનભાઈ પંડયા અને ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકીની રાહબરી હેઠળ અખાદ્ય પદાર્થોને નાશ કરવાના હેતુસર ઠેર-ઠેર દરોડા પાડવામાં આવતાં અનેક વેપારીઓ ઊંઘતા ઝડપાઈ ગયા હતા.
પાલિકાની કાર્યવાહીથી ફફડી ઉઠેલા કેટલાક વેપારીઓએ ઠંડા પીણાના કોલા સન્ટરો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પાલિકાની ટીમો દ્વારા કેટલીક ફરસાણની દકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખમણ અને ગોટા સહિતનો અખાદ્ય પદાર્થનો જથ્થો પકડાઈ જતાં કાયદેસર કાર્યાવાહી હાથ ધરી હતી.

 

કેરીથી લઈ ખમણનો અખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો
સ્વચ્છતાને અગ્રિમતા આપવાની દિશામાં પાલિકાએ હાથ ધરેલી ઝૂંબેશ ચાલુ રહેશે
મોડાસા,તા.૨૭
મોડાસામાં પાલિકાની ટીમો દ્વારા દરોડામાં અનેક અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવતાં અનેક વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ છે ત્યારે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.
પાલિકાની ટીમો દ્વારા સક્કરટેટી- ૫૦ કિલો, કેરી- ૮૦ કિલો, તરબૂચ-૪૦ કિલો, ચીકૂ-૪૦ કિલો, સફરજન-૧૦ કિલો, હોટલમાં કપ અને રકાબી-૨ હજાર, ખમણ અને ગોટા-૧૦ કિલોનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. શહેરમાં ગરમીમાં રોગચાળો ફાટી ન નીકળે તે દિશામાં પાલિકા તરફથી હાથ ધરવામાં આવેલી ઝૂંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું સેનેટરી ઈન્સપેક્ટર ઉસ્માન મલેકે જણાવ્યું હતું. શહેરમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતા અનેક હોટલો અને કોલા સેન્ટરો ઉપર લોકોને વાસી પીણાથી લઈ વાસી નાસ્તા આપવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે હજુ પણ પાલિકા કડક કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved