Last Update : 28-April-2012, Saturday

 
પાટણમાં સી.એન.જી. પંપ ચાલુ નહી કરાય તો રિક્ષા ચાલકો પૈડા થંભાવી દેશે

 

પાટણ,તા.૨૭
પાટણમાં જે રીક્ષાઓ ફરતી હતી તે પેટ્રોલ-કેરોસીન મિશ્રિત પ્રદુષણ પેદા કરતી હતી અને સમય જતાં પ્રદૂષણ મુક્ત ઝૂંબેશ અંતર્ગત સીએનજીનો વપરાશ વધવા લાગ્યો જેમાં પાટણમાં પણ સીએનજી રીક્ષાઓનું ધીરેધીરે આગમન થયુ અને બજારોમાં તેમજ રસ્તાઓ પર સીએનજી રીક્ષાઓ ફરતી થઈ હતી આ સીએનજી રીક્ષાઓને ગેસનો પુરવઠો પુરો પાડતા સીએનજી પંપ પાટણમાં એક પણ ન હતા.ત્યારે એકાદ વર્ષ અગાઉ ખાનગી કંપનીએ સીએનજી પંપ ચાલુ કરતા રીક્ષા ચાલકોને ઘર આંગણે સીએનજી પુરવો મળી રહેતો હતો. જેમાં માંગ વધુ હતી અને પુરવઠો ઓછો આવતા રીક્ષાઓની લાઈનો લાગતી હતી તે દરમ્યાન ક્યાંક આક્શોક તો ક્યાંક ચડભડ જોવા મળતી હતી. દરમ્યાન એકાદ મહીના અગાઉ સીએનજી પંપના માલીક અને કર્મચારીઓ તેમજ રીક્ષામાં સીએનજી પુરાવા આવતા રીક્ષા ચાલકો વચ્ચે જોરદાર મારામારી થતા મામલો ગંભીર બન્યો હતો અને આ મારામારીમાં બંને પક્ષે કેટલાક ઘવાયા હતા અને ત્યાર બાદ પેટ્રોલ પંપના માલિકોએ સીએનજી પુરવઠો સ્થગિત કરતા પાટણના રીક્ષા ચાલકો માટે સીએનજીનો પુરવઠો લેવા માટે તેમણે ઊંઝા, સિધ્ધપુરના પેટ્રોલપંપ પર આધાર રાખવો પડતો હતો અને ત્યાં તેમને મુશ્કેલીઓ ખૂબ પડતી હતી જેમાં પોલીસ તંત્ર પણ હેરાન કરતુ તેમજ અન્ય રીક્ષા ચાલકો જોડે ઝઘડો થતો હોઈ તેઓ ને ધંધા પર અસર પડી હતી. જે બાબતોને લઈને છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ચાલકોમાં કચવાટ ઉભો થયો હતો અને સાંજે રીક્ષા ચાલકોએ ભેગા મળીને પોતાની માંગણીઓનો ઉકેલ આવે તે માટે તેમણે માજી ધારાસભ્ય કા.ના. પટેલ અને મહેન્દ્ર કે. પટેલની આગેવાની હેઠળ આવેદનપત્ર કલેકટર જે.જી. હિંગરાજીયાને આપ્યુ હતુ અને આ અંગે યોગ્ય કરવાની ખાત્રી કલેકટરે આપી હતી. ત્યાર બાદ રીક્ષા ચાલકોએ જણાવેલ કે જો આગામી ૪૮ કલાકમાં કોઈ ઉકેલ નહી આવે તો તેઓ સોમવારથી સીએનજી રીક્ષાઓના પૈડા થંભાવીને આંદોલનનો સહારો લેશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved