Last Update : 28-April-2012, Saturday

 

પાટણ : ચોર દંપતીએ વધુ બે ચોરી કબૂલી

- જૈન મંદિરમાં પૂજાના બહાને ચોરી

 

- ચોરીનો પર્દાફાશ થયો

પાટણ,તા.૨૭
ભાવનગરના પાલીતાણામાં એક જૈન મંદિરમાં પૂજા કરવાના બહાને આવેલ એક દંપતિ ભગવાનના દાગીતા ચોરતા રંગે હાથ ઝડપાયા હતા અને આ ઝડપાયેલ દંપતીએ પાટણમાં પણ જૈન મંદિરમાં ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. જેમાં સીસી ટીવી ફૂટેજ કામ આવ્યા હતા અને આ પકડાયેલ દંપતીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરતા તેમની પૂછપરછમાં પાટણના જ એક જૈન મંદિરમાં થયેલ ચોરીનો પર્દાફાશ થયો હતો. તેમજ ચોરાયેલ ભગવાનના દાગીના ખેડબ્રહ્મા એક વેપારીને ત્યાં આવ્યા હતા. તે કબૂલાતના આધારે સોનીની પાટણ એલ.સી.બી.એ અટકાયત કરીને ચોરીનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. ૫-૧૨-૧૧ના રોજ પાટણ શહેર ફોફળીયાવાડામાં આવેલ શાંન્તીનાથ ભગવાન જૈન દેરાસરમાં પૂજા કરવાના બહાને એક સ્ત્રી તથા એક પુરૃષ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાંથી નવ પંચી ભગવાનની ચાંદીની મૂર્તિઓ અંબિકા દેવી સિદ્ધિકાદેવીની મૂર્તિ સિંહાસન સાથે છત્ર સાથેની કિ.રૃા. ૨૧,૦૦૦/-ની ચોરી કરી લઈ જતાં પાટણ સીટી એ ડીવી ફસ્ટ ગુ.ર.નં. ૧૩૫/૧૧ ઈ.પી.કો. ક. ૩૮૦,૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ જેની તપાસ ચાલુમાં હતી અને આજ એમ ટાઈપનો બનાવ પાલીતાણા મુકામે તા. ૧૪-૪-૨૦૧૨ના રોજ બનવા પામેલ જેમાં કંસારા અમૃતલાલ બાબુલાલ તથા કંસારા શોભનાબેન અમૃતલાલ બાબુલાલ રહે બંને પાલી તા. જિ. પાલી રાજસ્થાનવાળા ઓ પકડાયેલાની માહિતી મે. પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડાને મળતા જે હકીકત આધારે તેઓ સાની સૂચના અને માર્ગદર્શન આધારે મોબાઈલ ફોનથી પાલીતાણા ટાઉનનો સંપર્ક કરી એસએમએસ દ્વારા બંને આરોપીઓના ફોટા મેળવી પાટણ સીટી એ ડીવીઝન પો.સ્ટે.ના ગુનામાં મળેલ સીસી ટીવી કેમેરા ફૂટેજમાં જણાવેલ ફોટાવાળા સ્ત્રી-પુરૃષના ફોટા મેળવતા જેઓા ફોટા સાથે મેચ થતાં ટ્રાન્સફર વોરંટ આધારે બંને આરોપીઓને તા. ૨૨-૪-૧૨ના રોજ ભાવનગર સેન્ટ્રલ જેલ ખાતેથી મેળવી અટક કરી ઉપરોક્ત બંને આરોપીઓની તપાસ દરમ્યાન ચોરી કબુલાત કરેલ છે અને આજે એમઓ ટાઈપનો ચોરીનો બનાવ પાટણ શહેર મણીયાતી પાડામાંજૈન દેરાસરમાં બનતા તા. ૯-૮-૧૧ના રોજ ગુનો જાહેર થયેલ જેમાં ભગવાન મહાવીરનો મુગટ કુંડળ, મળી ૭૦૦ થી ૮૦૦ ગ્રામ ચાંદી કિ.રૃા. ૪૦,૦૦૦/-ની ચોરી થયેલ છે. જેમા ંબંને આરોપીઓની સઘન પુછપરછ કરતા સદર ચોરી કરેલાની કબુલાત કરેલ જે ગુનામાં અટક કરવામાં આવેલ તેમજ બંને આરોપીઓએ તા. ૭-૧૨-૧૦ના રોજ પાટણ ગોળશેરી મહેતાના પાડામાં ભીડ ભંજન પાશ્વનાથ ભગવાનના મંદિરમાં ચોરી કરેલાીન કબુલાત કરતા પાટણ સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં. ૪૭/૧૨ ઈ.પી.કો. ક. ૪૪૭,૩૭૯ મુજબ ગુનો રજી થયેલ છે જેમાં ભીડ ભંજન પાશ્વનાથ ભગવાનનો ચાંદીનો મુગટ, ચાંદીના કુંડળ મળી ૭૦૦ ગ્રામ વજન કિ.રૃા. ૩૦,૦૦૦/-ની ચોરીથયેલ અને આ ત્રણે ચોરીઓનો મુદ્દામાલ આ બંને આરોપીઓએ ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠામાં વેચેલાનું હોવાનું જણાવતા આરોપીઓને સાથે રાખી ખેડબ્રહ્મા તપાસ કરાવતા આ ત્રણે મંદીર ચોરીના દાગીના વેચાણ રાખનાર સોની સંજયકુમાર લાઘુરામજી ઉ.વ. ૨૨ રહે. ખેડબ્રહ્મા અલ્પા જવેલર્સવાળાની દુકાન બતાવતા આ ચોરીનો મુદ્દામાલ રાખનાર રીસીવર સંજયકુમાર લાધુરામજી સોનીની ધરપકડ કરવામાં આવેલ છે. ત્રણે મંદિર ચોરીના દાગીનાનો મુદ્દામાલ ૧,૮૯૩ કિ.ગ્રા. ૭૦૯૮૫/-નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved