Last Update : 28-April-2012, Saturday

 

આણંદ જૂના બસ સ્ટેશન વિસ્તારમાં
પોલીસની મહેરબાનીથી અનૈતિક પ્રવૃત્તિઓ વધી

ધોળા દિવસે મહિલાઓ બિભત્સ ચેનચાળા કરી લોકોને પરેશાન કરે છે ઃ પોલીસ કંઈ કરતી નથી

આણંદ,તા.૨૭
આણંદ શહેરનો જુના બસ મથક વિસ્તાર છેલ્લા ઘણાં સમયથી શહેર પોલીસ તંત્રની મીઠી રહેમનજરને કારણે અનૈતિક પ્રવૃતિનું ધામ બની જવા પામ્યો છે. ખાસ કરીને આ વિસ્તારમાં આવેલ કેટલીક હોટલોમાં દેહવ્યપારની પ્રવૃતિએ માઝા મુકી છે. તેમજ આ વિસ્તારમાં આવેલ જૈન દેરાસર અને જુના બસ મથક પાસે દેહનો વેપાર કરતી મહિલાઓ ધોળે દહાડે અત્રેથી પસાર થતાં લોકોને બિભત્સ ચેનચાળા કરીને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતી હોવાની ફરિયાદો ઉગ્ર બની છે. મોટાભાગે આ રૃપજીવીઓ આસપાસમાં આવેલ કેટલાક નક્કી કરેલા ગેસ્ટહાઉસોમાં જ લોહીનો વેપાર કરતી હોય છે. જો કે શહેર પોલીસ તંત્ર પણ આ વાતથી સાવ અજાણ નથી. આ વિસ્તારમાં વકરેલી દેહવ્યાપારની પ્રવૃતિને કાયમી ધોરણે નેસ્તનાબુદ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગણી છે.
આ અંગે શહેરના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ આણંદ શહેરના જુના બસ મથક વિસ્તારમાં દિવસ ઉગતાની સાથે જ દેહનો વ્યાપાર કરતી મહિલાઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને સાંજ ઢળતાં જ આ રૃપલલનાઓના ટોળા જુના બસ મથકના એક ખૂણામાં એકત્રિત થતા હોય છે અને બસ મથકમાં આવતા-જતા મુસાફરો તેમજ અત્રેથી પસાર થતાં નાગરિકોને પોતાની તરફ આકર્ષવા માટે બિભત્સ ચેનચાળા કરતી હોય છે. આ સિવાય બસ સ્ટેન્ડ નજીક આવેલ મહાદેવ મંદિરની આસપાસ તેમજ તેની સામે આવેલી દુકાનો અને નજીકમાં આવેલ શાકમાર્કેટની આજુબાજુ છેલ્લા કેટલાક સમયથી દેહવેપાર કરતી ટોળકી બિન્દાસપણે ઉભી રહે છે. પરિણામે એસટી સ્ટેન્ડમાં આવતી મહિલા મુસાફરો તેમજ આજુબાજુના રહેણાંકની સ્ત્રીઓ કે જેઓ શાકમાર્કેટમાં શાક ખરીદવા તેમજ મહાદેવના મંદિરમાં દર્શન કરવા આવતા જતા ખચકાટ અનુભવે છે. ઘણી વખત સારા ઘરની સ્ત્રીઓ ત્યાં શાકમાર્કેટ હોવાથી ખરીદી અર્થે ઉભી રહે છે ત્યારે અમુક ટાઈપના વ્યકિતઓ શાક ખરીદવા આવેલ સ્ત્રીને દેહવેપાર કરતી સ્ત્રી સમજીને હેરાન-પરેશાન પણ કરતા હોવાની ફરિયાદો ઉગ્ર બની છે. દેહવિક્રયનો ધંધો કરતી આ મહિલાઓ આસપાસમાં આવેલ કેટલાક ગેસ્ટહાઉસોનો ઉપયોગ કરતી હોય છે. છતાં પોલીસ તંત્ર દ્વારા આવા ગેસ્ટહાઉસોમાં રેડ પણ કરવામાં આવતી નથી.
જો પોલીસ તંત્ર દ્વારા ગેસ્ટહાઉસોમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો કેટલીય રૃપલલનાઓ ગ્રાહકો અને દલાલો સાથે ઝડપાય તેવી સંભાવના છે. પરંતુ પોલીસને ગેસ્ટહાઉસના માલિકો તરફથી દર મહિને નિયમિત હપ્તા મળતા હોવાથી તેઓને આવા ગેસ્ટહાઉસોમાં રેડ પાડવાની પણ ફુરસદ મળતી નથી. આમ પોલીસ અને ગેસ્ટહાઉસના માલિકોની સાંઠગાંઠના કારણે શહેરમાં દેહવિક્રયની પ્રવૃતિ ફુલીફાલી છે.
શહેરના જુના બસ મથક અને તેની આસપાસના વિસ્તારમાં વકરેલી દેહ વ્યાપારની પ્રવૃતિને ડામવા શહેર પોલીસ તંત્ર તાકીદે જાગૃત બને તેવી માંગણી ઉઠવા પામી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved