Last Update : 28-April-2012, Saturday

 

ગોધરામાં કરોડોનું ઉઠમણું કરી પોસ્ટનો એજન્ટ ફરાર

રોકાણકારો પોષ્ટઓફિસમાં પોતાના નાણાંની સુરક્ષિત છે કે કેમ તે તપાસવા ઊમટી પડયા ઃ એજન્ટના ઘેર તાળાં

ગોધરા,તા.૨૭
ગોધરા શહેરમાં પોસ્ટ ખાતાની વિવિધ બચત યોજનાઓમાં લોકોને લાખ્ખો રૃપિયાનું રોકાણ કરાવનાર એક એજન્ટ ૨૫ થી ૩૦ કરોડનું ઉઠમણું કરી નવદો ગ્યારહ થઈ ગયો છે. રોકાણકર્તાઓ આ એજન્ટનાં ઘરે તપાસ કરવા જતાં ખંભાતી તાળાં લટકતાં વિલા મોઢે પરત ફરી રહ્યા છે.
પોતાનાં નાણાં સુરક્ષીત છે કે નહીં તેની તપાસ કરવા ગોધરાનાં જુના બસ સ્ટેન્ડ પાસે પંચમહાલ જિલ્લાની હેડપોસ્ટ ઓફિસમાં રોકાણકર્તાઓ અને પેન્શનરોએ દોડ લગાવતાં છેલ્લા બે દિવસથી લોકોનું કીડીયારૃ હેટપોસ્ટ ઓફિસમાં ઉભરાઈ રહ્યું છે.
ગોધરામાં નિવૃત્ત કર્મચારીઓ અને મધ્યમવર્ગને પોસ્ટખાતાની વિવિધ બચત યોજનાઓ જેવીકે એનએસસી, કેવીપી, રીકરીંગ, એમઆઈએસ જેવી યોજનાઓમાં લાખ્ખો રૃપિયાનું રોકાણ કરાવનાર પોસ્ટ ખાતાનો એક એજન્ટ છેલ્લા ચાર પાંચ દિવસથી ભાગી જતાં ગોધરાનાં રોકાણકર્તાઓમાં તરેહ - તરેહની ચર્ચાઓ જોર પકડી છે. આ પોસ્ટ એજન્ટ દ્વારા લોકોની બચત દર્શાવતી બુકો, પાવતીઓ, નાણાં પોસ્ટ ખાતામાં જમા કરાવ્યા હોવા સંદર્ભનાં પૂરાવા, પાકતી તારીખે ઉપાડેલી લાખ્ખો રૃપિયાની રકમ પોતાની પાસે રાખી રોકાણકર્તાઓને પરત ન આપતા એકઠી થયેલી અંદાજે ૨૫ થી ૩૦ કરોડ જેટલી રકમ લઈ રફુચક્કર થઈ ઉઠમણું કરી ગયો હોવાની ચર્ચાઓ ગોધરામાં થઈ રહી છે. આ એજન્ટ દ્વારા ગ્રાહકોની બચત ખાતાની પાસબુકો, રોકડ રકમો, પોતાની પાસે જ રાખતો હોવાનું કહી રહ્યા છે.
ગોધરામાં આ એજન્ટ લોકોની મહામૂલી બચતનાં નાણાં પોસ્ટ ખાતામાં રોકાણ કરવાને બદલે વ્યાજે ધિરાણ આપતો હતો. વ્યાજે નાણાં લીધા બાદ આ રકમ આ એજન્ટને પરત નહી કરતા ઘણાખરાં લોકોનાં નાણાં સલવાઈ ગયા છે.
બીજી બાજુ પોસ્ટખાતાનાં કર્મચારીઓ તથા અધિકારીઓ પણ લોકોને જવાબો આપીને થાક્યા છે. ગોધરાનાં એક રાજકીય પક્ષનાં અગ્રણીએ આ બાબતે ગોધરા સ્થિત હેડપોસ્ટ ઓફિસમાં જઈ એજન્ટે કરેલા ઉઠમણાં બાબતે લોકટોળાં સાથે જઈ પૂછપરછ કરી હોવાનું પણ જાણવા મળે છે.
ગોધરામાં એજન્ટો પોસ્ટ ખાતાનાં કર્મચારીઓ અધિકારીઓ સાથે નાણાકીય લેવડ - દેવડ કે વ્યવહાર કરવાને બદલે છેક ઓફિસની અંદર સુધી પહોંચી જવાની સાથે સાથે રીકરીંગ અને સેવિંગ્સની પાસબુકો, એમઆઈએસની ચોપડીઓ પર જાતે જ સીક્કા મારી કર્મચારીઓ અધિકારીઓના કામનું ભારણ ઓછુ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. એજન્ટો ગ્રાહકોને કાઉન્ટર પર જ ઉભા રાખી લેવડ દેવડ કે વ્યવહાર કરે તેવી માંગ ઉઠવા પામી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved