Last Update : 28-April-2012, Saturday

 

સાધલીમાં વેપારીઓનો સજ્જડ બંધ ઃ પોલીસનો સધન બંદોબસ્ત ગોઠવાયો
મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

ઝેરી દવા પીતા પહેલા પિતાએ ચિઠ્ઠી લખી ગામના જાહેરમાર્ગ પર ચોંટાડી સાધલી બંધનું એલાન અપાયું

કોલેજિયન યુવતી નેહલ અને મુસ્લિમ સોમરા હનીફે માર્ચ મહિનામાં વડોદરામાં મેરેજ રજિસ્ટર કર્યા હતા ઃ નેહલને બે દિવસ અગાઉ ભગાડી ગયો

શિનોર,તા.૨૭
શિનોર તાલુકાના સાધલી ગામની શિક્ષિત પરિવારની યુવતીને ગામના લઘુમતી કોમનો યુવક ભગાડી જતા યુવતીના પિતાએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કરતા સાધલીમાં ચકચાર મચી જવા પામી છે. જેના પ્રત્યાઘાત રૃપે સાધલીમાં બંધનું એલાન અપાતા બજારો સજ્જડ બંધ રહ્યા છે. શિનોર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે. હાલ અજંપાભરી શાંતિ જોવા મળે છે.
ઝેરી દવા ગટગટાવતા પહેલા પિતાએ લખેલી અંતિમચીઠ્ઠી જાહેરમાર્ગ પર મુકેલા બ્લેકબોર્ડ પર ચિપકાવીને બંધનું એલાન અપાયું
પ્રાપ્ત માહિતી મુજબ શિનોર તાલુકાના વેપારી મથક સાધલીમાં અનાજ કરિયાણાનો વેપાર કરીને ધીરજલાલ હરગોવિંદદાસ શાહ ગુજરાન ચલાવે છે. ૪૯ વર્ષીય ધીરજલાલ જૈન ધર્મ પાળે છે. તેઓને સંતાનમાં બે દિકરીઓ એ એક દિકરો છે. મોટી દિકરી નેહલ સાધલી કોલેજમાં અભ્યાસ કરે છે. પુખ્ત્ત વયની નેહલને સાધલી ગામનાલઘુમતી કોમના યુવક સોમરાહનીફ મહંમદ નિયામત સાથે પ્રેમ થઇ ગયેલ. ગાઢ પ્રેમસંબધ થતાં બંને યુવક યુવતીએ ગત મરાચ માસમાં વડોદરામુકામે ખાસલગ્ન નોંધણી અધિકારી સમક્ષ લગ્ન નોંધણી કરાવી હતી. ગઇકાલ તા.૨૬-૪-૨૦૧૨ના રોજનહેલનીમાતા બહાર ગયેલ હોવાથી મોકોમળતાં સોમરા હનીફ મહંમદ નેહલને ભગાડી ગયેલ હતો. યુવતી નેહલના પરિવારજનોને જાણ થતાતેની શોધખોળ શરૃ કરતા લઘુમતી કોમના યુવક સોમરા હનીફ મહંમદનામિત્રોને ગામનાબંનેકોમના આગેવાનોએ ભેગા થઇ સોમરા હનીફ મહંમદનામિત્રો ૧.રાઠોડ મહોસીનઓ ૨. ઇરફાન સીકંદરખાન ૩. રાઠોડરઇશખા સલીમખાન તાકીદ કરી જણાવેલ કે સાંજના૬.૦૦ વાગ્યા સુધીમાં ભાગી ગયેલ યુવક યુવતીના સગડ આપવામોડી રાત્રી સુધી કોઇ સમાચાર મળ્યા નહતા. પોતાની દિકરી લઘુમતી કોમનો યુવક ભગાડી જતા લાગી આવતા મળસ્કે ધીરજલાલ શાહે કોઇ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓને તરત જ વડોદરા જીઆઇડીસી ખાતે આવેલ ખાનગી દવાખાનામાં (ચીરાગ ક્લીનક) સારવાર અર્થે ખસેડાયા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર ધીરજલાલે ચિઠ્ઠી લખેલ હતી. તેમાં પોતાની દીકરીને ભગાડી જનાર અને તેના ત્રણ મિત્રોના નામ મદદગારી માટે લખ્યા હતા અને આ પગલુ ભર્યું છે, વધુમાં ચીઠ્ઠીમાં શિનોર પોલીસે પોતાની ફરિયાદ ન લેવાનો ઉલ્લેખ કરેલ છે. બીજીબાજુ ગામ આગેવાનોએ યુવકના મિત્રોએ કરેલ દબાણ અંગે લઘુમતિ કોમના ઇરફાન તેમજ રઇશખાનનાઓએ શિનોર પોલીસ સ્ટેશનમાં પોતાને મળેલી ધમકી સામે રક્ષણ માટે લેખિત અરજી આપેલ છે. આ આખા બનાવ અંગે શિનોર પોલીસમાં પૃચ્છા કરતા યુવતીના પિતાએ કોઇ ફરિયાદ આપેલ નથી. જ્યારે બે લઘુમતી કોમના યુવાનોની અરજી મળેલ છે નું જણાવેલ છે. અને યુવતી નેહલની રાજીખુશીથી લગ્ન કરેલ હોઇ મારા પરિવારના સભ્યો કોઇ ખોટી ફરીયાદ કરે તો નહી લેવાની અરજ કરેલ છે. વધુમાં આ અરજીમાં પોતે પોતાનાં માતા પિતાની ઇચ્છા વિરૃધ્ધ કોઇપણ જાતની સામગ્રી વગર પહેરેલ લુંગડે યુવતી જતી રહેલ છેનું જણાવેલ છે. સાધલી બજારમાં આ બનાવના પગલે ધીરજલાલની ચીઠ્ઠીની ઝેરોક્ષ સાથે સાધલી બજાર બંધનાં એલાનનું બોર્ડ લખાતા આજે સાધલી બજાર સજ્જડ બંધ રહેલ છે. ખાનગી કલીનીકમાં દાખલ થયેલ ધીરજલાલ શાહની વરધી શિનોર પોલીસને મળતા સાધલી આ.પા.ના વડોદરા ખાનગી ક્લીનીક પર તપાસ અર્થે રવાના થયાનું જાણવા મળેલ છે.
સાધલી ગામમાં બજારો સજ્જડ બંધ રહેતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શિનોર પોલીસે બંદોબસ્ત સઘન બનાવી બન્ન કોમનાં અગ્રણીઓને સમાધાન કારી ઉકેલ માટે સમજાવવાના પ્રયત્નો પોસઇ બારીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

 

કોલેજમાં ભણતી નેહલે ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા યુવક સાથે લગ્ન કર્યુ હતું
સાધલીમાં અપના બજારમાં અનાજ કરીયાાની છુટક વ્યાપારની દુકાન ધરાવતા ધીરજલાલ શાહના પરીવારમાં ત્રણ સંતાનોમાં નેહલ સૌથી મોટી દિકરી છે જે સાધલીની આર્ટસ કોલેજમાં અભ્યાસ કરે છે.
મુસ્લીમ પરીવારનો સોમરા હનીફમહંમદ છુટક ડ્રાઈવીંગ કરે છે જ્યારે તેનો ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના પિતા દરજીકામ કરતા હતા હાલ નિવૃત્ત છે.

 

ગામમાં શાંતિ જાળવવા માટે હિન્દુ- મુસ્લીમ અગ્રણીઓની બેઠક મળી
સાધલી ગામે આ ચકચારી ઘટનાની જાણ થતાં ગામના હિન્દુ મુસ્લીમ આગેવાનો એકત્ર થયા હતા. આ ઘટનાથી સર્વેને દુઃખ થયુ હતુ. હિન્દુ આગેવાનોએ આ જૈન પરિવારની દિકરી પરત સોંપવામાં આવે તો ગામની શાંતિ જળવાઇ રહે તેમ છે. જે અંગે મુસ્લીમ અગ્રણીઓએ આ અંગે સમર્થન આપી આ દિશામાં ઘટતુ કરવા જણાવેલ.

 

લગ્નની સાક્ષીમાં ત્રણ મુસ્લીમ યુવકોએ સહી કરેલી
નેહલ શાહનાં હનીફ મહંમદ સોમરા સાથે લગ્ન નોંધણી કરાવેલ જેમાં સાક્ષીમાં ત્રણ મુસ્લીમ યુવાનોનાં નામ હોવાથી આ યુવાનોને આ નેહલ તથા હનીફ મહંમદ કયાં ભાગા ગયા હશે તેની માહિતી તેમની પાસે હશે તે આશયથી તેમની ઘરે આગેવાનો ગયા હતા.
જયારે આ ત્રણ યુવાનોએ ગામના આગેવાનો વિરૃધ્ધ તે દિવસે શિનોર પોલીસ મથકે અરજી આપી છ આગેવાનો એ તેમને જાનથી મારી નાખવાની અને તેમના ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી. આજે ત્રણેય મુસ્લીમ યુવાનો અરજી આપ્યા બાદ સાધલી નગરમાં નથી. એમ જાણવા મળ્યું છે.

 

પિતાની અંતિમચિઠ્ઠિ અક્ષરસઃ નીચે મુજબ છે
હું શાહ ધીરજકુમાર હરગોવિંદદાસ રહે. સાધલી તા.શિનોર ઉ.વ.૪૯
આ સાથે હું મારી પુત્રી નામે શાહ નેહલ તા.૨૬-૪-૧૨ના રોજ વહેલી સવારે મારા ઘરેથી આ ચાર મુસ્લિમ યુવાનો સોમરા હનીફ મહંમદ નીયામતખાં, રાઠોડ મોહસીનખાં અનહરખાં ઇરફાન હુસેન સિકંદરખાં, રાઠોડ રઇસખાં સલીમખાં તમામ રહે. સાધલી, આ બધાથી ત્રાસીને મારી છોકરીને ભગાડી જવામાં મદદગારી કરી તેથી હું કંટાળીને આ પગલું ભરૃં છું.
શિનોર પોલીસે મારી ફરિયાદ ન લેતા મે આ પગલું ભર્યુ છે.... લી. ધીરજલાલ શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved