Last Update : 28-April-2012, Saturday

 
વડોદરા : બે લકઝરી બસ આગમાં સ્વાહા

- વાહન ચાલકોમાં અફડાતફડી

 

- સળગેલી બસની ઝાળથી બીજી બસ પણ લપેટાઇ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
રાજમહેલ રોડ વિસ્તારમાં મોતીબાગ પેલેસની બહાર તોપ પાસે પાર્ક કરેલી લકઝરી બસમાં આગ લાગતા પાસે પાર્ક થયેલી બીજી લકઝરી બસ પણ આગમાં લપેટાઇ હતી. બબ્બે લકઝરી બસને આગની લપેટમાં જોઇ વાહનચાલકોએ નાસભાગ મચાવી હતી. અને અફડાતફડી સર્જાઇ હતી.
તરસાલી બાયપાસ નજીક ગઇકાલે મુસાફરો ભરેલી લકઝરીમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હોવાના બનાવ બાદ બીજે જ દિવસે શહેરના રાજમહેલ રોડ ઉપર મોતી બાગ ગેટની સામે બબ્બે લકઝરીબસમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ મહામુસીબતે આગ કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજમહેલ રોડ ઉપર તોપ પાસે આજે સવારે અગિયારેક વાગે મહાસાગર ટ્રાવેર્લ્સની લકઝરી બસ પાર્ક થયેલી હતી. પોરબંદરથી આવેલી બસ વડોદરામાં ખાલી થઇ જતાં કોઇ મુસાફર ન હતા.
બસની નીચેના ભાગેથી એકાએક આગ લાગી હતી. અને જોતજોતામાં આખી બસ પકડાઇ ગઇ હતી. બનાવને પગલે વાહન ચાલકોએ નાસભાગ કરી મુકતા અફડા તફડી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જીઆઇડીસી સ્ટેશનના ઓફિસર લાશ્કરો સાથે દોડી આવ્યા ત્યાં સુધીમાં ભડભડ સળગી રહેલી બસની ઝાળને કારણે બાજુમાં પાર્ક થયેલી શાહ ટ્રાવેર્લ્સની બીજી પણ બસ આગની લપેટમાં આવી ગઇ હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગનું ચોકકસ કારણ જાણવા મળ્યું ન હતુ. પરંતુ કચરો સળગ્યા બાદ બસના ટાયર આગમાં પકડાઇ જતાં આખી બસ આગમાં લપેટાઇ હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે બનાવનું કારણ જાણવા ફોરેન્સીક નિષ્ણાંતોની પણ મદદ લીધીછે.

 

ભડભડ સળગી રહેલી
લકઝરી બસોની ઝાળ લાગતા ઝૂંપડંુ પણ ખાક
શ્રમજીવી પરિવારનો બચાવ ઃ ઘરવખરી સળગી ગઇ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
રાજમહેલ રોડ ઉપર લકઝરી બસની આગમાં એક ઝુંપડું પણ ભડથુ થઇ જતાં શ્રમજીવી પરિવાર બેહાલ થઇ ગયું હતુ. મોતબાગ પેલેસની બહાર પાર્ક થયેલી બે લકઝરી બસમાં આગ લાગવાના બનાવને પગલે બાજુમાં ઝુંપડુ બનાવીને રહેતા એક શ્રમજીવી પરિવારનો બચાવ થયો હતો.
આગની ઝાળ લાગતા ઝૂંપડુ પણ લપેટાયુ હતુ. અને તેની અંદરની ઘરવખરી ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તબક્કે કોઇ વ્યક્તિ ઝૂંપડામાં હાજર નહીં હોવાને કારણે જાનહાની થતા રહી ગઇ હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved